કિતને આદમી થે? whos.amung.us

By વિનય ખત્રી, March 19, 2010 7:00 am

પ્રિય મિત્રો,

ઘણાં સમય પછી નેટસેવી લખવા બેઠો છું. કેટલાક બ્લોગર મિત્રો પૂછતા હતા કે આ ‘અમંગ અસ’ શું છે અને કેવી રીતે ઉપયોગી થાય? તો ચાલો આજે આપણે જાણીએ ‘અમંગ અસ‘ વિશે.

‘અમંગ અસ’ એટલે આપણો બ્લોગ પર અત્યારે કેટલા વાચકો જોઈ/વાંચી રહ્યા છે તે દર્શાવતો આઈકોન. તમે વાંચી રહ્યા છો તે તમારા મનીતા બ્લોગ પર અત્યારે આટલા લોકો છે! તો ચાલો આપણે આપણાં બ્લોગ પર ‘અમંગ અસ’ મૂકીએ.

પોતાનું ડોમેઈન/હોસ્ટીંગ

સૌ પ્રથમ http://whos.amung.us પર જઈને સેટિંગ કરી લો કે આ આઈકોન તમારા બ્લોગ/વેબસાઈટ પર ક્યા મૂકવો છે? ડાબી બાજુએ, જમણી બાજુ એ કે પછી નીચે? એક વખત તેનું સ્થાન નક્કી થઈ ગયું પછી તેનો કોડ કૉપી કરી લો. હવે તમારા બ્લોગ પર જઈને સાઈડ બારમાં એક ટેક્ષ્ટ વિજેટ ઉમેરી દો. આ ટેક્ષ્ટ વિજેટને યોગ્ય નામ આપી તેમાં અમંગ અસ સાઈટ પરથી કૉપી કર્યો હતો તે કોડ પેસ્ટ કરી સેવ કરી લો. હવે તમારા બ્લોગ પર અત્યારે કેટલા વાચકો છે તે દર્શાવશે! Continue reading 'કિતને આદમી થે? whos.amung.us'»

વર્ડપ્રેસ તરફથી નવો થીમ: ટાયટન

By વિનય ખત્રી, March 18, 2010 7:00 am

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી એક નવો થીમ ઉમેરાયો છે:  ટાયટન.

આમ તો આ સમાચાર થોડા જુના જહેવાય. ૯મી માર્ચે આ થીમની જાહેરાત કરતી પોસ્ટ વર્ડપ્રેસના બ્લોગ પર મુકવામાં આવી હતી.

ધ થીમ ફાઉન્ડ્રીના દેખાવે સરળ અને સ્વચ્છ એવા આ થીમમાં ઘણાં બધા વિકલ્પો છે. ચાર અલગ અલગ જગ્યાએ ‘વિજેટ’ મૂકી શકાય છે. મથાળું (હેડર) પોતાની પસંદગી પ્રમાણે ગોઠવી શકાય છે.  બે કૉલમનો, ચોક્કસ પહોળાઈ વાળો, સફેદ/રાખોળી રંગો વાળો, જમણી તરફ સાઈડબાર ધરાવતો થ્રેડેડ કોમેન્ટ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) સહીતની સુવિધાવાળો  આ ‘દેખાવડો’ થીમ તરત ગમી જાય તેવો છે.

વર્ડપ્રેસ પર બ્લોગ ધરાવતા તેમજ પોતાનું ડોમેઈન/હોસ્ટીંગ ધરાવતા બ્લોગ એમ બંને માટે આ થીમ ઉપલબ્ધ છે. વધુ કહેવા કરતાં જાતે અનુભવ કરવા માટે  ‘ડેમો’ બ્લોગની મુલાકાત લઈ શકાય અથવા સાક્ષર ઠક્કરના બ્લોગની મુલાકાત લઈ શકાય!

૩ વર્ષ પુરા કરી ૪થા વર્ષમાં પ્રવેશ

By વિનય ખત્રી, March 17, 2010 7:00 am

મિત્રો,

સહર્ષ જણાવવાનું કે આપનો આ માનીતો બ્લોગ આજે ત્રણ વર્ષ પુરા કરી ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યો છે.

આ પ્રસંગે ‘બ્લોગ પરિચય વીક’નું આયોજન કરવાની યોજના બનાવી હતી જે ધંધાકિય પ્રવાસ અને અંગત કારણો સર મુલ્તવી રાખવી પડી છે, માફી.

અન્ય બ્લોગ પરથી પોસ્ટ/વિચાર તફડાવીને પોતાનો બ્લોગ સમૄદ્ધ કરતા ચોર્યશિરોમણીઓ માટે કંઇક કરવું પડશે.

-વિનય ખત્રી

ઘણો સારો માર્ચ મહિનો

By વિનય ખત્રી, March 8, 2010 7:00 am

પ્રિય મિત્રો,

ફન એન ગ્યાન.કોમ પર ફરી એક વખત આપનું સ્વાગત છે.

માર્ચ મહિનો એટલે ઉત્સવનો મહિનો. ધૂળેટી (૧ માર્ચ), રંગપંચમી (૫ માર્ચ), ગુડીપડવો (૧૬ માર્ચ), રામનવમી (૨૪ માર્ચ), મહાવીર જયંતી (૨૮ માર્ચ) અને હનુમાન જયંતી (૩૦ માર્ચ) એમ જાહેર તહેવારોનો મહિનો છે. આજ મહિનામાં સુરેશ જાની (પ માર્ચ), અંકિત ત્રિવેદી (૯ માર્ચ), વિવેક ટેલર (૧૬ માર્ચ), નીતા કોટેચા (૧૯ માર્ચ), નિશિત જોષી (૨૧ માર્ચ) એમ બ્લોગર મિત્રોના પણ જન્મદિન આવે છે. અને આપને ખબર હશે કહી છતાં કહી દઉં કે ‘અનિમેષ’નો જન્મ દિન  પણ માર્ચ મહિનામાં આવે છે. ૮ માર્ચ, આજે એટલે વિશ્વ મહિલા દિનના સપરમા દિવસે.

આ વર્ષ ‘અનિમેષ‘ના જન્મ દિવસથી ફનએનગ્યાનના જન્મદિવસ એટલે કે ૮ માર્ચથી ૧૭ માર્ચ બ્લોગ પરિચય વીકનું આયોજન કર્યું છે. આ દસ દિવસોમાં આપણે રોજના ૧૦ એમ ૧૦૦ બ્લોગનો પરિચય કરીશું.

વધુ વાતો ન કરતાં કામે લાગી જાઉં…

-વિનય ખત્રી

વિશેષ વાંચન

વસંત પંચમીની શુભેચ્છાઓ…

By વિનય ખત્રી, January 20, 2010 7:00 am

પ્રિય મિત્રો,

આજે બુધવાર, ૨૦-૦૧-૨૦૧૦, મહા સુદ ૫ અને વસંત પંચમીનો શુભ અવસર.

આજથી ઋતુરાજ વસંતનું આગમન થાય છે. વસંત ઋતુને અંગ્રેજીમાં સ્પ્રિંગ કહે છે. વસંત ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. વૃક્ષો જૂના પાન ત્યજીને નવા પાન ધારણ કરે છે. વસંત પંચમી અને પાશ્ચાત્ય તહેવાર વેલેન્ટાઈન ડેમાં ઘણું સામ્ય છે. વસંત પંચમીના દિવસે સરસ્વતીની પૂજા થાય છે.

શહેરમાં રહીને આપણે જ્યારે વેલેન્ટાઈન ડે મય થઈ ગયા છીએ ત્યારે વસંત પંચમી વિશે મને ગમતી સુરેશ દલાલની કવિતા ફરી એક વાર મૂકું છું:

રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં
ત્રાંસી ખુલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોંતું
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યુ:
તમને ખબર છે, આજે વસંત પંચમી છે?

આપ સૌને વસંત પંચમીની શુભેચ્છાઓ…

વિશેષ વાંચન: વસંત પંચમી વિશે દિવ્ય ભાસ્કર અને સંદેશના લેખ.

લાંબી મુસાફરીમાં શું લઈ જશો?

By વિનય ખત્રી, January 12, 2010 7:00 am

પ્રિય મિત્રો,

બાઈક પર લાંબી મુસાફરીનો નિર્ણય કર્યા પછી તમને સતત સતાવતો સવાલ એ હોય છે કે સાથે શું શું લઈ જવું. વધારે પડતા સામાનને કારણે મુસાફરી બોજમય તો નહીં થઈ જાયને? ફલાણી વસ્તુ તો ભૂલાઈ ગઈ, હવે? આવા પ્રશ્નોના સરળ ઉપાયરૂપે આ પેકિંગ લિસ્ટ રજુ કરું છું (જેમાં સુધારાને અવકાશ છે). આ પેકિંગ લિસ્ટ પ્રમાણેની વસ્તુઓ એક અઠવાડિયા અગાઉથી એકઠી કરી લેવી. નવું કોઈ ઉપકરણ પ્રવાસમાં લઈ જતા હો તો અઠવાડિયા પહેલાથી વાપરવાનું શરૂ કરી દો.

બાઈક પર લાંબી મુસાફરીમાં શું શું સાથે લઈ જશો તેનું પેકિંગ લિસ્ટ:

[અગત્યની વસ્તુઓ]

  • હેલ્મેટ (આખું મોઢું ઢંકાય તેવી)
  • ડ્રાયવિંગ લાયસંસ
  • આર. સી. બુક
  • વાહનના વીમાની રસીદ
  • રોકડ રકમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ
  • મોબાઈલ અને તેનું ચાર્જર
  • ટોર્ચ (આજકાલ મોબાઈલમાં જ હોય છે)
  • અલાર્મ ક્લોક (આજકાલ મોબાઈલમાં જ હોય છે)
  • કેમેરા (આજકાલ મોબાઈલમાં જ હોય છે) અથવા પ્રોફેશનલ કેમેરા, મેમરી કાર્ડ, બેટરી, ચાર્જર, ટ્રાઈપોડ
  • મનગમતું પુસ્તક અને અથવા વોકમેન/આઈપોડ/MP3 પ્લેયર (આજકાલ મોબાઈલમાં જ હોય છે)
  • નકશા અને GPS નેવિગેટર (આજકાલ મોબાઈલમાં જ હોય છે)

[કપડા]

  • બે જીન્સ (અથવા અન્ય જાડા કપડાની) પેન્ટ. એક પહેરવાની બીજી સાથે લેવાની.
  • નાઈટડ્રેસ
  • સ્વીમિંગ કોસ્ચ્યુમ, સન લોશન ક્રિમ
  • બેથી ત્રણ ટીશર્ટ
  • બે લાંબી બાંયના શર્ટ
  • ગંજી, મોજા, અંડરવેર્સ, રૂમાલ
  • ટૂવાલ
  • નેપકિન
  • હાથ મોજા (કોટન/ઊન/લેધર, ઋતુ પ્રમાણે)
  • જેકેટ (ડેનિમ/લેધર/રેક્જિન, ઋતુ પ્રમાણે)
  • બુટ
  • સ્નીકર્સ/ચંપલ
  • સન ગ્લાસિસ
  • રેઈનકોટ (વરસાદની ઋતુ માટે ખાસ જરૂરી)
  • માથાની ટોપી (ડેનિમ/ઊન, ઋતુ પ્રમાણે)
  • પ્લાસ્ટિક બેગ્સ (ભીના-સુકા કપડા મૂકવા માટે)

[કોસ્મેટિક્સ]

  • નહાવાનો સાબુ
  • કપડા ધોવાનો સાબુ
  • શેમ્પુ
  • ટૂથબ્રશ
  • ટૂથપેસ્ટ
  • ઊલિયું
  • ડિઓ
  • દાઢી કરવાનો સામાન
  • દાંતિયો

[બાઈક માટે]

  • મિની ટૂલ કીટ (સામાન્ય રીતે બાઈકની સાથે આવતી હોય છે, તે)
  • વધારાની એક ટ્યુબ (લાંબી મુસાફરી માટે જરૂરી, અંતરિયાળ વિસ્તારમાં પંક્ચર કાઢવાવાળા મળી જશે પણ ટ્યુબ બદલવાની જરૂર પડી તો યોગ્ય માપનું ઓરિજિનલ ટ્યુબ શોધ્યુ નહીં મળે).
  • બાઈકની બીજી ચાવી. સાચવીને રોકડ રકમ સાથેની બેગમાં મૂકવી.

[જરૂરી વસ્તુઓ]

  • ડાયરી અને પેન
  • નજીકના સગા અને સહપ્રવાસીઓના ફોન/મોબાઈલ નંબર લખેલી ડાયરી કે યાદી.
  • પાણીની બોટલ
  • ચાદર/શાલ
  • નાયલોનની દોરી (સામાન બાંધવા તેમજ કપડા સુકાવવા કામ લાગશે)
  • દવાઓ (ડ્રાયવિંગ સમયે લઈ શકાય કે કેમ તે ડૉક્ટર પાસેથી જાણી લેવું જરૂરી)

અને છેલ્લે…

તમારા આખા દિવસની મુસાફરીની મજા અને ગુણવત્તા આગલી રાતે તમે કરેલી ઊંઘના સમપ્રમાણમાં હોય છે…!

વિશેષ વાંચન

આવતીકાલે બાઈક પર સલામત સવારી કેમ કરશો?

૧૨૦૦ કિ.મી. બાઈક પર (૩)

By વિનય ખત્રી, January 11, 2010 7:00 am

પ્રિય મિત્રો,

બાઈક પર ગોવા મુસાફરીના કેટલાક ફોટાઓ અત્રે રજુ કરું છું…

Goa
આ છે ગોવાની ટ્રેન. અમને નાગોઠાણે પાસે મળી. ચાલતી બાઈક પરથી ચાલતી ટ્રેનનો ફોટો મોબાઈલમાંથી પાડ્યો છે. આગળ નીકળી ગયેલી ટ્રેન ગોવા અમારા પહોંચ્યા પછી પહોંચી! Continue reading '૧૨૦૦ કિ.મી. બાઈક પર (૩)'»

૧૨૦૦ કિ.મી. બાઈક પર (૨)

By વિનય ખત્રી, January 7, 2010 7:00 am

૧૨૦૦ કિલોમીટર બાઈક પરનું અનુસંધાન…

ગઈકાલે ૧૩ કલાકમાં ૫૬૨ કિ.મી.ની બાઈક સવારી કરીને થાક લાગ્યો  હતો. મારા મિત્ર શાંતિભાઈ પડ્યા ભેગા ઊંઘી ગયા, મને થાકને કારણે મોડી ઊંઘ આવી. સવારે મોડા ઊઠ્યા. તૈયાર થઈ હોટેલમાં ચેકઆઉટ માટેની સૂચનાઓ આપી પાસે આવેલી ઉડીપીમાં જઈ નાસ્તો કરી આવ્યા અને ગોવા ફરવા જવા પ્રયાણ કર્યું.

ગોવા એક શહેર નહીં પણ રાજ્ય છે. આખું ગોવા ફરવા માટે સારો એવો સમય જોઈએ. રજાની સમસ્યા હતી એટલે ગોવા ફરવાનો લહાવો ફરી ક્યારેક સહકુટુંબ માણીશું એમ વિચારીને જાણીતા બીચ પર લટાર મારવા ઉપડ્યા.

પણજીથી નીકળી કલંગુટ સમુદ્રતટ પર આવ્યા. ત્યાં લટાર મારીને બાગા બીચની મુલાકાત લીધી. બાગા પછી અમારો પડાવ હતો માપુસા.

આપણે ત્યાં સાયકલ ભાડે મળે તેમ અહીં ગોવામાં બાઈક પણ ભાડે મળે! રોજના ૨૫૦/- આ એક સરસ સગવડ છે. ટ્રેનમાં ગોવા આવીને ફરવા માટે બાઈક ભાડે કરી શકાય.

ગોવામાં દરેક જગ્યાએ સ્થાન દર્શક પાટિયા આપેલા છે. ઉપરાંત અમારી પાસે GPS નેવિગેટર અને ગુગલ મેપ્સ હોવાથી ક્યાંય રસ્તા માટે પૂછપરછ કરવી ન પડી.

માપુસામાં પેટ્રોલ પુરાવીની અમે આવ્યા રાષ્ટીય ધોરી માર્ગ ૧૭ પર.  સમય થયો  હતો બપોરે ૧૨. અમારી પાછા વળવાની મુસાફરી શરૂ થઈ.

પાછા ફરતી વખતે અમે પુણે થઈને જવાના હતા એટલે અમારી પાસે ત્રણ ચાર વિકલ્પ હતા. ૧. મહાબળેશ્વર થઈને (પુણે ૫૩૩ કિ.મી.), ૨. રાધાનગરી થઈને (પુણે ૪૫૭ કિ.મી.), ૩. ગગનબાવડા થઈને (પુણે ૪૫૩ કિ.મી.), ૪. બેળગાંવ થઈને (પુણે ૪૪૮ કિ.મી.) અને ૫. અંબોલી/આજરા/નીપાણી થઈને (પુણે ૪૪૦ કિ.મી.). જાણવા મળ્યું કે અંબોલી વાળો રસ્તો સારો અને ટૂંકો છે એટલે અમે અંબોલી વાળા રસ્તે જવાનું નક્કી કર્યું. Continue reading '૧૨૦૦ કિ.મી. બાઈક પર (૨)'»

૧૨૦૦ કિલોમીટર બાઈક પર!

By વિનય ખત્રી, January 6, 2010 7:00 am

પ્રિય મિત્રો,

નવા વર્ષે સંકલ્પ કર્યો કે હવે નિયમિત બ્લૉગિંગ કરવું છે છતાં ત્રણ દિવસ માટે બ્લૉગ અપડૅટ થયો નહીં. કારણ? સંકલ્પ નં ૨.

મોટર સાઈકલ પર લાંબી મુસાફરી કરવાના સંજોગ આટલા જલ્દી આવી જશે એવું મેં પણ વિચાર્યું નહોતું. ભિવંડી રહેતા મારા મિત્ર શાંતિભાઈ સાથે બાઈક પર ગોવા જવાનું નક્કી કર્યું. શનિવારે સવારે નક્કી કર્યું, સાંજે હું પુણેથી બસમાં ભિવંડી ગયો અને રવિવારે સવારે સાડા પાંચ વાગે અમારી બાઈક સ્ટાર્ટ થઈ ગોવા જવા માટે.

ભિવંડીથી કલ્યાણ, શિળફાટા, પનવેલ થઈ અમે મુંબઈ-ગોવા હાઈવે (NH17) પર આવ્યા. પેણ, વળખળ, નાગોઠાણે, કોલાડ, ઈંદાપુર, માનગાંવ, ગોરેગાંવ થઈ મહડ પહોંચ્યા. મહડમાં સવારનો નાસ્તો કરી આગળ વધ્યા. પોલાદપુર, ખેડ, ચિપલુણ, સાવર્ડે, સંગમેશ્વર, હાથખંભા, પાલી થઈ લાંજા પહોચ્યા. અહીં બપોરનું ભોજન ફળાહાર કરીને કર્યું. લાંજાથી રાજાપુર, ખારેપાટણ, નંદગાંવ, કણકવલી, કુડાળ, સાંવતવાડી થઈ ગોવામાં પ્રવેશ્યા. સાંજે સાડા છ વાગે અમે પણજીમાં GTDCની હોટલમાં ચેક ઈન થયા. ઓડોમીટરનો કાંટો ૫૬૨ કિલોમીટર દેખાડતો હતો.

સાંજે બોટ ક્રૂઝ રાઈડ માટેના કોમ્પ્લિમેન્ટરી પાસ હોટલ તરફથી મળ્યા હતા તેને ન્યાય આપ્યો. રાત્રિનું ભોજન હોટલની પાસે આવેલી ઉડીપી રેસ્ટોરાંમાં કર્યું.

બીજો ભાગ આવતી કાલે…

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.