Mar 112015
 

પ્રિય મિત્રો,

થોડા સમય પહેલાં આપણે જોયું કે કેવી રીતે પ્રભુપાદજીને ધરાવેલો થાળ સુરતની એક રેસ્ટોરાંની થાળી બની જાય છે અને કેવી રીતે વ્હોટ્સએપ કોલિંગના નામે આપણે મૂરખ બનાવવામાં આવે છે.

તેવી જ રીતે ઈઝરાયલમાં કેબલ કારને લાગેલી આગનો વિડિયો પાવાગઢના રોપવેનો ગણાવવામાં આવ્યો હતો.

આવો જ બીજો એક વિડિયો નેટ પર (અને વ્હોટ્સએપ પર પણ) ફરે છે જેમાં વડોદરાના ચોક્ક્સ મૉલમાં ચોક્ક્સ કંપનીના ચોક્ક્સ મોડલના મોબાઈલની બેટરી માણસના ખિસ્સામાં ફાટવાથી તેની છાતી ચીરાઈને હ્રદય ખુલ્લું થઈ ગયું…

बरोडा के सेन्ट्रल मॉल में सेमसंग ग्रैंड 2मोबाईल शर्ट के पॉकेट में ही फट गया

[સૂચના અને નોંધ: અહીં તે વિડિયોની લિન્ક મૂકી શકાય નહીં, બહુ જ ભયાનક છે અને ફનએનગ્યાન બધી ઉંમરના લોકો વાંચે છે. તમને પણ વિનંતી કે આવા કોઈ વિડિયો કોમેન્ટમાં શેર ન કરતા.]

આ સત્ય હકિકત નથી. વિડિયો સાચો છે પણ ઘટના બેટરી ફાટવાની નહીં પણ પારડીમાં થયેલા અકસ્માતની છે. (ઈ પેપર – પાનું ૨૫).

કોઈ પણ મોબાઈલની બેટરી અમુક સંજોગોમાં ફાટી શકે છે, પણ ચોક્ક્સ કંપનીના ચોક્ક્સ મોબાઈલનું નામ કયા કારણે લીધું તે મોકલનારા જ જાણે.

આપણે એટલું જાણી લઈએ કે સોસિયલ મિડિયામાં આવતી બધી વાતો સાચી નથી હોતી અને કેટલાય અફવાના પડીકાં ફરતાં હોય છે ત્યારે આપણે જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે અફવાને ઉત્તેજન ન આપીએ અને ખરાઈ કર્યા વગર ફોર્વર્ડ ન કરીએ. ક્યારેક ફોર્વર્ડ કર્યા વગર રહી શકતા ન હોઈએ તો ફોર્વર્ડ કરતી વખતે ખરાઈ કરવામાં આવી નથી એવી નોંધ જરૂર મૂકીએ.

આમ કરવું જરૂરી છે નહીંતર ‘વાઘ આવ્યો રે વાઘ આવ્યો‘ જેવું થશે અને મોંઘા ભાવનો સ્માર્ટફોન અને મોંઘા ભાવનું ઈન્ટરનેટ પેક નકામું થઈ જશે અને સોસિયલ મિડિયા અફવા બજાર બનીને રહી જશે.

એક સમય એવો હતો જ્યારે રાજકોટમાં લોકો ‘ફુલછાબ’માં આવે તે બધું સાચું અને ‘અકિલા’માં આવે તે બધું ખોટું એવી છાપ પડી ગઈ હતી, સોસિયલ મિડિયાની છાપ આપણે કેવી પાડવી છે તે આપણે નક્કી કરવું પડશે કારણ કે તેના પરિણામોથી આપણને જ ફાયદો કે ગેરલાભ થવાનો છે. નેટ પર કે વ્હોટ્સએપ પર આપણે જે તે સમાચાર/વિડિયો/ચિત્ર કોની સાથે શેર કરતા હોઈએ છીએ? આપણાં મિત્રો સંબંધીએ સાથે.

જીવન વિશેના એક અવતરણ સાથે વિરમું છું, મોબાઈલની બેટરી કયા કારણો સર ફાટી શકે છે તે વિશે એક ટેક્નિકલ લેખ અહીં વાંચો

જીવન

વિડિયો અને તેના મૂળ સુધી પહોંચવામાં જે જે મિત્રોએ મદદ કરી તેમનો ખૂબ ખૂબ આભાર.

  5 Responses to “સોસિયલ મિડિયા કે અફવા બજાર?”

 1. સોસીયલ મીડીયાને અફવા ફેલાવવાનું સાધન હાથવગું થઈ ગયું છે. ઘરમાં ઉંદર, કંસારી કે ગરોળી દેખાય અને બીકની ગામ આખાને ખબર પડી જાય છે આવા ડરપોક લોકો વધુ અફવા ફેલાવે છે…

 2. જર્મનીના ગોબ્બેલ્સ ની વાતને જવા દો. “નરો વા કુંજરો વા” ને પણ જવા દો. સ્વતંત્રતા મેળવ્યા પછીના ઇતિહાસને યાદ કરો.

  સત્યને નકારવું એ પણ એક અફવા છે. ચીનના લશ્કરી દળો દ્વારા ભારતમાં થતી ઘુસણખોરીના સત્યને સતત નકારવાની જાહેરાતનું કામ જવાહરલાલ નહેરુ કરતા હતા. આમ સ્વતંત્ર ભારતમાં અફવા ફેલાવવાના શ્રી ગણેશ નહેરુએ કરેલ. તેની પુત્રીએ જેટલી સંખ્યામાં અને જેટલી વ્યાપક રીતે અને જેટલી પ્રજાને પૈસે અફવાઓ ફેલાવેલી તેનો દુનિયામાં જોટો જડે તેમ નથી.
  હજી પણ શાસકો અને વિરોધીઓ દ્વારા અફવાઓ ફેલાવાનું કામ ચાલુ છે.

  સોસીયલ મીડીયા આવી જવા થી હવે અફવાઓ ફેલાવવાનો એકાધિકાર રાજકીય નેતાઓનો અને સમાચાર માધ્યમોનો રહ્યો નથી.

  હવે જનતા પણ પોતાનો આ હક્ક ભોગવી શકે છે. આ એક સારી વાત છે. કારણ કે જનતાને હવે વિરોધાભાસી અફવાઓને ચકાસવાનો અને સત્યને પામવા માટે મગજને તકલિફ આપવાની આદત પાડવી પડશે એટલે સામાજિક મગજનો વિકાસ થશે.

 3. ઇન્ટરનેટ વાપરતા અને સોશિયલ મીડીયાના આંધળા ભક્તોને માટે આંખા ખોલનારી પોસ્ટ.. ખૂબ સુંદર કામ વિનયભાઈ…!!

 4. વિનયભાઇ આપની વાત સાચી છે….અફવા ફેલાવાથી અટકવુ જોઇએ….

 5. finally whatsapp calling rangrezz.wordpress.com

Leave a Reply

%d bloggers like this: