Apr 032016
 

પ્રિય મિત્રો,

૯૪/૩૬૬

airtel4g

એરટેલ ૪જી ગર્લ બહુ પ્રસિદ્ધ થઈ ગઈ છે. એરટેલ ૪જીની જાહેરખબરમાં ડાઉનલોડની હરીફાઈમાં તેને જીતતી દર્શાવવામાં આવે છે અને આટલું ઝડપી ડાઉનલોડ કેવી રીતે શક્ય બને? નક્કી કંઈક ગરબડ છે. ત્યારે એ કહે છે, ‘ગરબડ નહીં, એરટેલ ૪જી છે’ ઝડપના પર્યાય બની ગયેલી આ ગર્લ વિશે ટૂચકા પણ બનવા લાગ્યા અને સોસિયલ મિડિયામાં ફરવા લાગ્યા.

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરીને જાણ્યું કે આ છોકરીનું નામ સશા ચેત્રી છે, ૧૯ વર્ષીય આ છોકરી મૂળ દહેરાદૂનની છે, હાલ મુંબઈ રહે છે. મુંબઈની ઝેવિયર્સની એડવર્ટાઈઝમેન્ટની ડિગ્રી ધરાવે છે. તેણી ટ્રેઈની કૉપીરાઈટર (જાહેરાતનું લખાણ લખનાર) તરીકે એક એડ એજન્સીમાં કામ કરતી હતી. એરટેલ ૪જીની જાહેરખબર માટે તેણે તેના લાંબાવાળ ટૂંકાવ્યા.

તેણીને સંગિતનો બહુ જ શોખ છે, સંગિતકાર તરીકેનું તેના આલ્બમ પર કામ કરી રહી છે જે ટૂંક સમમયમાં રીલીઝ થશે. ટ્વીટર પર તેને @RickshaRani પર ફોલો કરી શકાય. અત્યાર સુધી લગભગ ૧૨ હજાર લોકો તેને ફોલો કરી રહ્યા છે. ફેસબુક પર તેને આ પેજ પર લાઈક કરી શકાય છે. (પુરક માહિતી)

– વિનય ખત્રી

  One Response to “એરટેલ ૪જી ગર્લ”

Leave a Reply

%d bloggers like this: