Oct 102011
 

પ્રિય મિત્રો,

સપ્ટેમ્બર ૨૦૦૮માં એક પોસ્ટ કરી હતી, અશ્લીલ સાહિત્ય વાયા બ્લૉગ્સ. તે પછી આજે આ જ શિર્ષક સાથે પોસ્ટ મૂકવાનું કારણ એક બ્લૉગ છે જે રવિવારે વર્ડપ્રેસના બ્લૉગ ઑફ ધ ડે પાના પર દેખાયો હતો.

તે સમયે (૨૦૦૮માં) ખબર ન હતી કે આવી પોસ્ટનું કરવું શું? પોસ્ટના રીપ્લાયમાં અરવિંદભાઈએ ટૂંકમાં અને કૃણાલભાઈએ વિગતે સમજાવ્યું હતું કે આવા બ્લૉગની જાણ વર્ડપ્રેસને કરવાની રહે છે જેથી તેઓ જોઈતા પગલા લઈ શકે.

વર્ડપ્રેસ બ્લૉગ બનાવવાની મફત સગવડ આપે છે અને વાપરનાર મરજી પડે તે પ્રમાણે વાપરી શકે છે. એક છરી જેમ શાક સમારવા માટે પણ વાપરી શકાય છે તેમ કોઈને ઈજા પહોંચાડવા માટે પણ વાપરી શકાય છે. દુરૂપયોગ થવા માટે છરીને જવાબદાર ન ઠેરવી શકાય.

વર્ડપ્રેસ બ્લૉગ ઑફ ધ ડે કોઈ વિશેષ ફોર્મ્યુલા વડે કોમ્પ્યુટર દ્વારા નક્કી કરવામાં આવે છે. કોમ્પ્યુટરને (કે સોફ્ટવેરને) અક્ક્લ હોતી નથી તેથી તેને મુર્ખ બનાવી શકાય છે. બીજું, દરરોજ ચાર લાખથી વધુ બ્લૉગર દ્વારા રોજની પાંચ લાખથી વધુ પોસ્ટ દેશ-વિદેશની ભાષામાં મૂકાતી હોય ત્યારે વર્ડપ્રેસ દરેક પોસ્ટ વાંચે અને મોડરેટ કરે એવી આશા રાખવી નકામી. તો કરવું શું?

વર્ડપ્રેસ સેવાનો ખોટી રીતે ઉપયોગ થતો હોય તો તે માટેની ફરિયાદ તરત જ વર્ડપ્રેસને કરવી જોઈએ. અહીં એડલ્ટ બ્લૉગ જનરલ કેટેગરીમાં આવી ગયો છે તો તેના માટે Report Matureની ફરિયાદ કરવાની રહેશે, કેવી રીતે? જોઇએ…

વર્ડપ્રેસમાં તમારું ખાતું હોય તો લોગઈન થઈ જાવ. હવે જે બ્લૉગની ફરિયાદ કરવી છે તે બ્લૉગ પર જાઓ. (દા.ત. ‘પ્રેમ’ નામનો બ્લૉગ) ત્યાં ઉપર બારમાં વર્ડપ્રેસના લૉગો પાસે બ્લૉગના નામ પર ક્લિક કરો. જુઓ ડાબી બાજુનું ચિત્ર. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે (નં ૧) પર અને પછી ‘Report as mature’ પર એટલે કે ચિત્રમાં નં ૨ પર ક્લિક કરો. (વર્ડપ્રેસમાં તમારું ખાતું ન હોય તો આ લિન્ક પર ક્લિક કરી પણ ફરિયાદ નોંધાવી શકાય છે.)

આટલું કરશો એટલે એક Report Mature નામનું પેજ ખુલશે જેમાં બ્લૉગની લિન્ક પહેલેથી આપેલી હશે (નીચેના ચિત્રમાં નં  ૩) અને ‘why’માં આ બ્લૉગને તમે શા માટે એડલ્ટ વિભાગમાં મૂક્વા માગો છો તેનું કારણ જણાવો. છેલ્લે Report Blog (ચિત્રમાં નં ૫)ના બટન પર ક્લિક કરી વિધિ પુરી કરો.

આવી જ રીતે સ્પામ માટેની પણ ફરિયાદ કરી શકાય છે.

આ બાબતની નોંધ લેવા માટે ક્ષિતિજ બ્લૉગની જાગૃતતા માટે અભિનંદન.

  3 Responses to “અશ્લીલ સાહિત્ય વાયા બ્લૉગ્સ (૨)”

  1. બહુ જ જરૂરી વાત મૂકી છે, વિજયભાઈ. ગઈકાલે તો એટલો સંકોચ અનુભવ્યો કે વાત નહીં ! આવું કરનાર કોણ હોઈ શકે તેની જાણ થઈ ન શકે ?

    ખૂબ જ આભાર અને ધન્યવાદ.

  2. નવું જાનવા મળ્યું. ખરેખર તો વરપ્રેસનો પૂરો લાભ લેતાં પણ શીખવું પડે એમ છે.

  3. એ વિવાદાસ્પદ બ્લૉગ હવે ડિલિટ કરી દેવામાં આવ્યો છે!

Leave a Reply

%d bloggers like this: