Jun 232011
 

પ્રિય મિત્રો,

તાજેતરમાં બે-ત્રણ મિત્રો તરફથી એવી એક ઈમેઈલ આવી હતી જેમાં ફક્ત એક લિન્ક હતી, જેના પર ક્લિક કરતાં કોઈ ભળતી જ સાઈટ પર લઈ જતી હતી. એ ઈમેલમાં આઠ-દસ બીજા આઈડી પણ હતા જેમને આ મેઈલ મોકલવામાં આવી હતી. ઈમેઈલ જોઈને ખ્યાલ આવી જ ગયો હતો કે આ મેઈલ મિત્ર તરફથી મને મોકલવામાં આવી નહોતી.

તમારા નામે અને તમારા આઈડી વડે તમારા મિત્રોને તમારી જાણ બહાર ઈમેઈલ્સ કોણ મોકલી શકે?

૧) તમારા કોમ્પ્યુટરમાં કોઈ વાયરસ (મેલવેર) હોય જે આ કામ કરી રહ્યો હોય.

૨) ભૂતકાળમાં કોઈ સાઈટ પર ફ્રેન્ડ ફાઈન્ડર સેવાનો ઉપયોગ કર્યો હોય.

આમ તો આપણે બધા જ હોશિયાર છીએ અને વણજોઈતી ઈમેઈલ્સ (સ્પામ) અને પાસવર્ડ બાબતની સલામતી વિશે જાણીએ છીએ તેમ છતાં કોઈ સાઈટ ફ્રેન્ડ ફાઈન્ડર સેવા વાપરવા માટે કહે તો આપણે ઉમળકાભેર તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ.

ફ્રેન્ડ ફાઈન્ડર એક એવી સેવા છે જે આપણી પાસેથી આપણો પાસવર્ડ* લઈને આપણી ઈમેઈલના ખાતામાં મિત્રોના ઈમેઈલ એડ્રેસ હોય તે જાણી લઈને કેટલા મિત્રો સાઈટ સાથે જોડાયેલા છે તે આપણને જણાવે અને બાકીના મિત્રોને સાઈટમાં જોડાવાનું આપણા વતી આમંત્રણ મોકલી આપે.

* જૂની ફ્રેન્ડ ફાઈન્ડર સેવા આપણી પાસેથી આપણા ઈમેઈલ અકાઉન્ટનો પાસવર્ડ માગતી હતી, આધુનિક ફ્રેન્ડ ફાઈન્ડર સેવા આપણે આપણા ઈમેઈલમાં લોગઈન થયેલા હોઈએ તો પાસવર્ડ પણ માગતી નથી!

કાર્તિકભાઈએ એમના બ્લોગ મારા વિચારો મારી ભાષામાં પર ફીસીંગથી બચવાનાં સરળ ઉપાયો દર્શાવ્યા હતા જેમાં તેમણે ત્રીજા મુદ્દામાં આ વાત સરળ રીતે સમજાવી છે:  સોશિયલ નેટવર્કિંગનો ભોગ ન બનો અને તમારી એડ્રેસ બુક મફતમાં વેચી ન દો. ખાસ કરીને ટ્વિટર, લિન્કડઇન જેવી સાઇટ્સ તમારા ઇમેલ-પાસવર્ડ એડ્રેસ બુકનો ઉપયોગ કરવા માંગે છે – અને તમારી જાણ વગર બધાંને ઇમેલ જાય છે (આ ફીસીંગ નથી, પણ બહુ જ સ્ટુપિડ વેબ ૨.૦ ખ્યાલ છે).

આમ, ફ્રેન્ડ ફાઈન્ડર કે એવી કોઇ પણ સેવા વાપરતાં પહેલા હજાર વખત વિચાર કરો. જેમાં તમારો પાસવર્ડ માગવામાં આવે તેનાથી સાવચેત થઈ જાઓ અને કોઈ પણ પરિસ્થિતિમાં પાસવર્ડ આપવો નહી. ભૂલથી અપાઈ ગયો હોય તો તમારા નામે અને તમારા આઈડી વડે તમારા મિત્રોને વણજોઈતી મેઈલ મળે તો આશ્ચર્ય ન પામો.

હવે આપણે જોઈએ કે ફ્રેન્ડ ફાઈન્ડરથી કેવી રીતે બચવું?  ઉદાહરણ માટે, સમજવા માટે, ફેસબુકનું ફ્રેન્ડ ફાઈન્ડર લીધું છે:

ઉપરના ચિત્રમાં જોશો કે ફેસબુક આપણને વિન્ડોઝ લાઈવ હોટમેઈલ, યાહુ અને અન્ય ઈમેઈલ ખાતામાં આપણી એડ્રેસબુકમાંથી મિત્રો શોધી આપે છે. અહીં ફાઈન્ડ ફ્રેન્ડ્સનું બટન દબાવવાને બદલે skip this step પર ક્લિક કરો.

આમ ફ્રેન્ડ ફાઈન્ડર એક એવી સેવા છે જે આપણા સંપર્કો જાણી લે છે અને ભવિષ્યમાં આપની જાણ બહાર આપણાં મિત્રોને ઈમેઈલ મોકલાવી શકે છે તેથી તેનો ઉપયોગ ટાળીએ.

તો પછી મિત્રોને જાણ કેવી રીતે કરવી? સરળ છે. બેક ટુ ધ બેઝિક. બધા મિત્રોને ઈમેઈલ કરીને જાણ કરો. સિમ્પલ. મિત્રોને તમારા હાથે (કીબોર્ડ પર ચલાવેલા હાથે!) લખેલી મેઈલ ગમશે અને તમે અને તેઓ ઈમેઈલ સ્પામથી બચી જશે.

વિશેષ વાંચનઈમેઈલ: કારણ તારણ અને મારણ

ઉપરનો અને વિશેષ વાંચનમાં આપેલી લીંક વાળો લેખ વાંચ્યા પછી પણ ઈમેઈલ/સ્પામ વગેરે વિશે કંઈ સમસ્યા હોય તો કૉમેન્ટમાં જણાવો, જે તે વિષયના જાણકાર પાસેથી માહિતી મેળવીને સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરીશું.

  8 Responses to “ફ્રેન્ડ ફાઈન્ડર:તમારી એડ્રેસબુક મફતમાં ન વેંચો”

  1. Thanks Vinaybhi.

  2. good information

  3. Thanks for sharing this . Very useful information.

  4. સુંદર માહિતી બદલ આભાર

  5. આભાર વિનયભાઈ,
    તમારી વાત તદ્દન સાચી છે.ઘણા સમય પહેલા મારા ઈ-મેઇલથી મારા બધા જ મિત્રોને (એડ્રેશબુકમાં એડ) એક ઈ-મેઇલ મારી જાણ બહાર સેન્ડ થયો હતો.જેની મને બાદમાં ખબર પડી.હું મારો પાસવર્ડ કે અન્ય ઈ-મેઇલ સંબંધીત ગુપ્ત માહિતી કોઇને પણ આપતો જ નથી.છતા મારા ઇ-મેઇલથી મેસેજ કેવી રીતે સેન્ડ થયો તેમાં હું પોતે મુજવણમાં છું.મારુ એકાઉન્ટ હેક થયુ હોય તેવું મને લાગતા મેં પાસવર્ડ ચેન્જ કરી દીધો હતો. મેં ફ્રેન્ડ ફાઈન્ડર સેવાનો ઉપયોગ ફેસબુકમાં કર્યો હતો .ખેર,તકલિફ બદલ માફ કરજો . હવે વધુ સાવચેત રહેવું જ પડશે.કોઇ એકની ભૂલને લીધે દરેકને સ્પામ ઇ-મેઇલની સમસ્યાથી પીડાવ પડે છે.

  6. Very informative article.

  7. હા આવા ઈ-મેઈલ ત્રાસજનક હોય છે.

Leave a Reply

%d bloggers like this: