Apr 012015
 

પ્રિય મિત્રો,

આજે પહેલી એપ્રિલ છે.

૧લી એપ્રિલના મૂરખ બનવાની કે બનાવવાની મજા હવે રહી નથી. એક સમયે અહીં અલવિદા… આવજો…! કહી બ્લોગ બંધ થાય છે તેવી જાહેરાત કરી એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ હવે તેમ કરવાનું મન થતું નથી કારણ કે પહેલા અમુક લોકો અમુક સમયે મૂરખ બનાવતા, અને બનવાની મજા પણ આવતી. હવે હર કોઈ છાસવારે મૂરખ બનાવવા મચી પડ્યા છે ત્યારે દયા આવે છે.

સોસિયલ મિડિયામાં તો એપ્રિલ ફૂલ બનાવવાનું મહિના પહેલાથી શરુ થઈ ગયું છે…

કોઈએ ‘વ્હોટ્સએપ જરાપણ સલામત નથી અને કોઈના પણ મેસેજ કોઈ પણ જોઈ શકે છે’ એવા સંદેશ સાથે એક લિન્ક આપવામાં આવી છે અને આગળ તમે જાતે જ જુઓ… http://twuntu.com/GetMessages/ (તા.ક. અજાણ્યી સાઈટ પર સાચો નંબર લખવાની ભૂલ ન કરવી)

સ્વિફ્ટ કારકોઈએ વળી ‘ભારત ઓસ્ટ્રેલિયા મેચ ફિક્સ થઈ ગઈ હતી’ કહી ફિક્સરની વાતચિતનો ઓડિયો મોકલાવી ‘એપ્રિલ ફૂલ બનાયા’ ગાયન સંભળાવ્યું.

કોઈએ એક કોન્ટેક્ટ શેર કર્યો અને કહ્યું ‘આને ક્લિક કરો, કંઈક બની જશો’!

એક મિત્રએ એક વિડિયો ગ્રુપમાં શેર કરતાં પહેલા લખ્યું ‘આ વિડિયો ભૂલથી અપલોડ થયો છે, ડિલિટ કરી દેજો’

મારા કઝીને સ્વિફ્ટ સેકન્ડ હેન્ડ કાર ખરેખર ખરીદી, બધાને જાણ કરવા વ્હોટ્સએપ કર્યા, સામો જવાબ આવ્યો, ‘એપ્રિલ ફૂલ બનાવવાનું રહેવા દે, કાળા કલરની છે?’ ‘હા છે, તને કેવી રીતે ખબર પડી?’ ‘આ મેસેજ ક્યારનો વ્હોટ્સએપ પર ફરે છે!’

એક સમય હતો જ્યારે મુંબઈના ગુજરાતી મિડ-ડેમાં પહેલી એપ્રિલના પહેલા પાને છપાયેલા બધા જ સમાચારની છેલ્લી લિટી આ પ્રમાણે રહેતી, ‘છેવટે કેલેન્ડર પર નજર કરતાં ખબર પડી આજે પહેલી એપ્રિલ છે…!’

અનુસંધાન ભાગ ૨

  One Response to “જો જો, કોઈ તમને એપ્રિલ ફૂલ ન બનાવી જાય…!”

  1. બહુ સરસ.

Leave a Reply

%d bloggers like this: