અંજળપાણી – કભી કભી ગલતીસે મિસ્ટેક હો જાતી હૈ – FunNgyan.com
Jun 082016
 

પ્રિય મિત્રો,

સોસિયલ મિડિયામાં એક ચિત્ર ફરે છે જેમાં રસ્તા પરના ફેરીયાએ કંઈક લખ્યું છે –

અને આ પોસ્ટને એ લોકો લાઈક/કોમેન્ટ/શેર કરી રહ્યા છે જેઓ કોલ્ડડ્રીંકનો ઓર્ડર આપરી વખતે ‘ઠંડા લાના’ ઉમેરવાનું ભૂલતા નથી! અરે ભાઈ, ઠંડું હોય તેને જ કોલ્ડડ્રીંક કહેવાય. આ એજ લોકો છે જેઓ ગોલ સર્કલ પર કોઈને મળવા બોલાવતા હોય છે. સર્કલ ગોળ જ હોય, ચોરસ નહીં. જરૂરી વાતો /ખરાઈ ‘રાઈરટિંગમાં લખીને આપવાનું કહેતા આ જ લોકો હોય છે. એમની જ ક્યારેક ક્યારેક ગલતી સે મિસ્ટેક થઈ જતી હોય છે!

ગુજરાતીમાં વપરાતો એક શબ્દ છે – અંજળપાણી (જુઓ ભગવદગોમંડળ)

જેમાં પહેલા શબ્દ અંજળ (અન્ન+જળ)માં જ પાણી સમાયેલું છે તોય પાછળ પાણી શબ્દ ઉમેરાય છે જ ને!

શાયરીમાં અને વાક્ય રચનામાં પણ ક્યારેક જે તે શબ્દ પર ભાર આપવા તે બમણી વખત ડબલ વપરાય છે. દા.ત. ધીરે ધીરે

તો, આવી ભૂલોને બહુ ગંભીરતાથી સિરિયસ ન લેવી અને ફેરિયાની હસી મજાક કરવાને બદલે ભૂલ સુધારવા માટે ફેરીયાની બનતી કોશિશ કરવી.

અપડેટ – આવો જ એક બીજો શબ્દ છે – ગુલાબજળ જે પોતે ગુલ+આબ (એટલે પાણી)નો બનેલો છે!

gulaabjal

– વિનય ખત્રી

વિશેષ વાંચન

  3 Responses to “અંજળપાણી – કભી કભી ગલતીસે મિસ્ટેક હો જાતી હૈ”

  1. ફેરિયાઓની કે ફોર ધેટ મેટર, પાટિયા લખનારાની ભાષાસમૃદ્ધિ નથી હોતી પણ જે લોકો આવા ફોટા મૂકે છે તેમની ભાષાસમૃદ્ધિ ચોક્કસ પહેલાં ચકાસવી જોઈએ.

  2. આવું પણ સાંભળ્યું જ હશે. : સીધા ડાયરેક્ટ ત્યાં આવી જજો, પાછળ બેકગ્રાઉન્ડમાં સંગીત સંભળાતું હતું , મારું ઘર હાઈવે રોડ ઉપર છે, બધાં ગોળ રાઉન્ડમાં બેસી જાવ… 🙂 🙂 🙂

Leave a Reply

%d bloggers like this: