May 012008
 

પ્રિય મિત્રો,

અહીં આપણે એન્જિનિયર અને મેનેજરની તડાફડી માણી આજે જોઇએ એન્જિનિયરના લક્ષણોની યાદી:

  • દિવાળીની રોશનીમાં ઊડેલો બલ્બ શોધતો જોવા મળે તો તે એન્જિનિયર હશે.
  • દિવાળીના બોનસમાંથી કોમ્પ્યુટરની મેમોરી (રેમ) અપગ્રેડ કરવાનું વિચારતો હોય તો તે એન્જિનિયર હશે.
  • લકઝરી લાયનર કે આલિશાન ક્રુઝ પર મોજમજા કરવાને બદલે એન્જિન રુમ નજીક આંટા મારતો જોવા મળે તો તે…
  • પત્નીને તેના જન્મદિવસે નવું નક્કોર સીડી કે MP3 પ્લેયર લાવીને ભેટ આપે તો તે અન્જિનિયર હશે.
  • ઊભી અને આડી લાઇનો દોરેલી ન હોય તેવા પાના પર લખવું કેમ તે વિચારતો હોય તો તે…
  • મિનિટના ૭૦ શબ્દો ટાઇપ કરી કરી શકે પણ પોતાનું લખેલું વાંચવામાં સમય લગાડેતો તે …
  • છોકરીને “તારા વાળ સુંદર, સીધાને સમાંતર છે” કહે તો તે…
  • મોટર બોટમાં છેલ્લી પાટલીએ બેસીને ફરતા પંખાને જોતો જોવા મળે તો તે…
  • નકામા/ખોટકાયેલા ઇલેક્ટ્રીક ઉપકરણમાંથી વાયર કાઢીને સાચવીને મુકે તો તે…
  • તેની સગાઇની વિંટી કરતાં તેનું કેલ્ક્યુલેટર મોઘું હોય તો તે…
  • કાળા બુટની સાથે સફેદ મોજા કે સફેદ ટેનિસના બુટની સાથે કાળા મોજા પહેરે તો તે…
  • ખુલ્લી અગાસીમાં આકાશ તરફ જોતાં તારાઓ જોવાને બદલે ઉપગ્રહ શોધતો હોય તો તે…
  • તેને જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ શું કામ કરે છે તે ખબર હોય તો તે…
  • તેના લેપટોપ કોમ્પુટરની કિંમતમાં એક નાનકડી કાર આવી જાય તો તે….
  • તેની પત્નીને તે ઓફિસમાં શું કરે છે તેની જરા પણ કલ્પના કે અણસાર ન હોય તો તે…
  • એક સેકન્ડનો પગાર કેટલો થાય તે હિસાબ માંડી બેઠો હોય…
  • ૧૦૦ રુપિયાવાળો રેડિયો રિપેર કરવાની કોશિશ કરતો જોવા મળે…

તો તે ચોક્કસ એન્જિનિયર જ હશે.

  7 Responses to “એન્જિનિયરને કેમ ઓળખશો?”

  1. વાહ… બરાબર ઓળખ્યા એન્જિનિયરને..

  2. મારા એક મિત્રે વેલેન્ટાઇન ડે પર તેની ગર્લફ્રેન્ડને ઇન્ટેલ ૯૧૫ મધરબોર્ડ આપેલું 😉

  3. બહુ સાચું!

    ૨. દિવાળીના બોનસમાંથી RAM લેવાનું મેં પોતે કરી દેખાડ્યું છે. 😀

  4. Animesh,

    good thought, however not all engineers are like this…i am saying this being one of them…..but yes…..major parts are true…..

    U see you have to pay to become a Technical Person…..!

  5. @ Jignesh,

    This is your opinion, ask your friend or spouse to comment on this.. 😉

  6. ખુબ સરસ અનિમેષભાઈ, અભિનઁદન. ક્યારેક એન્જિનીયર સિવાય અન્ય વિષે પણ લખતા રહો.

  7. વાહ યાર ખુબ સરસ પનઆ એન્જિનીયર સાવ આવા હોય ?

Leave a Reply

%d bloggers like this: