Apr 092016
 

પ્રિય મિત્રો,

૧૦૦/૩૬૬

નેટ પર એક ફોટો ફરે છે – પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ ડૉ. એપીજે અબ્દુલ કલામના મોટાભાઈની છત્રી અને ટોર્ચ રીપેર કરવાની દુકાન છે

આ ફોટો કેટલો સાચો કેટલો ખોટો તે જાણવા ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં આ ફોટો સાચો છે કે ખોટો એવા કોઈ પુરાવા ન મળ્યા. મોટા ભાગે આ ફોટો ટ્વીટર પર ફર્યો છે. હા એક બ્લોગ મળ્યો જે કહે છે કે કલામ કુંટુંબ વિશેની જેટલી માહિતી જાહેરમાં છે તેમાં ક્યાંય એવો ઉલ્લેખ મળતો નથી કે ડૉ. કલામના મોટાભાઈ જીવન નિર્વાહ માટે છત્રી/ટોર્ચ રીપેરનું કામ કરતા હતા.

ટૂંકમાં કહીએ તો ડૉ. કલામ સાહેબ સાદું જીવન જીવતા તે બધાને ખબર છે અને આ ફોટોમાં રહેલી ભાવના સાચી છે પણ ફોટો સાચો હોય એવું પ્રમાણ મળતું નથી.

– વિનય ખત્રી

  One Response to “ડૉ. એપીજે અબ્દુલ કલામના મોટાભાઈની છત્રી/ટોર્ચ રીપેર દુકાન”

  1. સમાચાર તો બહુ આવ્યા કરે છે, પન, સાચું મનાય તેમ નથી….કેમકે, એક રાષ્ટ્રપતિના ભાઈને આવું કામ કરવાને બદલે સારું કામ કરવા માટે ગૂડ બુકમાં બતાવવા માટે પણ રાજ્ય સરકાર તો જરૂર કોઈ મદદ કરે..

Leave a Reply

%d bloggers like this: