Sep 012009
 

પ્રિય મિત્રો,

ઈન્ટરનેટ પર ગૂગલ સૌથી વધુ જોવાતી સાઈટ છે… ઈન્ટરનેટ પર સૌથી વધારે જાહેરાતો ગૂગલને મળે છે… એવી વાતો આપણે સાંભળતા/વાંચતા હોઈએ ત્યારે આપણને એવા સવાલો થતા હોય કે કોણ આ બધી માહિતી આપતું હશે? ઈન્ટરનેટના મહાસાગરમાં કોણ કેટલા પાણીમાં છે તે કેમ ખબર પડે? ઈન્ટરનેટ પર ગૂગલ નંબર ૧ છે, તો આપણો નંબર કેટલામો છે? ઈન્ટરનેટ પર જાહેરાત આપવી હોય તો કઈ સાઈટ પર આપવી જોઈએ જેથી વધુને વધુ લોકો સુધી પહોંચી શકાય?

આ બધા પ્રશ્નોનો જવાબ જાણવાની કોશિશ કરતાં કરતાં હું પહોંચ્યો એલિઝા.કોમ પર. ટાઈમ્સ મૅગેઝિને ૧૯૯૯માં જેને પર્સન ઑફ ધ યર તરીકે નવાજ્યા હતા તે જેફ્રી બેજોસની માલિકીની આ સાઈટ છે. જેફ્રી બેજોસ એટલે ઓનલાઈન પુસ્તકો વેચતી એમેઝોન.કોમના માલિક.

એલિઝા કઈ વેબસાઈટ કેટલામે નંબરે છે તેની નોંધ રાખે છે. આ સેવા સાવ મફત છે. નામ નોંધાવવું જરૂરી નથી. આપણને કદાચ એલિઝા વિશે ખબર ન હોય એવું બને પણ એલિઝાને આપણી ખબર હશે! ઈન્ટરનેટના મહાસાગરમાં આપણું ટીપું કેટલું મોટું (કે નાનું) છે તે જાણવા માટે ચાલો એલિઝાની મુલાકાતે: http://alexa.com

આપણાં બ્લોગ/વેબસાઈટનું રેન્કિંગ જાણવા માટે અહીં દર્શાવ્યા પ્રમાણે એડ્રેસબારમાં લખો.
દા.ત. ફનએનગ્યાનનું રેન્કિંગ જાણવા માટે એડ્રેસબારમાં http://alexa.com/siteinfo/funngyan.com લખો,
વર્ડપ્રેસ બ્લોગ માટે http://alexa.com/siteinfo/tadafadi.wordpress.com લખો.

આમ કરતાં નીચે પ્રમાણેનું પાનું ખુલશે તેમાં ‘Trafic Rank’ શબ્દની ઉપર જે આંકડો બતાવે છે તે આપણી વેબસાઈટ/બ્લોગનું રેન્કિંગ છે:

આપણી વેબસાઈટ/બ્લોગનું રેન્ક જાણી લીધા પછી ચાલો હવે સરખામણી કરીએ…

સૌપ્રથમ વિશ્વમાં નંબર ૧ કોણ છે તે જોઇએ: ૧. ગૂગલ.કોમ (ટ્રાફિક રેન્ક ૧) ૨. યાહુ.કોમ (ટ્રાફિક રેન્ક ૨) ૩. ફેસબુક.કોમ (ટ્રાફિક રેન્ક ૩)

ભારતમાંથી જોવાતી સાઈટ્સ… ૧. ગૂગલ.કો.ઈન (રેન્ક ૧૨), ૨. ગૂગલ.કોમ (રેન્ક ૧) ૩. યાહુ.કોમ (રેન્ક ૨)

સેલિબ્રિટી બ્લોગ: અમિતાભ બચ્ચન (૩,૦૨૯), આમિર ખાન (૫૧,૩૪૧), નરેન્દ્ર મોદી (૩,૯૬,૦૨૪)

ગુજરાતી છાપાઓ… સંદેશ (૨૦,૭૬૦), દિવ્ય ભાસ્કર (૨૧,૭૭૮), ગુજરાત સમાચાર (૩૩,૧૯૭)

ગુજરાતી બ્લોગ્સ/વેબસાઈટ: રીડગુજરાતી (૨,૩૪,૦૨૩), ટહુકો (૪,૨૩,૧૩૪), રણકાર (૭,૯૬,૦૭૬), લયસ્તરો (૧૩,૫૪,૩૪૮), ગદ્યસૂર (૧૫,૫૭,૦૨૦) ફોરએસવી (૧૯,૭૦,૪૪૪)

પત્રકાર/લેખક: સૌરભ શાહ (૧,૯૨,૨૦૩), ઉર્વિશ કોઠારી (૧૨,૨૨,૭૨૮), જયવંત પંડ્યા (૩૩,૪૨,૪૩૪), ગુણવંત શાહ (૬૦,૯૨,૩૧૭)

વાંચન વિશેષ: વિશાલ મોણપરા (૪,૨૭,૩૮૯), ઝાઝી.કોમ (૫,૬૦,૫૬૯)

ગુજરાતી બ્લોગ એગ્રીગેટર: નિપ્રા (૧૫,૩૮,૬૩૭), ફોરએસવી (૧૯,૭૦,૪૪૪)

આપનો વિશ્વાસુ: ફનએનગ્યાન.કોમ (૫,૯૩,૫૦૯)

(નોંધ: ઉપરના બધા આંકડા ગઈકાલે સાંજે લીધેલા છે અને ભારતીય પદ્ધતિ પ્રમાણે દર્શાવેલા છે: લાખ પછી અલ્પવિરામ મૂક્યું છે)

  20 Responses to “ગૂગલ #૧ છે, મારો નંબર કેટલામો છે?”

 1. પ્રિય વિનયભાઈ,
  તમે અમને ખુબ જ સરસ માહિતી આપી છે, તે બદલ તમારો ખુબ ખુબ આભાર!!
  લેખક-પત્રકાર મિત્રો ને પણ અભિનંદન!!

 2. ગુજરાતીલેક્સિકોન.કોમ: 54,140

 3. This is a wonderful site and have a great caculations.
  Thanks.

 4. તમારે આ બધી સાઇટ્સનો ભારતમાં રેન્ક કેટલો છે તે જોવું જોઇએ. ગુજરાતીલેક્સિકોન ભારતમાં: 2,653

 5. આવી સરસ માહિતી આપવા બદલ આભાર.

 6. આજ રોજ હાલ જ મેં મારા”યુવારોજગાર” નો રેન્ક જોયો ને પરમ સંતોષ કે નેટ પર સમય કાઢીને જે હું લખવાની મહેનત કરું છું તે એળે જતી નથી.

  “યુવારોજગાર” વર્ડપ્રેસ ૩૬,૨૫,૦૬૨ ભારત માં વાચકો ૮૨.૭%
  “યુવારોજગાર” ગુજરાતીબ્લોગ્સ.કોમ ૩૪,૩૭,૨૧૨
  “કલમપ્રસાદી” વર્ડપ્રેસ ૬૯,૦૭,૩૬૮

 7. Thanks for sharing this information. Really useful tool to track traffic on your site.

 8. અદ્‌ભુત!

  આ દુનિયાવાળા ભાયડાઓ કાલ સવારે આપણા શ્વાસોચ્છ્વાસ પણ ગણશે એવું લાગે છે. આ હિસાબે આ લોકો પાસેથી માણસની મૃત્યુ તારીખ પણ મળી શકશે.

  પ્રિય મિત્ર, તમારા ખાંખાખોળા અમને સૌને વહાલા છે. આવા મજાનાં જ્ઞાનખજાના ખોલીને બતાવતા રહેજો.

 9. વિનયભાઈ થેંક્સ ફોર ખાખાંખોળા…

  જુગલકિશોર ભાઈ

  શ્વાસ/મિનિટ ગણવાની સાઇટ તો છે જ – ઘણા સમયથી.. એના હિસાબે મારી ટીકીટ 13 ડિસેમ્બર 2022ના રોજ ફાટવાની છે, જુઓ આ રહ્યો પુરાવો.

  • ડેથડેટ જેવી સાઈટ પર પોતાના હિસાબે અને જોખમે જવું. ત્યાં લખેલું હોય કે આજે તમારો છેલ્લો દિવસ છે અને એવું વાંચીને ખરેખર તમારું હ્રદય બંધ પડી જાય તો તે માટે ફનએનગ્યાન.કોમ જવાબદાર રહેશે નહીં. 🙂

 10. વિનયભાઇ, બહુ સુંદર,માહિતીપ્રદ લેખ. આભાર.
  શાથે રજનીભાઇનો પણ આભાર !!! અને ઉપર આપની તા.ક. તો ક્યા કહેના !!!

 11. Vinay,

  Good Article. My site http://blog.sqlauthority.com has 25,000 rank on Alexa.

  Kind Regards,
  Pinal

 12. ઈન્ટરનેટમાં ખૂણેખાંચરે શોધ કરી લેનાર વ્યક્તિ માટે તો આ સાઈટની જાણકારી ઘણાં સમયથી હોવી જોઈએ..

  તો પોસ્ટ આટલી મોડેથી કેમ ?

 13. fun n gyan jevu nam avu kam che……….. site mathi bahar javanu man nathi thatu

 14. Good information Vinaybhai. My blog has worldwide Alexa Rank of 1,068,507 and India Rank is 46,906.

 15. ખુબ સરસ માહિતી.
  Alexa ranking વિષે આજે જ જાણકારી મળી.
  દુનિયાની અબજો વેબસાઈટસ વિષે આટલી બધી
  ગણતરીઓ કરાય છે, એ આજે જાણવા મળ્યું.
  પ્રવીણ શાહ

 16. બહુ જ સરસ માહિતી અને સર્વે વિનયભાઈ … આભાર

 17. શ્રી વિનયભાઈ..

  આપના થકી બ્લોગ જગતને મળતી સેવાથી એક અહોભાવ આપના પ્રત્યે ઊભો થાય છે અને જણાવતાં આનંદ થાય છે.

  સુંદર માહિતી સભર બ્લોગ પોષ્ટો માટે અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

%d bloggers like this: