Jan 082016
 

પ્રિય મિત્રો,

૮/૩૬૬

આ વીક એન્ડમાં ફરવા ક્યાં જવું જ્યાં મજા આવે અને નવું જાણવા પણ મળે?

મારો જવાબ છે – આંતરરાષ્ટ્રિય એરોમોડેલિંગ શો – એમ્વીવેલી એરપોર્ટ, લોનાવાલા.

wimeet2016

એરોમોડેલિંગ એટલે ટચૂકડા વિમાન ઉડાડવાની કળા. નાનાં પણ સાચા વિમાનની જેમ ઉડતા રીમોટ કંટ્રોલ વિમાન.

એરોમોડેલિંગ મારો શોખ નહીં પણ જાણવાની ઈચ્છા ખરી. મારો મિત્ર હમીદ ખત્રી (ભુજ) સાથે ચારેક વર્ષ પહેલા આ શોની મુલાકાત લીધી હતી. દેશ-વિદેશના એક્સપર્ટને પોતાનું મોડૅલ પ્લેન રેડિયો રીમોટ કંટ્રોલ વડે ઉડાળતા જોવાની મજા અલગ છે. જો તમારા શોખનો વિષય હોય તો તો વાત જ અલગ છે.

આ શોમાં મોડેલ પ્લેનને લગતી સામગ્રી પણ વેચતા સ્ટૉલ હોય છે.

રાતનો શો જોવાનું ચૂકતા નહીં.

આ શો વિશેની વધુ માહિતી, ફ્લાયર અને નોન ફ્લાયર મુલાકાતી માટેનાં ચાર્જિસ, નિયમો અને રજીસ્ટ્રેશન માટે વિંગ્ઝઈન્ડિયાની મુલાકાત લો.

માણો આ આંતરરાષ્ટ્રિય શોના કેટલાક યુટ્યુબ વિડિયો…

Leave a Reply

%d bloggers like this: