Jun 272008
 

પ્રિય મિત્રો,

કેમ છો?

હું વિનય ખત્રી, દિવ્ય ભાસ્કરના લેખ સાથે મારી ઓળખ છતી કરી છે ત્યારે વાચકો તરફથી કેટલાક સવાલ પણ ઊઠ્યા છે જેનો વિનમ્રતાથી અને નિખાલસતાથી જવાબ આપવાનો પ્રયત્ન કરું છું.

બીજું નામ શા માટે?

એક બ્લોગ પર ‘નવોદિતોને પ્રોત્સાહન’ અને ‘ઉઠાંતરીને વખોડવા’ની ચાલતી ચર્ચામાં બંને તરફથી દલીલો કરવા માટે નામ રાખ્યું અનિમેષ અંતાણી અને ત્યાં થઇ ગોલમાલ સાથે તડાફડી અને તેમાંથી થયો આ બ્લોગનો જન્મ.

અનિમેષ અંતાણી નામ શા માટે?

પ્લેજરિઝમની ગંભીર ચર્ચામાં હળવા મિજાજમાં દલીલો કરવા માટે કયું નામ રાખવું વિચારતો હતો ત્યાં અનિમેષનું નામ યાદ આવ્યું. આ નામે ભુજના નાગર ચકલામાં ઘણા જોક્સ સાંભળ્યા હતા. અટક ઉછીની લીધી હાસ્યલેખક શ્રી અક્ષય અંતાણી પાસેથી.

ફનએનગ્યાન નામ શા માટે?

બ્લોગ તો જાણે બની ગયો, વર્ડપ્રેસમાં ટોપમાંય આવી ગયો પણ પછી શું? બ્લોગનું બાળ-મરણ? લગભગ નક્કી જ હતું. પણ…

 • તડાફડી પર તડાફડી શરુ કરો…
 • હવે કંઇક વધુ તડાફડી કરો, યાર…
 • What is next post…?

વાચકોના પ્રતિભાવ વાંચીને જોશ આવ્યું અને લગભગ ૬ મહિનાના વિરામ બાદ મને ગમતા રમૂજી ટુચકા, એસ એમ એસ, રમૂજી ચિત્રો મૂકીને બ્લોગને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.

રમૂજી ચિત્રો શોધવા માટે ઇન્ટરનેટનો ઘણો ઉપયોગ કર્યો, એમ કરતાંને વિશ્વની સૌથી નાની વેબસાઇટ અને એટીએમઃ આતો તાડજેવડાઓ માટે છે જેવા લેખ લખ્યા.

પ્રતિભાવમાં ક્યાંક આ તો ‘ગમ્મત સાથે જ્ઞાન’ આપે તેવું છે વાંચીને ગમ્મતનું અંગ્રેજી કર્યું ફન, એન્ડનું ટૂંકું અને પ્રચલિત રૂપ લીધું એન અને પછી જ્ઞાનને અંગ્રેજીમાં લખવું જરા અઘરું પડે તેથી તેનું કર્યું ગ્યાન (હિન્દી). આવી રીતે બન્યું ફનએનગ્યાન. (જોકે બીજા પણ ઘણા નામો હતા પણ તે નામે ડોમેઇન ઉપલબ્ધ ન હતા. અનિમેષ.ઇન લઇ લીધું રાખ્યું છે પણ અનુભવી લોકોએ કહ્યું કે સર્ચ એન્જિન માટે ઇન ડોમેઇન કરતાં કોમ વધારે સારું. સારું, કોઇને animesh.in જોઇતું હોય તો કહેજો, ભાવેભાવ આપી દઇશ.)

નેટસેવિનો વિચાર કેવી રીતે આવ્યો?

તડાફડીની સાથે સાથે મારા મૂળ નામે બીજો પણ એક બ્લોગ બનાવ્યો હતો, નેટ ગાઇડ. એક જ પોસ્ટ લખી ‘PDF કેમ બનાવશો?’ સમયને અભાવે આગળ વધી ન શક્યો. ઉપરાંત એક લેખ વાંચ્યો, બ્લોગ વિશે, જેમાં લખ્યું હતું કે એક કરતાં વધારે બ્લોગ બનાવવા સહેલા છે, પણ ચલાવવા અઘરા છે. એટલે એક જ બ્લોગ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું અને આમ, નેટ ગાઇડ આગળ જઇને નેટસૅવિ બન્યું.

નવું નવું ક્યાંથી અને કેવી રીતે શોધી લાવો છો? નો જવાબ અને વધુ સવાલો આવતીકાલે

  28 Responses to “અનિમેષ અંતાણી નામ શા માટે?”

 1. આ નામ પણ ‘તખલ્લુસ’ હોઈ શકે !!

 2. મારા પોતાના નામે પણ મહાનુભાવોએ મારી પોસ્ટ પર કોમેન્ટ આપેલી છે- એની સામે પણ ક્રુઝેડ કરવા જેવી નથી લાગતી?

 3. અરે બાપરે!!!

  એક સાથે આટલું બધુ પચશે નહીં. ટૂલબાર વિશે દિવ્યભાસ્કરમાં લેખ બદલ અભિનંદન…..અને નામ માટે તો શું કહું ?

  ઈવન વ્હોઈસ.નેટમાં ય તમે અનિમેષ અંતાણીને જ રજીસ્ટર કરાવી રાખ્યા છે?

  ગમે તે, નામ ગમે તે હોય, કામ સરસ છે અને અમને એ જ જોઈએ છે..

  કામ કરતા રહો……સારા કામના ફળ મળ્યા જ કરશે.

 4. હુઇઝ.નેટ ડેટાબેઝમાં નામ મૂકવું/બદલવું હાબા હાથ, sorry, ડાબી ક્લિકનું કામ છે, સારું છે તમે યાદ અપાવ્યું હમણાં જ અપડેટ કરી દઉં છું.

 5. હ્મ્મ્મ આ ઈતિહાસથી તો હું પરિચીત જ હતો … પણ આ નામ વાળી તડાફડી મને કાલે જ ખબર પડી !! …

  ગુડ ગુડ … પેલા એક ભાઈ હતા ને ગોલમાલની સાથે .. તે કહેતા તેમ … “લગે રહો…” !!

 6. બીજું કોઇ નહીં પણ ગોલમાલભાઇ જ કહેતા ‘લગે રહો’.

  હું હજી લાગ્યો પડ્યો છું અને ગોલમાલ ગાયબ છે!

 7. ગોલમાલભાઈ કહે કે ના કહે અમે કહીએ છીએ કે લગે રહો…

 8. આખરે તડફડ તડાફડી બહાર આવી ગઈ ખરી.

 9. નીલા આન્ટી,

  તડતડ તડાફડી બહાર આવશે તો જ જ્ઞાન આવશે અને તેમાં જ ફન છે, કેમ બરાબર ને?

 10. શેક્સ્પિયરે કહ્યુ હતુ ને કે,”What is there in the name?” તો નામ જે હોય તે લોકો તો કામ જ જોવે છે ને??!!

 11. અરે ભાઈ, વિનયભાઈ નામ તો સાચું છે ને ? મજાક કરું છું. જયશ્રીબહેને બરાબર લખ્યું છે અમને તો તંમારું કામ ગમે છે પછી ભલે ગમે તે નામે લખો.
  -માવજીભાઈના “સવિનય” પ્રણામ

  પધારતા રહેશો http://www.mavjibhai.com પર.

 12. તમારા નામ અને કામ માટે અભિનંદન વિનયભાઈ…!

 13. અનિમેષભાઈ, oh sorry, વિનયભાઈ

  આ તો દિવ્યભાસ્કરે કૃપા ન કરી હોત તો તમે તો પકડાત જ નહીં. મને લાગતું’તું કે ગોલમાલભાઈ છૂપા રુસ્તમ છે પણ તમે તો એમનાથી ય મોટા છૂપા રુસ્તમ નીકળ્યા.

 14. @ હેમંત પુણેકર

  તમને ઇમેઇલ કરતી વખતે નામ અનિમેષનું અને આઇડી મારું એવી ગંભીર ભૂલ કરી હતી ત્યારે કેમ પકડી ન પાડ્યા?

 15. અનિમેષભાઈ,
  તમારી ઓળખ જાણીને આનંદ થયો અને સાઈટનો ઇતિહાસ જાણીને સાનંદાશ્ચર્ય થયુ. માત્ર એક નાનકડી (આમ તો વ્યર્થ કહેવાય તેવી) ચર્ચા ના મુળ માથી આટલા સુંદર બ્લોગ નો જન્મ થયો તેજ બતાવે છે કે હકારાત્મક અભિગમ કેટલો રચનાત્મક અને પ્રાણદાયક બની રહે… તમારા આ સહેતુક પ્રયત્નને કારણે અમને ગુજરાત થી જોજનો દુર બેઠેલાને આજે ગુજરાતી ભાષાને સ્પર્શી રહેવાનુ મળે છે તે ખુબ સરાહનીય છે.
  આભાર સાથે અભિનંદન!!!

 16. ગુલાબ ને કોઇ પણ નામથી બોલાવો,સુગઁધ માઁ ફરક નહીઁ પડે.

 17. નામમાં શું બળ્યું છે
  અમારે એની સાથે કંઈ લેવા દેવા નથી. અમારે તો તમારી સાઈટ અને એનાથી વધતા અમારા જ્ઞાન સાથે મતલબ છે. તમે તમારે અનિમેષ અંતાણી બન્યા રહો. કોઈને કંઈ વાંધો નથી.

 18. કેટલા ટાઇમથી Aprilfooool બનાવ્યા…..

 19. ૮ માર્ચ ૨૦૦૭ના રાત્રે ૯.૧૦ થી ૨૭ જુન ૨૦૦૮ સવારે ૭.૦૦

  ૧ વર્ષ, ૩ મહિના, ૧૮ દિવસ, ૯ કલાક અને ૫૦ મિનિટ.

  બીજી રીતે કહું તો ૪,૧૧,૬૧,૮૦૦ સેકંડોથી, અથવા ૬,૮૬,૦૩૦ મિનિટોથી અથવા ૧૧,૪૩૩ કલાકોથી.

  આ સમયની ગણતરી મારી નથી, આ સાઇટની મદદથી કરેલી છે!

 20. જલશ્રીબેને કહુયું તેમ “What’s there in a name?” તેને હું પણ ટેકો આપું છું.તમારો ફોટો જોઈને પણ સાશ્રયાનંદ થયો. તેમા તો તમે ખુબ સુંદર અને છ્તાં બુધ્ધિશાળી દેખાવ જ છો.બાકી તમારા કામ પ્રમાણે તો હું તમને બુઢઢા જ માનતી હતી.આવું સરસ કામ કરવા નો સમય કયારે મેળવો છો તે તો જરા સમજાવો.મને પણ કોમ્પ્યુટર માં (નેટ) માં ખુબ રસ છે પણ કોઈ શિખવાડનાર નથી અને જાતે Funngyan નો ટુલ બાર ડાઉનલોડ કરવામાં લોચો (ખમણ નો નહીં, હં કે)માર્યો છે.હવે તમારે જ મદદ કરવી પડશે. જવાબદા પણ તમે જ છો.જય શ્રી ક્રિષ્ણ!વિનયભાઈ ઉરફ અનિમેષભાઈ.

 21. અભિમન્યુના કોઠા જેવો તમારા બ્લોગનો ઇતિહાસ રોચક અને પ્રેરક પણ રહ્યો.
  નાગરોનું બહુમાન કરવાની તમારી આ રીત નિરાળી લાગી. જ્ઞાન સાથે ગમ્મત
  કરાવતા રહો એવી શુભ કામના.

 22. ચાલો તમારા વીશે પણ હવે સાચી ઓળખ મળી.

 23. LOL.

  તમે તો યાર જબરા નીકળ્યા 🙂

 24. અને એ તો ઠીક, ખોટું ઓરકુટ એકાઉન્ટ પણ બનાવ્યું. સારો એવો ટાઇમ ફ્રી મળતો હોય એવું લાગે છે.. 😉

 25. ઓર્કુટ પર ફક્ત અકાઉન્ટ જ બનાવ્યું હતું, પ્રવૃતિ નહોતી કરી.

  સવાર અને સાંજ ૩૦ મિનિટ ફાળવું છું. દરરોજ ટાઇમ મેનેજ થઇ શકતો નથી.

 26. […] * આપણે તો કાર્તિક મિસ્ત્રી જ છીએ, એટલે અનિમેષભાઇની જેમ પડદા પાછળનાં વિનયભાઇ ન હોવાથી કે કોઇ તકરારવાળા કાકાઓ કે […]

 27. એક લેખ, બે નામ અને આટલી બધી ચર્ચા!

 28. હવે નામનુ પત્યુ હોઇ તો આગળ વાત ચાલશે ખરી?

Leave a Reply

%d bloggers like this: