Jan 012016
 

પ્રિય મિત્રો,

૧/૩૬૬

આજથી શરુ થતું ઈસુનું નવું વર્ષ ૨૦૧૬ આપને ફળદાળી નીવડે એવી શુભેચ્છાઓ સાથે બ્લૉગ અપડેટ કરી રહ્યો છું.

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણના તારણોની આપા આતુરતાથી રાહ જોઈ રહ્યા હશો જે મંગળવાર, ૫મી જાન્યુઆરીએ રજુ કરીશ. ઈમેઈલ વેરીફિકેશનમાં ટેક્નિકલ મુશ્કેલી આવતાં અને વ્યસ્તતાને કારણે મોડું થયું છે. જોકે હવે વધુ રાહ નહીં જોવી પડે.

ડ્રાફ્ટમાં કેટલીક પોસ્ટ પડી છે, કેટલાક નવા આઈડિયા છે, કેટલાક નવા પણ કળાના અદભુત નમુનાઓ આ વર્ષ દરમ્યાન તમને જાણવા મળશે.

૨૦૦૮ની મારી પોસ્ટ આજે ય લોકો મને મોકલે છે, તે જોતાં જૂની કેટલીક પોસ્ટ ફરીથી મઠારીને મૂકવી છે.

બહુ બધું કામ છે, આજે આટલું જ. આવતી કાલે અદભુત કળાનો એક નમુનો અને તે કળાકારનો પરિચય કરીશું.

દરરોજ અહીં મળતા રહીશું…

-વિનય ખત્રી

  One Response to “૨૦૧૬ – નવું વર્ષ, નવા સંકલ્પો”

  1. मंगळवार तारीख 5मी जान्युआरी, 2016नी राह जोई रह्यो छुं….

Leave a Reply

%d bloggers like this: