અષાઢસ્ય પ્રથમ દિવસે… – FunNgyan.com
Jul 052016
 

પ્રિય મિત્રો,

આજે અષાઢ મહિનાનો પહેલો દિવસ. આજના દિવસે ‘મેઘદૂત’નું સ્મરણ થઈ આવે. મહાકવિ કાલિદાસે રચેલું એક અપ્રતિમ કાવ્ય કે જેના વિશે કોઈ પણ શબ્દો ઓછા પડે. ‘મેઘદૂત’ એ મંદાક્રાન્તા છંદમાં રચાયેલું વિરહશૃંગારનું મર્મસ્પર્શી કાવ્ય છે. કવિ ઉમાશંકર કહે છે કે ‘મેઘદૂત’ એ વિરહના તાર પર છેડેલી પ્રેમની મહારાગિણી છે, જેમાં એક વિરહી યુગલની વીતકકથા સંસ્કૃતિકથા બની રહે છે. અષાઢસ્ય પ્રથમ દિવસે આકાશમાં એક રમતિયાળ મેઘને જોતાં જ કુબેરના શાપથી પ્રિયતમાથી વિખૂટો પડેલો એક યક્ષ વ્યાકુળ બની જાય છે અને દક્ષિણેથી ઉત્તરે અલકાનગરી તરફ ગતિ કરતા મેઘને પોતાનો પત્રદૂત-સંદેશવાહક-બનાવી વિરહિણી પ્રિયાને સંદેશો મોકલવા તત્પર થાય છે – એ દૂત એ જ મેઘદૂત.

આગળ વાંચવા ક્લિક – મેઘદૂત : સચિત્ર સમશ્લોકી ગુજરાતી અનુવાદ સાથે – સં. રજનીકુમાર પંડ્યા – રીડગુજરાતી

– વિનય ખત્રી

  2 Responses to “અષાઢસ્ય પ્રથમ દિવસે…”

  1. ખુબ જ કીમતી માહીતી બદલ આભાર.

  2. સુંદર લેખ છે.

Leave a Reply

%d bloggers like this: