Sep 102009
 

પ્રિય મિત્રો,

સહર્ષ જણાવવાનું કે આ ૩૦૦મી પોસ્ટ છે અને આજના દિવસે મારે તમારી સાથે ફનએનગ્યાન વિશે થોડી વાતો કરવી છે.

૧૭ માર્ચ ૦૭થી શરુ થયેલા આ બ્લોગનું ત્રીજી પોસ્ટ પછી બાળ મરણ લગભગ નક્કી હતું. પણ વાચકોના ઉમળકારભેર આવકાર અને બહોળા પ્રતિભાવના પ્રાણવાયુને કારણે આ પડાવ પર પહોંચી શકાયું.

ખાસ કરીને અદ્‌ભુત કળા, નેટસૅવિ, મેનેજમેન્ટ સ્ટોરી અને બત્રીસ કોઠે દીવા વિભાગની પોસ્ટ બધાને બહુ ગમી છે. ફનએનગ્યાન પરથી તફડાવેલું લખાણ ઘણા બ્લોગની શોભામાં અભિવૄદ્ધિ કરી ચૂક્યું છે. ફનએનગ્યાન પરનું કેટલુંય લખાણ ફોર્વર્ડ મેઈલ્સમાં ફોર્વર્ડ થતું થતું ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે તેની કલ્પના પણ કરવી અશક્ય છે.  જોકે આજે આપણે અહીં લખાણ તફડાવતા ચોર્યશિરોમણીઓની કે વાંદરાઓને નકલ કરતાં શિખવતા મદારીઓની વાત કરવાના નથી. આપણે વાત કરવાના છીએ ફનએનગ્યાનની ૩૦૦ પોસ્ટ વિશે…

સૌપ્રથમ આપણે જોઈએ કે ફનએનગ્યાન પર સૌથી વધુ વંચાતી પોસ્ટ કઈ? એટલે કે કયા લેખને સૌથી વધારે ક્લિક મળી?

 1. ફનએનગ્યાન ટૂલબાર (૪,૧૪૦ ક્લિક્સ)
 2. અશ્લીલ સાહિત્ય વાયા બ્લોગ્સ! (૧,૨૫૪ ક્લિક્સ)
 3. સાચી જોડણી અઘરી નથી – ‘અનિમેષ’ (૧,૦૪૩ ક્લિક્સ)

અહીં પહેલા અને બીજા સ્થાને જે પોસ્ટ છે તે સ્વાભાવિક છે. ત્રીજા સ્થાને જોડણી વિશેનો મારો મૌલિક લેખ સુખદ આશ્ચર્ય છે!

પછી જોઈએ સૌથી વધુ કોમેન્ટ કઈ પોસ્ટને મળી છે?

 1. ફનએનગ્યાન ટૂલબાર (૮૨ કોમેન્ટ્સ)
 2. સાચી જોડણી અઘરી નથી – ‘અનિમેષ’ (૭૨ કોમેન્ટ્સ)
 3. ઉઠાંતરીનો સૂર્ય સરખો તપ્યો છે! (૪૩ કોમેન્ટ્સ)

હવે જોઈએ ત્રણ એવી પોસ્ટ જેને લખતી વખતે ધાર્યું હતું કે સારી એવી કોમેન્ટ્સ મળશે પણ આજ સુધીમાં એક પણ કોમેન્ટ ન મળી:

 1. ચાલો ફરવા, વાઘના મંદિરમાં
 2. કુદરતની અદ્‌ભુત કરામત
 3. નેત્રપટલ અને દૃષ્ટિભ્રમ

અને હવે જોઈએ બે એવી પોસ્ટ જેને ધાર્યા કરતાં બહુ જ ઓછી અને તે પણ મોડેથી કોમેન્ટ મળી:

 1. કાલિયાતો કહેતા થા કિ દો થે…
 2. કેટલા રૂપિયા જોઈએ બોલો…

હવે જોઈએ ત્રણ એવી પોસ્ટ જેની નકલ તમને ઘણા બ્લોગ્સ અને ફોર્વર્ડ મેઈલ્સમાં વાંચવા મળે છે…

 1. કેટલીક સાચી વ્યાખ્યાઓ
 2. જીવન જીવવાની જડીબુટ્ટી
 3. પ્રેમાળ પતિ- બત્રીસ કોઠે દીવા

મને ગમતી ત્રણ પોસ્ટ:

 1. પેન્સિલ વડે અદ્‌ભુત કળા!
 2. મારી હેલમેટ ઉતારો રાજ
 3. ચાલો જમવા, આકાશમાં…

શું શોધતા લોકો ફનએનગ્યાન.કોમ પર આવ્યા?

 1. funngyan (૫૭૮)
 2. જોક્સ (૫૦૮)
 3. જીવન જીવવાની (૪૦૬)

ફનએનગ્યાન પર લોકો ક્યાંથી આવ્યા?

 1. જીમેઈલ વાંચીને… ૩૩૭
 2. ગૂગલ રીડરમાંથી… ૩૨૯
 3. રણકાર.કોમ પરથી… ૨૨૪

સૌથી વધુ પ્રતિભાવ કોણે આપ્યા?

 1. નીલા કડકિયા (૮૫) *
 2. ભાવના શુક્લ (૮૪)
 3. કાર્તિક મિસ્ત્રી (૮૨) અને કુણાલ (૮૨)

* નોંધ અને અપડેટ: નીલા આન્ટીએ બે અલગ ઈમેઈલ વડે કોમેન્ટ્સ કરી હતી જેનો સરવાળો કરતાં તેઓ સૌથી ઉપર છે.

સૌથી વધુ ક્લિક્સ (એક દિવસમાં)

 • ૧,૯૫૦ (૨૫ જુન ૨૦૦૮)

  27 Responses to “૩૦૦મી પોસ્ટ”

 1. congrats vinaybhai !! 🙂

 2. ખૂબ ખૂબ અભિનંદન.

 3. Congratulation Vinaybhaai amaari shubhkamna tmari sathe che.
  Sapana

 4. વિનયભાઈ,
  હાર્દિક અભિનંદન!
  બ્લોગિંગ માટેની તમારી નિષ્ઠા અને ડિસીપ્લીન કાબિલે દાદ છે.
  ભગવાન તમારા આ સુંદર કાર્યમાં સતત સાથ આપે એવી પ્રાર્થના.

 5. Mind blowing boss,

  Its totally speechless !! YAAR

  Keep it up Man !!

 6. વિનયભાઈ,
  અભિનંદન હો આપને આજ મહેનત ફળ લાવી છે
  ચાલ્યા જ કરો ન થોભાય કદમ આપના
  ભલે આવે લાખો મુશ્કીલો રાહમા આપના
  તોફાનો સાથે બાથ ભીડવા આ ચટ્ટાન આવી છે
  અભિનંદન હો આપને આજ મહેનત ફળ લાવી છે
  મિત્રોની દુઆઓ સાથ રહેશે આપના
  ઉપરવાળાની મહેર વરસસે માથે આપના
  ઇન્તજાર હતો જેનો આજ એ ધળીઓ આવી છે
  અભિનંદન હો આપને આજ મહેનત ફળ લાવી છે

 7. અભિનંદન

 8. congrats… u r doing a fab job… 🙂
  its really deserve applause…

 9. હાર્દિક અભિનંદન !!!

  …સિતારોં સે આગે જહાઁ ઔર ભી હૈ…

 10. congrats…. !!
  many more to come ….!!

 11. very very fine
  great info about funngyan

 12. abhinandan mitra..

 13. ઓહોહોહો. અભિનંદન. મેં ૮૨ કોમેન્ટ કરી? ખબર જ ન પડી. આવું જ લખતા રહેજો અને તડાફડી બોલાવતા રહેજો..

 14. અભિનંદન વિનયભાઈ,
  મોજ-માહિતીનો ખજાનો આમ જ બાંટતા રહેશો.

 15. હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ… keep up the good work!

 16. અભિનંદન. ટૂંકું, સચોટ અને સમય માગી લે તેવું આંકડાકીય વિશ્લેષણ રસપ્રદ છે.

 17. GREAT !

 18. શાબાશ વિનયભાઇ,
  સફર આ રીતેજ ચાલુ રાખશો.
  અભિનંદન.

 19. હાર્દીક અભીનંદન!!!

 20. Congrates and Thanx.

 21. હાર્દિક શુભેચ્છાઓ,વિનયભાઇ.
  મેં મારા અન્ય એક વ્યક્તિગત બ્લોગ પર આપની કડી રાખી છે,જ્યાંથી મને આપની ચડાવેલ નવી પોસ્ટ વિશે માહિતી મળે છે. આમતો મારા જેવા હજારો આપનાં સાયલન્ટ ચાહકો હશે. જે ઝાઝું બોલતા (કે લખતા) નથી પરંતુ વાંચે જરૂર છે, અને એકલવ્યની માફક દુરથી આપની પાસેથી ‘ફન એન્ડ ગ્યાન’ પ્રાપ્ત કરે છે. (હવે જોઇએતો “અંગુઠો” ગુરુદક્ષિણામાં હાજર છે !!!)
  આપનો સહવાસ ૩,૦૦૦ કે ૩,૦૦,૦૦૦ પોસ્ટ પછી પણ મળતો રહે તેવી અભ્યર્થના સહઃ

 22. આજે પહેલી વખત આપની મુલાકાતે છું. આપ ખૂબજ પ્રગતિ કરો એવી શુભેચ્છા. માહિતી મને રીડગુજરાતી પરથી મળી. હું ગુજરાતીમાં પ્રતિભાવ આપવાની જરૂર કોશિશ કરીશ.

  આભાર.

  વ્રજ દવે

 23. હા શ્રીવિનયભાઇ આજેજ ગુજરાતીમાં પ્રતિભાવ આપું છુ.
  “ફન એન્ડ જ્ઞાન” ખુબજ પ્રગતિ કરે,નવું નવું આપતા રહો.
  હું રીડ્ગુજરાતી મારફત આપના સુધી પહોચ્યો છું.હવે તો મલતા રહીશું.
  અભિનંદન.
  વ્રજ દવે

 24. Congrats..!Good organized

 25. Congratulations!!!!

 26. Please send me E-mail,Management story

Leave a Reply

%d bloggers like this: