Dec 262010
 

પ્રિય મિત્રો,

ફનએનગ્યાન.કોમના દરેક વાચક મિત્રોને નાતાલની શુભેચ્છાઓ!.

ગઈ કાલે નાતાલ હતી પણ અમારી ઑફિસ ચાલુ હતી. (હા, અમને નાતાલની કે ઈશુના નવા વર્ષની રજા હોતી નથી!) પણ શનિવાર હોવાથી બપોર પછી ઑફિસમાંથી રજા લેવાના વિચાર સાથે પ્રોગામ બનાવ્યો હતો પણ ઑફિસ પહોંચ્યા પછી ખબર પડી કે એક ગ્રાહકને કંઈક ટેક્નિકલ સહાયતા કરવાની છે. થોડી વારે ખબર પડી કે મારે અર્જન્ટ મુંબઈ જવું પડશે. ગ્રાહકની સહાયતા માટેની સાધન સામગ્રી લઈને હું પહોંચ્યો પુણે રેલ્વે સ્ટેશનના બસ સ્ટેન્ડ પર. અહી રાજ્ય ટ્રાન્સ્પોર્ટની એસી વૉલ્વો બસ દર અડધા કલાકે મુંબઈ (દાદર) માટે ઉપડે છે. શનિવાર અને રજાનો દિવસ હોવાથી લાંબી લાઈન હતી. અડધા કલાકે માંડ વારો આવ્યો. જાણવા મળ્યું કે વધારાની બસ ઉમેરવાથી અમારો નંબર ધાર્યા કરતાં જલ્દી લાગી ગયો હતો. આ માહિતી જાણતાં ખુશ થતાં બસમાં બેઠો. બસ સમય સર ઊપડી પણ ૫૦ કિમી. ગયા પછી એસી બંધ! થોડી વાર પછી બસ વાહકે (કંડકટરે) જાણ કરી કે બસનું એસી બંધ છે અને કહો તો વગર એસીએ લઈ જાઉં અને કહો તો બીજી બસ આવે તેની રાહ જોઈએ. બીજી બસ આવતાં દોઢ કલાક લાગશે. બધા પેસેન્જરોએ વગર એસી બસ લઈ જવા તૈયાર થયા અને અમારી સવારી આગળ ચાલી.

રસ્તા પર સારો એવો ટ્રાફિક હતો. મુંબઈના રસ્તાઓ ૪-૬-૮ લેનના થઈ ગયા છે પણ અમુક જગ્યાએ હજી ૨ લેન જ છે અને ત્યાં ટ્રાફિકનો જોરદાર ભરાવો થાય છે. છેવટે પાંચ કલાકે મુંબઈ પહોંચ્યો. ૮ વાગે કામ પત્યું અને ૯ વાગ્યાની ફરી એજ એસી વોલ્વો બસ પકડીને રાત્રે ૧ વાગ્યે પુણે (ઘરે)!

પુનામાં ઠંડીના માહોલે જમાવટ કરી છે. મારી પ્રિય ઋતુ શિયાળો છે.

કંપનીના જે કામ માટે મને અર્જન્ટ મોકલવામાં આવ્યો હતો તે નેટવર્કિંગને લગતું હતું! મને નેટવર્કિંગનો ‘ન’ આવડતો નથી! (મારું જ્ઞાન અને કામ પાવર ઈલેક્ટ્રોનિક્સને લગતું છે તે આપની જાણ માટે.)

આને કહેવાય મેરી કિસ્મત.

ફરી એક વાર તમામ મિત્રોને નાતાલની શુભેચ્છા

  4 Responses to “મેરી ક્રિસમસ અને મેરી કિસ્મત!”

  1. have mumbai aavo tyare time kadhi ne ghare jaroor aavjo!

  2. દરેક જાતના અનુભવો કરાવે એનું નામ જ જિંદગી. આશા રાખું છું કે આજનો રવિવાર આપનો સારો ગયો હશે.

  3. આનુ નામ જ જિંદગી ..!

  4. Dear Vinaybhai,
    I want to register my short stories blog on Gujblog so that everyone can read it please what is the procedure for that? I am already a member of Gujblog

Leave a Reply

%d bloggers like this: