Sep 022009
 

પ્રિય મિત્રો,

અદ્‌ભુત કળાના આ વિભાગમાં આજે આપણે એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેને છ છ પ્રોગ્રામિંગ લેગ્વેજીસ આવડે છે અને ઉંમર છે માત્ર નવ વર્ષ!

લિમ ડિંગ વેન નામના મૂળ મલેશિયાના હાલ સિગાપોરમાં રહેતા અને ૪થા ધોરણમાં ભણતા  ૯ વર્ષીય બાળકે એપલ કંપનીના બહુ ચર્ચીત આઈફોન માટે એક સોફ્ટવેર તૈયાર કર્યું છે. ડૂડલ કિડ્સ નામના આ સોફ્ટવેર વડે આઈફોન પર માત્ર આંગળી ફેરવીને ચિત્ર બનાવી શકાય છે! ચિત્ર ભૂંસવા માટે ફક્ત આઈફોનને ‘હલાવવા’ની જરૂર રહે છે.  આ સોફ્ટવેર ૪,૦૦૦થી વધારે વખત ડાઉનલોડ થઈ ચૂક્યું છે એવો રોઈટર અને બીબીસીનો અહેવાલ છે.

“મેં આ પ્રોગ્રામ મારી નાની બહેનો માટે લખ્યો. તેમને ચિત્ર બનાવવા બહુ ગમે છે”, લિમ કહે છે. તેને એક ૩ વર્ષની અને બીજી પ વર્ષની બહેનો છે.

બે વર્ષની ઉંમરેથી કોમ્પ્યુટર વાપરતો થઈ ગયેલો આ ટેણિયો અત્યાર સુધી ૨૦ જેટલા પ્રોજેક્ટ્સ પૂરા કરી ચૂક્યો છે! તેના પપ્પા, લિમ થાઈ ચીન, ચીફ ટેક્નોલોજિ ઑફિસર છે અને આઈફોન એપ્લિકેશન્સ લખે છે.

વિશ્વના સૌથી યુવાન આઈફોન પ્રોગ્રામર તરીકે પંકાયેલા આ ટેણિયાને પ્રોગ્રામિંગના પુસ્તકો વાંચવાની મજા પડે છે અને હવે તે ‘ઈનવેડર વોર્સ‘ નામની સાયન્સ ફિક્શન ગેમ (આઈફોન માટે જ સ્તો!) લખી રહ્યો છે.

વધુ માહિતી માટે લિમ ડિંગ વેનની સાઈટ હાથ ક્લિક વગી જ છે: http://virtualgs.larwe.com/Virtual_GS/Lim_Ding_Wen.html

  7 Responses to “પ્રોગ્રામિંગ બચ્ચોંકા ખેલ નહી. રિયલી?”

 1. ઈન્ટરનેટ સેવા ચાલુ થયે આજે 40 વર્ષ પૂર્ણ થયા… ત્યારે હવે બદલાતી દુનિયામાં બધુ ઈન્સ્ટન્ટ છે. પ્રેમ કરવાની – થવાની ઉંમર ઘટી! બાળકો થવાની ઉંમર ઘટી !બાળકોની સંખ્યા ઘટી ! બાળકોની સ્કૂલે જવાની ઉંમર ઘટી ! નવુ શીખી લેવાની ઉમર પણ ઘટી ! પિડીયાટ્રીક્સ(બાલ આરોગ્ય શાસ્ત્ર)માં બાળકોના માનસિક વિકાસની વાતો હવે દર થોડા વર્ષોએ અપડેટ કરવી પડે તેટલી ઝડપે બદલાઈ રહી છે.અહીં દર્શાવેલ વન્ડર કિડ એ આ નવી પેઢીનુ પ્રતિનિધીત્વ કરે છે.
  અભિનંદન..

 2. વિનયભાઈ,
  તમારી આ ઇન્ટરનેટ પર શોધખોળની મહેનત સહુને ઉપયોગી થાય એવી તથા ધન્યવાદને પાત્ર છે.

 3. ખરેખર, આ એક અનેરી કળા કહેવાય, પરંતુ આ પાછળ તેની મહેનતની સાથે સાથે તેના માતા પિતાનો પણ તેટલો જ ફાળો હોવો જોઈએ, આ ઉદાહરણ દરેક મા-બાપે પણ પોતાના પુત્રના લક્ષ્‍યમાં લેવું જોઈએ.

 4. …. ભાઈ વાહ ખુબ સરસ….

 5. ખરેખર અદભુત

  ચન્દ્રા

 6. First, Congratulate to Little Big Innovator and secondly…Congratulates and Thanks to Mr. Vinay Khatri….who has inspires all “PAPAs” among us to cultivate our seeds to come out with derivative hobbies.

  Once again thanks to Mr. Vinaybhai for wonderful information…

Leave a Reply

%d bloggers like this: