Jul 022011
 

પ્રિય મિત્રો,

આવતી કાલે અષાઢી બીજ છે. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. ફનએનગ્યાન.કોમના સર્વે વાચકોને ‘નયે વરે જી વધાઈયું’!

નવા વર્ષમાં ગણું બધું નવું હોવાનું . દા.ત. ગૂગલ મહારાજ ફેસબુક અને સ્કાયપેને પછાડવા માટે ગૂગલ પ્લસ લઈને આવ્યા છે. હજી તો ફિલ્ડ ટ્રાયલ શરૂ થઈ ત્યાં હલચલ મચી ગઈ છે!

બ્લોગ જગતમાં નવા વર્ષમાં કંઈક નવું કરવાનો વિચાર છે. ગયા વર્ષોમાં બ્લોગ જગતને ઉપયોગી એવી નીચે પ્રમાણેની સેવાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી:

૧) જાન્યુઆરી ૨૦૦૮માં ફનએનગ્યાન ટૂલબાર ડાઉન્ડલોડ = ૧૯૮૬

૨) માર્ચ ૨૦૦૯માં ગુજબ્લોગ (ગુજરાતી બ્લૉગ લેખકો/સંપાદકો અને વાચકોનું ગ્રૂપ) સભ્ય = ૧૧૦૪

૩) એપ્રિલ ૨૦૧૦માં ગુજરાતી બ્લૉગવિશ્વ (બ્લૉગ એગ્રીગેટર) બ્લૉગ = ૪૦૦, ક્લિક્સ = ૧૫,૪૦૦

૪) ડિસેમ્બર ૨૦૧૦માં ગુજરાતી બ્લૉગ્સ (ગુજરાતી બ્લૉગ લેખકો/સંપાદકો અને વાચકોનું જાહેર ગ્રૂપ) મોડરેશન વગરનું ગ્રૂપ

૫) સર્ફગુજરાતી.કોમ આ ડોમેઈન જુલાઈ ૨૦૦૮થી લઈ રાખ્યું છે, બે વખત લોન્ચિંગ માટેની તૈયારી પણ કરી લીધી હતી પણ યોગ્ય પ્રોગ્રામર ન મળવાને કારણે હજુ સુધી કંઈ નક્કર થઈ શક્યું નથી. હવે એક પ્રોગ્રામર મળ્યો છે જેણે તૈયારી દેખાડી છે એટલે હવે આશા જાગી છે કે દિવાળી ઉપર કંઈક નવું મૂકી શકાશે.

ફનએનગ્યાન ટૂલબાર, ગુજબ્લૉગ ગ્રૂપ અને બ્લૉગવિશ્વ એગ્રીગેટર આ ત્રણ સુવિધાઓની જે ખૂબીઓ છે તે બધી સર્ફગુજરાતીમાં સમાવી લેવી અને ખામીઓ છે તેને દૂર કરી પોતાનું સોફ્ટવેર વાપરીને ગુજરાતી લખાણ ઈન્ટરનેટ પર ક્યાંય પણ હોય તો તેના સુધી સરળતાથી પહોંચી શકાય એવું કંઈક કરવું છે.

સર્ફગુજરાતી માટેની મારી અપેક્ષાઓ અને તેની રૂપરેખાના મુદ્દાઓ લખી રાખ્યા છે જે આવતી કાલે પ્રોગ્રામરને આપવામાં આવશે અને મહિના-દોઢ મહિના પછી કંઈક નક્કર જાહેરાત કરવા જેવું હાથમાં હશે એવી આશા સાથે વિરમું છું…

  7 Responses to “અષાઢી બીજ – કચ્છી નૂતન વર્ષ”

  1. વિનયભાઈ,
    નયે વરે જી વધાઈયું..

  2. નવા વર્ષની વધાઈ – Congrats & All the best Vinaybhai …

  3. અજ અષાઢી બિજ વે વડ઼્ળ ને વિજ
    ગીત ખુશી જા ગાઈયું વેં વડેં જા આષીશ
    ચેતન મંગે હિજ નયો વરે મનાઈયું

    ચેતન ફ્રેમવાલા

  4. […] ગૂગલ પ્લસ લઈને આવ્યા છે. હજી તો ફિલ્ડ […] […]

  5. સૌ મિત્રોને નવવર્ષની વધાઈ.

Leave a Reply

%d bloggers like this: