Sep 082008
 

પ્રિય મિત્રો,

ગયા વર્ષે એપ્રિલમાં દિવ્યભાસ્કરે ગુજરાતી બ્લોગ જગત વિશે એક લેખ લખ્યો હતો ગુજરાતી સાહિત્ય વાયા બ્લોગ્સ! આજે મારે આ લેખનું મથાળું આપવું પડ્યું છે અશ્લીલ સાહિત્ય વાયા બ્લોગ્સ!

વર્ડપ્રેસ બ્લોગ્સના ગુજરાતી વિભાગમાં ગઈકાલથી એક બ્લોગ દેખાવા લાગ્યું છે જે અશ્લીલ સાહિત્યની ગુજરાતી વેબસાઈટ પર લઈ જાય છે (દેખીતા કારણોસર અહીં બ્લોગની લિન્ક નથી મૂકી).

અત્યાર સુધી અશ્લીલ બ્લોગ સ્પામમાં ફિલ્ટર થઈ જતા હતા પણ આ બ્લોગ ગુજરાતીમાં લખાયો હોવાથી સ્પામ ફિલ્ટરમાંથી બચી જવા પામ્યો છે. ગયા માર્ચ મહિનામાં ગુજરાતી ભાષાંતર કરી શકે અને ફોટોશોપમાં અંગ્રેજી લખાણની જગ્યાએ ગુજરાતી ભાષાંતર મૂકી શકે તેવા યુવાનો જોઈએ છે એવી જાહેરાત કરીને યુવાનોને અંગ્રેજી અશ્લીલ કાર્ટુનના ગુજરાતી કરણ કરવા માટે જોતરી દેવાયા છે.

આ એક અત્યંત ગંભીર વિષય છે અને ગુજરાતી બ્લોગ જગત માટે કલંક બની શકે તેમ છે તેથી આ બાબતમાં શું કરી શકાય તે માટે આપના મંતવ્ય જણાવો.

વિનંતી: અહીં કોમેન્ટમાં તે બ્લોગનું યુઆરએલ ન લખવા વિનંતી.

  28 Responses to “અશ્લીલ સાહિત્ય વાયા બ્લોગ્સ!”

 1. એ બ્લૉગ વિષે વર્ડપ્રેસને રિપૉર્ટ કરો. એ બ્લૉગ જેણે બનાવ્યો છે એને પણ બાન કરવાની વિનંતી કરો. જોકે આ સમસ્યા એવી છે કે એ એક વાર ઘુસી જાય પછી એનો જલ્દી અંત આવતો નથી.. આપણેજ સતેજ રહેવાની જરૂર છે જેથી આવું કંઇ
  ગુજરાતી બ્લૉગ જગતમાં દેખાય તો તરત રિપૉર્ટ કરીને એને આગળ વધતું અટકાવી શકાય.

 2. ઓહ્ .. આ બ્લોગ પર તો ધ્યાન જ ન ગયું …!!

  પણ હું આ બાબતેઅરવિંદભાઈની વાત સાથે સંમત છું ..

  આપણે દરેકે ગટરમાં ઉતરીને એની સફાઈ કરવા જેવું કામ કરવું પડશે ..

  મારો કહેવાનો અર્થ એ કે,

  ૧. WP માં લોગઈન કરો (આ એક્દમ જરૂરી છે કારણ કે એના વિના આ વિકલ્પ ઉપયોગી થશે નહી.)

  ૨. એ બ્લોગ પર જઈને

  ૩. ઉપર જે Header Bar દેખાય એમાં જમણીબાજુ એ “Blog Info” નામનું એક મેનુ વિકલ્પ દેખાય એમાંથી ૪થું વિકલ્પ “Report as spam” પર ક્લિક કરી,

  ૪. જે ફોર્મ આવે ત્યાં વ્યવસ્થિત શબ્દોમાં “Why:” મથાળા હેઠળ એનું કારણ અંગ્રેજીમાં લખવું.

  હાલ તુરંત તો મને આ એક વિકલ્પ વ્યાજબી લાગી રહ્યો છે ….

  તે છતાં વડીલોના મંતવ્યોની રાહ જોઇએ …

  • ભાઈ વિનય ભાઈ એ જાણ કરી ત્યારે ખબર પડી કે ગુજરાત ને ધમરોળવા આવા અભાગીયા ઊભા થયા છે
   ટેકનિકલ મિત્રો મેદાન મા આવો અને આ સાઈટ ને ગમે તેમ કરી ને બ્લોક કરો નહિતર જમ ઘર ભળી જશે અને આ નખ્ખોદીયા ઓ આગળ વધતા જશે

   • બધી ચર્ચા ઓ જોઈ મને લગે છે કે જે ભાઈ ઓ એ તરફેણ કરી છે તેમણે ફેર વિચારણા અથવા ગમ્ભીર વિચારણા કરવી જોઈ એ કારણ કે ઉદાવાદ સારો છે પરન્તુ અતિ ઉદારવાદ (દરેક બાબત ની વાત છે) ના પરિણામો દએક જણતાજ હશે પુત્રને લેપટોપ અપાવવુ અને તે તેનો શુ ઉપયોગ કરે છે તે વાલી ઓ ધ્યાન નહી રાખે?
    આપણે ઉદાર જરુર બની એ પરન્તુ સન્તાનો સાથે એડલ્ટ ફ઼્એલ્મ જોવા જેટલા ઉદાર બની શકી એ ખરા? સહીત્ય ના જુદ જુદા રસો મા શગાર રસ છે પરન્તુ તે રસ ધરાવ્તુ સાહિત્ય કે એવુ કિશોર સન્તા ને આપીશુ?
    ળકો એટલા મેચ્યોર છે કે તેમા થી સારુ હશે તેજ વાતો શિખશે?
    મિત્રો ચર્ચા નો સાર એટલો કહી શ કાય કે વાનર નેતલવારાપી દઈ તે શુ કરશે તે જોવાના અખતરા કરાય?

    વા ના અખતરા ના કરાય બધા એ મત મતન્તરો ને દફનાવી દઈ યોગ્ય કર્વુ જ રહ્યુ કારણ આ બધા નો ઉપ્યોગ બિનનુભવી પેઢી કેવો કરશે તેનો ખ્યાલ તો દરેક ને હોયજ માટે અત્યરે એમની વિવેક બુધ્ધિ પર કેટલો વિશ્વાશ કરી શકાય તે દરેકે વિચારવુ રહ્યુ

 3. મિત્રો,

  એ સાઈટ પર જવાની પણ જરૂર નથી. મેં અત્યારે જ એ સાઈટ માટે “spam” રીપોર્ટ સબમિટ કરી દીધો છે.

  ત્યારે મેં જોયું તો આ URL નો ઉપયોગ કરી શકાશે.

  http://wordpress.com/report-spam/?url=અશ્લીલ બ્લોગનું યુઆરએલ

  આ લિંક પર ક્લિક કરીને જે ફોર્મ ખુલે એમાં વ્યવસ્થિત કારણ લખીને submit કરશો તો મને લાગે છે કે આપણું કામ સરળ બનશે.

 4. મને લાગે છે કે આ બ્લોગના માનનીય રચયિતા કદાચ આ પોસ્ટને follow કરવ માંડ્યા છે . કારણકે મેં ઉપર પ્રતિભાવ આપ્યા ત્યાર પછી મારા બ્લોગ પર એક્દમ તરત જ સામટી ૬-૭ Hits આવી ગઈ .. અને ખાસ તો “મારા વિશે” page ઉપર .. !!

 5. અનિમેષભાઈ અશ્લીલ બ્લોગ ચલાવનાર ને ચલાવવા દો ને. જો કોઈ નહીં જોવે તો આપોઆપ બંધ થઈ જશે અને જો લોકોને આવું પસંદ હશે તો જોશે.

  મને લાગે છે કે આ અશ્લીલ બ્લોગ જો એ લોકો ઊંઝામાં લખીને ચલાવે તો કોઈને(વડીલોને) વાંધો ના હોવો જોઈએ. ગુજરાતી લિપિ પર થતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (SVK) આપણે નીચી મુંડીએ ચલાવીએ જ છીએ ને? જેને જેમ ગમે તેમ કરે. એ બ્લોગ વાળા પણ એમજ કહેશે કે ભાઈ જેને ના જોવું એ ના જોવે.

 6. અરવિંદભાઇની વાત સાથે સંમત છું અને સરળતાથી ગુજરાતી બ્લોગીંગની આબરુ લેવા હાલી નીકળેલાને કડક શબ્દોમાં સખત શીક્ષા તો થવી જ જોઇએ.

  વ્હાય – શા માટે નો જવાબ તો તૈયાર છે પણ …

  સ્પામ રીપોર્ટ કરવા માટે એ બ્લોગનુ યુઆરએલ પણ જોઇશે જ !

  હવે શુ ?

 7. ૧. મને એમ લાગે છે કે આવા બ્લોગને ‘મેચ્યોર’ કેટેગરીમાં મુકવા માટે વર્ડપ્રેસને જાણ કરવી જોઈએ: http://wordpress.com/report-mature/?url=અશ્લીલ બ્લોગનું યુઆરએલ

  ૨. બ્લોગ બંધ કરવા માટેની વાત નથી પણ શ્લીલ-અશ્લીલની ભેળસેળથતી અટકાવવાની વાત છે.

  ૩. અહીં જાણી જોઈને તે બ્લોગનું યુઆરએલ નથી લખ્યું.

 8. વિનયભાઈ,

  મને આ ચીજ પર “report mature” કરવા માટે વાત ઉઠશે જ એની ખાતરી હતી..

  અને મેં જે રીપોર્ટ સબમિટ કર્યો છે એમાં ખાસ આ વાત પણ લખી છે કે without sounding a hypocrite, પોર્નોગ્રાફીક content હોવાથી એને mature report કરવાને કોઇ અવકાશ નથી કારણ કે પોર્નોગ્રાફી કોઇ પણ ભાષામાં હોય એ ગુનાહિત વસ્તુ છે.. બીજા કોઇ કારણથી ભલે નહિ પણ કૂમળા માનસ (આ વાત હું આપણા બ્લોગ જગતનાં બાળ-વાચકોને ધ્યાનમાં રાખીને કહી રહ્યો છું) ને વિકૃતી તરફ ધકેલે જ છે ..

  હું આ પ્રકારના બ્લોગ્સને “mature” રીપોર્ટ કરવાની બિલકુલ તરફેણ નહી કરું .. અને આશા રાખું કે બીજા પણ નહી કરે .. નહી તો મને આ બ્લોગ ના રચયિતાની identity કોણ છે તેનું guess કરતાં વાર નહિ લાગે !!!

  મને આ ઉપરનો ફકરો લખવા માટે માફ કરશો પણ હું આ એક મુદ્દા માટે ઘણો જ strict છું ..

 9. જો આ પોસ્ટ ફક્ત આ બ્લોગને કઈ “કેટેગરી”, મેચ્યોર કે સ્પામ, માં ગણવો એ માટે લખાઈ હોય અથવા એને એ રીતે perceive કરવામાં આવે તો ખુશી ખુશી હું એમાંથી ખસી જવાનું પસંદ કરીશ કારણ કે જેમ ઉપર કહ્યું તેમ મને આ વિશે કોઇ ચર્ચાઓમાં રસ નથી ….. મેં મારું મંતવ્ય આપી દીધું છે ..

  અને જો સાચે જ ચર્ચાઓ થવાની હોય તો હું વિનંતી કરીશ વિનયભાઈને કે મારી કોમેન્ટસ ને કાઢી નાખે કારણ કે નક્કર અભિપ્રાયો જો ચર્ચાના મુદ્દા બનીને જ રહેવાના હોય તો એને delete કરી દેવામાં જ એનું સમ્માન છે .. એવું મને લાગે છે …

 10. I think if there is mature category then wordpress can classify it to mature category.
  There is no need for us to report someone who is not causing us any harm to Gujarati. We are here to spread Gujarati and enjoy, not policing who is doing what.
  It is the wordpress’s responsibility to grant or un-grant the blog hosting. Please leave it to wordpress.

 11. મેં રીપોર્ટ સબમિટ કરતી વખતે લખેલી વાતઃ

  ————
  Being a blog in language other than English, this Gujarati(Gu) blog
  skipped easily from the WP filter for objectionable content. This
  blog contains pornographic material, including posts having
  pornographic text as well as links to some such sites in the same
  Gujarati(Gu) language.

  Being a sincere and established Gujarati blogger, I feel this matter
  is very very sensitive for the readers of the Gujarati blogs, ranging
  in every age group. Without sounding hypocrite, i’d never suggest this
  blog being of “Mature” category as it has literally pornographic
  content in it.

  Other Gujarati bloggers will soon start reporting this blog as “Spam”
  as well. The on-line community of Gujarati bloggers has decided this
  today as it has just emerged overhere quite recently.

  Please do consider this matter seriously for the sake of preserving
  sanctity of the language.

  ——-

 12. મને એવું લાગે છે કે આપણે આવી વાત સાંભળતા જ વધુ પડતા ઉત્તેજિત થઇ જઈએ છીએ. હવા, પાણી અને ખોરાકની જેમ સેક્સ પણ જીવનની અગત્યની જરુરિયાત છે. વિશ્વમાં સહુથી વધુ ઝડપે વસ્તી વધારો કરનારા આપણે આ બાબતે નાકનું ટોચકું તરત ઊંચુ કરીએ છીએ. ભક્તિ, ભજન અને કહેવાતા સદ વાચન સાથે સાથે જેમને આ રસ વહેંચવો હોય તે આ રસ વહેંચે.

  કુણાલભાઈ ટેઈક ઈટ ઈઝી અન્ડ રીલેક્સ.

 13. બટન નથી કદી, ક્યારેક કયાંક ગાજ નથી
  બધુંય સરખું હો, એવો કોઈ સમાજ નથી.

 14. ભાઇ, મને તો આ બ્લોગ કયો છે સમજ ના પડી અને કોઇ URL તો આપો. આપણે પણ જોઇએ. Take it easy એ કીધું તેમ તેમાં હાંફળા-ફાંફળા થવાની જરૂર નથી. થોડી શાંતિ રાખો.

 15. ફક્ત આપ સહુની જાણ ખાતર.

  વધુ સંશોધન કરતાં માલુમ પડ્યું કે એ ગુજરાતી બ્લૉગ નથી પરતું વેબ સાઈટ છે. http://www……………………... .com છે. અને એના પર જે સામગ્રી છે તે જો આપ ગુજરાતીમા વાંચવા માંગતા હો તો ગુજરાતી પર ક્લીક કરવું. આપ હિંદુસ્તાનની બીજી ભાષાઓ પર પણ ક્લીક કરીને જે તે ભાષાઓમાં વંચી શકો છો.

 16. શરમજનક સમાચાર.. કુણાલભાઈની વાત સાથે સંમત કે આ માત્ર સ્પામ જ હોઈ શકે ‘mature’ કેટેગરીમાં મૂકવાની વાત જ નથી. જોકે હાલ સ્પામ માર્ક કર્યા સીવાય બીજો કોઈ રસ્તો પણ નથી..

 17. ઉપર જે લોકોએ પણ take it easy કે પછી “હાંફળા-ફાંફળા ન થવાની” વાતો કરી છે .. એમને એક વાત કહેવાનું મન થાય છે .. કે

  ૧. સ્વસ્થ જીવન માટે ફક્ત શુદ્ધ ખોરાક કે શુદ્ધ આબોહવામાં રહેવું જ પૂરતું નથી.. એટલું જ જરૂરી એ પણ છે કે અશુદ્ધ ખોરાક કે અશુદ્ધ આબોહવા/વાતાવરણથી દૂર રહેવું…. શું એ વાતથી તમે સહમત છો??

  ૨. આપણે હંમેશા એવું માનીએ છીએ કે જે પણ ખરાબ ચીજ છે તે ભલે બીજા સાથે બને પણ આપણી સાથે ક્યારેય નહિ … !! બોમ્બ વિસ્ફોટમાં ભલે બીજા મરતા.. પણ આપણને કંઈ નહિ થાય .. !! પોર્નોગ્રાફી જેવું દુષણ બીજા કેટલા દુષણો લાવે છે..જેમ કે પીડોફીલીયા…. કાલ ઊઠીને આપણા જ બાળકો પોર્નોગ્રાફીના રવાડે અથવા એના ભોગ બને તો ?? ઉપર જેમણે “શાંતી રાખવાની” વાતો કરી છે એમને પણ બાળકો છે .. જરા વિચારો તો ખરાં …. !!

  મને તો નવાઈ એ લાગી કે કાર્તિકભાઈએ “શાંતી રાખવાની” વાત કરી !! મને લાગતું હતું કે તમને તો પોર્નોગ્રાફીના ગંભીર પરીણામોની માહિતી હશે જ ..

  અને મને આ વાત કહેતા સાચે જ ખચકાટ થાય છે કે .. મોટાભાઈઓ, ક્યારેક તો ચર્ચાઓ થી ઉપર ઊઠીને નક્કર પગલાં લેવાની તરફેણ કરો !! હંમેશા દરેક બાબતોમાં બસ વાતોના વડા જ કર્યા કરવા !! ??? મારી આ વાત ખટકવાની જ છે એટલે જો કરી શકાય તો મને માફ કરશો …

  “mature” કેટેગરીમાં મૂકવાની વાત ત્યારે શક્ય હતી કે જ્યારે એ બ્લોગ પર વ્યવસ્થિત સેક્સ એજ્યુકેશન વિશે વાતો થઈ હોત .. અને જો થઈ હોત તો એ બ્લોગ owner એ પોતે જ એ બ્લોગને mature સેટ કર્યો હોત …

  અરે અહીં તો નક્કર પોર્નોગ્રાફીની વાત છે .. અને બધા એને સાચવવાની તરફેણ કરો છો !!! ???? શરમ આવે છે મને !!!

 18. કુણાલભાઇ,
  ૧. વડાપાઉં ખાઓ છોને, પાણીપુરી? એ પણ શું છે. સ્વચ્છ છે? જરા આજુ-બાજુ જુઓ, તમારા ઘરમાં જ કેટલાં વંદા છે (હીટ વગેરે છે તો પણ..)

  ૨. મેં તો પુરતા પગલાં લેવાનું નક્કી કર્યું છે. કવિન ૩ વર્ષનો થાય ત્યારે તેને લેપટોપ અપાવવાનું.

  જે થવાનું તે થાય..

  અને મને તો વડા બહુ ભાવે છે…

 19. દુષણો અને પ્રદુષણો તો રહેવાના જ. જો ગ્લોબલ વર્ડમાં રહેવું હોય અને રોજ નિત નવી પ્રગતિ કરવી હોય તો સાથે સાથે આવતી અધોગતિનો પણ સ્વિકાર કરતા શીખવું પડશે. દુનિયાને આપણા ઢાંચા મુજબ બદલવા કરતા આપણે બદલતી દુનિયાના ઢાંચામાં જટપટ ફીટ થતાં શીખીએ એ વધુ કામનું છે. આપણને ઉપયોગી વસ્તુ લઈએ ને ના ઉપયોગી હોય તેની સામે ના જોઈએ એ રીતે જાતને, અને આવનારી જનરેશનને, તૈયાર કરવાની છે. આપણને બદ્ધાને આપણા મા બાપોએ સેક્સ્થી દૂર રાખવાના પ્રય્ત્નો કર્યાં જ હશે છતાં દિલ પર જહાથ રાખીને કેટલા કબુલ કરશે કે એમણે ચોરીછુપીથી, મિત્રોની મદદથી સેક્સ વિશે જાણવાના ધમપછાડા નથી કર્યાં અને સાચું ખોટું ગમે તે જાણવામાં સફળ નથી થયાં? સક્સને ઈન્ટરનેટ વાપરનારા દરેકે જાણ્યે અજાણ્યે જોયું જ હોય છે- માણ્યું પણ હોય છે. દંભથી બીજાને છેતરી શકાય જાત ને નહિ.

  સેક્સ કે સેક્સને લગતા લ્ખાણો, ફોટાઓ, રમ્કડાઓ વગેરેને શરમથી જોવાની બદલે સામાન્ય શારિરીક ક્રિયા અને એને મદદરૂપ થતાં સાધનોની જેમ જોવાની જરૂર છે. નહિતર તો આપણને આપણા પેદા થવા પર પણ શરમ આવતા વાર નહિ લાગે. આપણા મા બાપને પણ અપણે શરમની નજરે જ જોઇશું.

  તેમ છતાં જો આપણ ને આપની આજુબાજુનો ટેકનોલોજીથી ખદબદતો અશુદ્ધ માહોલ ઠીક ના લાગતો હોય તો ફ્રેશ એર વાળા જંગલમાં જતું રહેવું. ન કોઈ સાધન સગવડ, ના ફોન, ના ઈન્ટર્નેટ કે કશું કોમ્યુનિકેશન! બોલો છે આવી તૈયારી?

  ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ બાકી આંધળા, બહેરા અને મૂંગા થઈને જીવીએ તો થોડી સમસ્યા હળવી થાય.

 20. મિત્રો

  શ્લીલ-અશ્લીલમાં કે સાહિત્યમાં ઝાઝી ખબર ના પડતી હોય તો જાણીતા સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીની વાર્તા – કુત્તી વાંચી જવા ભલામણ છે (કુણાલ નામના હરિભક્તને ખાસ)……..
  ભજનની ચોપડી અને મોડર્ન ગુજરાતી વાર્તામાં જેને ફેર સમજાતો નથી એમણે એમની લુલી બંધ રાખવી અને મંજીરા વગાડવા………

  ચંદ્રકાંત બક્ષી સાહેબેની વાર્તા કુત્તીની PDF………..

 21. માફ કરજો, દેખીતા કારણોસર પીડીએફની લિન્ક હટાવી લેવામાં આવી છે…

 22. વિનયભાઇ, મારી કોમેન્ટને આવી અસ્તવ્યસ્ત કેમ કરી નાખી?

 23. સોરી, શ્લીલ-અશ્લીલ નામથી કોમેન્ટ મારી નથી. માફ કરશો!!

 24. સાદર જણાવવાનું કે તમને બધા ને જે બ્લોગની આટલી બધી ચિંતા હતી તે બ્લોગ એના સંચાલકો એ પાછો ખેંચી લીધો છે. ખાલી એ વાતનું દુઃખ છે કે બ્લોગની લિન્ક પણ અપાઈ નહોતી જેથી વાચકો જાતે જોઈને ચેક કરી લે કે એમાં શું અશ્લીલ હતું? ખબર નથી આપણે આપણી માનસીક સંકુચિતતામાંથી કયારે બહાર આવી શકીશું. સાચે જ ભારત અને એના નાગરીકો એક સાથે અનેક સદીઓમાં જીવી રહ્યાં છે!!!

 25. આ સાથે આ ચર્ચા અહીં બંધ કરવામાં આવે છે. તે છતાં કોઇને કંઇ કહેવું હોય તો મને ફનએનગ્યાન@જીમેઈલ.કોમ પર ઈમેઈલ કરે.

  આભાર.

 26. સંબંધિત સાઇટ હવે ટીવી, સમાચારમાં આવી ગઇ છે!!

Leave a Reply

%d bloggers like this: