Feb 252013
 

પ્રિય મિત્રો,

લોકપ્રિય સામયિક ‘ચિત્રલેખા‘ આપનું પણ પ્રિય સામયિક હશે. એંસીના દસકામાં જ્યારે હરકિશન મહેતા સાહેબની નવલકથા તુલસી-ચિંતન, આઈ મીન, ‘જડ-ચેતન‘ હપ્તાવાર ચિત્રલેખામાં પ્રસિદ્ધ થતી હતી ત્યારથી હું નિયમિત ‘ચિત્રલેખા’ વાંચું છું. સામાન્ય રીતે ચિત્રલેખા વાંચવાની શરૂઆત ‘નારદજી’ના કાર્ટુનથી થતી પણ જ્યારે પ્રિય લેખકની બહુ પ્રિય એવી નવલકથા છપાતી હોય ત્યારે ચિત્રલેખા હાથમાં આવે એટલે પહેલા નવલકથા વંચાય.

એક સમય એવો પણ આવ્યો કે ચિત્રલેખા વાંચવાની શરૂઆત પહેલે પાનેથી નહીં પણ છેલ્લે પાનેથી થવા લાગી. ‘મુખવાસ’ અને તેમાંય ખાસ કરીને ‘એલચી’ વાંચીને.

‘તારક મહેતાના ઊંધા ચશ્મા’ નિયમિત વંચાય પણ નિરાંતે વંચાય, ખાસ કરીને બસ-ટ્રેનની મુસાફરી દરમ્યાન. તારક મહેતાનો હાસ્ય લેખ વાંચતાને ક્યારેક હસવું પણ આવી જતું અને સહપ્રવાસી આપણી તરફ જરા ધ્યાનથી જોતા પણ ખરા!

આજકાલ ચિત્રલેખા વાંચવાની શરૂઆત વચ્ચેથી થાય છે અને તે પણ એક જાહેરખબરથી! ટુબી મોર પ્રિસાઈઝ, ‘કેસરી ટૂર્સ‘ની જાહેરખબરથી. નવાઈ લાગે છે ને? જાહેરખબર તે કોઈ દિવસ વંચાતી’ હશે? નીચે એ જાહેર ખબરનો ફોટો મૂક્યો છે, જાતેજોઈ લો:

aisikitaisi

આખા પાનાની જાહેરખબરમાં ૨૦% પાનું ‘કેસરી’ ટૂર્સની ખરેખર જાહેર ખબર માટે વપરાયું છે અને ૮૦% પાનું ‘કેસરી ટૂર્સ’નાં મેનેજિંગ ડાયરેક્ટર વીણા પાટીલ પોતાના વિચારો દર્શાવે છે. દર અઠવાડિયે નવો અને નિરાળો ટોપિક હોય. લેખ કદાચ તેઓ મરાઠીમાં લખતા હશે અને કોઈ તેનું ગુજરાતી ભાષાંતર કરતું હશે. જો કે ભાષાંતર સારું હોય છે. વીણાતાઈ જાતે ગુજરાતીમાં લખતા હોય એવું પણ બને અને જો એમ હોય તો તેમનું ગુજરાતી બહુ સારું છે.

એક રીતે જોઈએ તો આ બ્લૉગિંગ જ છે. આપણને વર્ડપ્રેસ કે બ્લૉગર દ્વારા મફતમાં મળેલા પાના પર પોતાના વિચારો લખતાં કાંટા વાગતા હોય છે અને આપણે કૉપી-પેસ્રટીંગના રવાડે ચડી જતા હોઈએ છીએ જ્યારે વીણાબેન આખાપાનાની જાહેરખબરના પૈસા ચૂકવીને પોતાના મૌલિક વિચારો લખે છે. જાહેરખબર+બ્લોગિંગ = એક નવતર પ્રયોગ જાહેરખબરનો.

વીણાબેનના લેખમાં વિષયોનું વૈવિધ્ય પણ બહુ જ સરસ હોય છે અને શિર્ષક પણ યોગ્ય રીતે બાંધેલા હોય છે. અહીં મૂક્યો છે તે લેખનું શિર્ષક છે: “… કી ઐસી કી તૈસી!” આ લેખમાં તેણી એ  ઈ-કોમ્પ્યુનિકેશ વિશે લખતાં કહે છે: ‘અમારા ટૂર મેનેજર્સ પણ હવે આ ઈ-કોમ્યુનિકેશનને લીધે નજીક આવ્યા છે. અગાઉ મહિનો-બે-મહિના ટુર પર રહેતા. સંપર્ક થતો નહોતો.’

લેખમાં આગળ કોઈકર્મચારીની ભૂલ થઈ હોય તો તેને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે તે વિશે લખ્યું છે. કર્મચારીઓને તેણી ‘કેસરીયન’ કહે છે: ‘ભૂલ કોણે કરી તેના કરતાં ભૂલ કઈ રીતે થઈ અને આગળ જતાં તે જ ભૂલ કોઈ નહીં કરે એવી માનસીકતા સૌમાં હોવું તે મહત્વનું છે અને આ કલ્ચર નિર્માણ કરવામાં અમે ખાસ્સી સફળતા હાંસલ કરી છે તેનો સંતોષ છે.’

થયેલી ભૂલ વિશે પોતાનો અનુભવ વર્ણવતાં અને ઈમેઈલમાં વપરાતા ખાસ ઈન્ગ્રેડિયન જેવાં કે સીસી (કાર્બન કૉપી) અને બીસીસી (બ્લાઈન્ડ કાર્બન કૉપી) વિશે લખતાં તેણી કહે છે: ‘અમારી ઓર્ગેનાઈઝેશન અને તેમાંના સર્વ કેસરીયન્સમાં એટલી પારદર્શકતા હોવી, ટ્રાન્સપરન્સી હોવી જોઈએ કે બીસીસી કરવાની જરૂર જ નહીં પડે. બધું જ ખુંલ્લં ખુલ્લા.’

પાર્દર્શકતા વિશે લખાતાં તેણી આગળ લખે છે: ‘સૌ બેઠેલા હોય ત્યારે એક જણે બીજાના કાનમાં બોલવું… આ કમસેકમ ઘરમાં તો બનવું જ ન જોઈએ. ઘરનાં માણસોમાં શું કોન્ફિડેન્શ્યાલિટી?’

ધંધાની વાત આગળ વધારતાં તેણી લખે છે: ‘ એકાદ એરફેર કે પેકેજ જો કોઈ ઓનલાઈન લોન્ચ કરે તો કોમ્પીટિટર ત્રીજી મિનિટે જ તે તેમની પાસે અથવા વધુ ઓછા પૈસામાં લોન્ચ કરાય છે. એટલે કે અનેક દિવસોની – મહિનાઓની – વર્ષોની મહેનત અને કોન્ફિડેન્શિયાલિટીની ઐસી કી તૈસી કરવાની સ્પીડ છે ફક્ત ત્રણ મિનિટ.’

લેખને અંતે આપણો પ્રિય વિષય છેડતાં તેણી લખે છે :  ‘કૉપી કરવું, આઈડિયા ચોરવા જેવી બાબતો બને ત્યારે થોડી વાર તો નિરાશા આવે જ છે. તે સમયે સ્પેનિશ આઈક્રોનિક પર્સનાલિટી સાલ્વાદોર દાલીનું એક વાક્ય બહુ જ બળ આપી જાય છે. તેઓ કહે છે, હું કૉપી કરનારને ધન્યવાદ આપું છું. તેઓ કૉપી કરે છે તેથી જ હું સતત કાંઈક નવું નિર્માણ કરતો રહું છું.’

[વીણાતાઈનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે. જો તેઓ રજા આપશે તો તેમના બધા લેખ અહીં મૂકવાની ઈચ્છા છે અને આશા છે આપને પણ વાંચવાની મજા પડશે.]

  20 Responses to “સૌથી મોંઘા ભાવનું બ્લૉગ લેખન…”

 1. સરસ વાત લાવ્યા છો…..આ એક નવતર વલણ ને નવતર દીશાચીંધણું છે. જાહેરાત દ્વારા સાહિત્યની વહેંચણીનો – ભલે મોંઘો છતાં – આ પ્રયોગ વિચાર–પ્રાગટ્યનો નમુનો ગણાય.

  અભીનંદન.

 2. Yes, that way you can bring down the cost of advertising as well as give something of intererst to the reader. A win-win situation !

 3. સરસ વિચાર છે વેપાર અને વાંચન સજોડે !

 4. હું પણ વીણા પાટીલના દરેક લેખ રસપૂર્વક વાંચું છું. મને એ લેખ બહુ જ ગમ્યો હતો જેમાં એમણે એક સાધારણ સ્થિતિની વ્યક્તિએ પૈસા બચાવી બચાવીને દુનિયાની સફર કરી હતી તેની વાત કરી હતી. તમને જો આ લેખો અહીં મૂકવાની પરવાનગી મળે તો આ લેખ જરૂરથી મૂકશો.

 5. Good. આને પબ્લિશિંગ ઇનોવેશન કહી શકાય. જ્યાં જાહેરાત કરતા કન્ટેન્ટ થોડી વધારે અસર જન્માવતી હોય છે.

 6. પારદર્શકતા બહુ મહત્વની છે.કોઈની વસ્તુ થોડી વાર વાપરીએ તો પણ થૅન્ક્યૂ કહીએ છીએ, તો કોઈનો વિચાર વાપરતાં થૅન્ક્યૂ કહેવામાં શરમ શા માટે આવે? વિનયભાઈ, તમે તો બ્લૉગજગતમાં ઘરફોડી વિરુદ્ધના આંદોલન માટે પ્રખ્યાત છો પરંતુ, ઘણા ઇમેઇલ પણ એવા મળે છે, જેમાં સારી કવિતા હોય કે સારો લેખ હોય, માત્ર રચનાકારનું નામ ન હોય!

  શ્રીમતી વીણા પાટિલનો લેખ સારો લાગ્યો. ભૂલનો પ્રચાર કરવાનો ઉદ્દેશ પણ ભૂલ કોણે કરી તે કહેવાનો નહીં, ફરી એવી ભૂલ ન થાય તે જોવાનો હોવો જોઈએ. બહુ સચોટ અને વ્યવહારૂ વાત છે.

 7. સાહીત્યમાં આવો પણ એક પ્રકાર હોય છે. સાહીત્યનું સાહીત્ય, જાહેરાત, ખર્ચ અને વળતર.

  સાહીત્યના સામાયીકોમાં અને જાહેરાતોમાં પણ સાહીત્ય હોય છે.

  સવારના જાહેરાત બરોબર વંચાતી ન હતી એટલે પ્રયત્ન ન કરેલ.

  હવે જાહેરાત બરોબર વંચાય છે.

  નવ નીર્માણમાં નકલ કરનારાઓનું ભલુ હોજો……

 8. It is correctly mention good reading together nice idea of advertisement, I am also always reading the particular page and it is always giving something new on Human Resources Techniques., GREAT IDEA !!!!!!!!!!!!!!

 9. By the way, I had gone on a Kesari tour to Japan-China and have written a tour diary. It is available in my blog rameshndesai.blogspot.in for those interested in reading it.

 10. વીણાતાઇના લેખના ‘પ્રતિબધ્ધ’ વાંચકો તેમના લખાણ અને લેખનીને કારણે ઘાણા થયા જ હશે, તેમાં શંકાને સ્થાન નથી. તેમાંના કેટલાં તેમની ‘સહેલગાહની સેવાઓ’નાં ગાહક થયાં હશે એ તો કલ્પનાનો જ વિષય છે. સિવાય કે તેમની કંપનીએ આ બાબત સંશોધન કરી અને ઠોસ તારણો મેળવ્યાં હોય. આમ આપણને જરૂરથી ‘સારૂં વાંચન’ મળી રહે છે, પણ માર્કેટીંગ મેનેજમેન્ટની દ્રષ્ટિએ કે તેમની કંપનીનાં ‘બ્રાંડ મૂલ્ય’ની દ્રષ્ટિએ આ પ્રયોગની અસરકારક વળતર મળે છે કે તે વિચારણીય બની રહે છે.

  જાહેરાતની આવી જ એક અતિપ્રખ્યાત અને લોકપ્રિય શ્રેણી ‘અમુલ’નાં હૉર્ડીંગ્સ છે.

 11. વિનયભાઈ, તમે સરસ વાત લઇ આવ્યા .જાહેરાત પણ થાય અને એની સાથે સાહિત્ય પણ વંચાય .

  પણ આ તો જેને પોસાય એ જ કરી શકે .

 12. […] બ્લૉગની કૉપીપેસ્ટ મૂકી છે. (જૂઓઃhttp://funngyan.com/2013/02/25/aisikitaisi/. ‘મોંઘા ભાવનું બ્લૉગિંગ’ શીર્ષક છે, […]

 13. Vina tai is a respectable name as a tour operator. i like her thoughts .Thanks for giving the coverage.
  bhaskar thakar

 14. સરસ લેખ છે.આભાર વિનયભાઇ આવો સુંદર લેખ (જાહેરાત) શેર કરવા બદલ

 15. પેઈડ બ્લોગીંગ હંમેશા ઘોસ્ટ ઓથોરશીપ વિશે શંકા જન્માવે ….!!! શું આ વીણાબેન વિશે વધુ તપાસ કરી શકે વિનયભાઈ ?

 16. nice article..vinaybhai congrats hamesha kashuk navu lavava badal..

 17. વાહ…આ નવલો–નવતર પ્રયોગ ગમ્યો.

 18. વીણાતાઈ ના આ પીસ નું સાહિત્યિક અને વૈચારિક મૂલ્ય તો ઊંચુ ગણાયપણ સાથે સાથે જાહેરખબર મૂલ્ય પણ ઊંચુ ગણાય.

 19. Nice article. I wanted to write in Gujarati. I selected Type in “GUJARATI, but I couldn’t write, “Why and how?

 20. KEASRI ARTICLE BY VEENA PATIL, M.D, IS ALWAYS IMPRESSIVE….BY THIS ARTICLE SHE IS DOING BRANDING BY DEFAULT, WHICH WAS HER LATEST ARTICLE,

Leave a Reply

%d bloggers like this: