Jan 182012
પ્રિય મિત્રો,
ઘણાં સમય પહેલાં એટલે કે એપ્રિલ ૨૦૦૯માં અહીં એક રમુજી ચિત્ર મુક્યું હતું, જૂનું ટીવી + ટાઈપરાઈટર + ઈસ્ત્રી = કોમ્પ્યુટર? આજે ફરી એવું જ એક ચિત્ર મુકું છું. જેમાં સામાન્ય દેખાતી વસ્તુઓ વડે અસામાન્ય દેખાવ ઊભો કરવામાં આવ્યો હોય. હકિકતમાં વસ્તુઓ અલગ હોય અને માહોલ કોઈ જુદો જ રચાતો હોય…
(ફોટો સૌજન્ય)
ઉપરના ચિત્રમાં વાહનનું પૈડું અને ઈલેક્ટ્રિક સેન્ડ મશિન દ્વારા અલગ જ માહોલ ઊભો કરવામાં આવ્યો છે…!
Wah Vinaybhai…. Vahan nu paidu, ele. sand machine ane tabelo…. Jordar DJ system banavi chhe… chitra joine maza padi gai…
ભાઈ ભાઈ, આ તો ડીજે સિસ્ટમ પર હાથ અજમાવે છે કે શું ?
ધાતુની સપાટી પર ફરતા ઈલે. ગ્રાઈન્ડરથી ઉડતા તણખા અને ધાતુના કણથી આંખોનું રક્ષણ કરતા ‘સેફ્ટી ચશ્મા’, ધાતુની સપાટી પર ઘસાતા ગ્રાઈન્ડરને કારણે થતા તીવ્ર અવાજથી કાનના પડદાનું રક્ષણ કરતા કાનના ‘ડાબલાં’ આ વર્કરને ‘રેટ્રોલુક’ આપે છે તેમજ ઈલે. ગ્રાઈન્ડરની ડિસ્ક પર હાથ મૂકવાની તેની અદાને કારણે વર્કશોપનો વર્કર આપણને ‘ડિસ્ક જોકી’ લાગે છે!
આમ આ ચિત્ર એક પેરાડિઝમ શિફ્ટનું અદ્ભુત ઉદાહરણ છે.
કહેવાય છે ને કે મન ચંગા તો વર્કશોપમેં ભાંગડા (ડિસ્કો)!
(via email)
વાહ…કંઈક અલગ..કંઈક નવું…!
વહ ભૈ મજ અઆવિ હો ………….૨૦૧૨,,,,,,નુ ભવિસ્ય ,,,,,
વાહ! આ ચિત્ર ઘણું બધું કહી જાય છે..તબેલો છે..તબેલામાં ઘાસ છે પણૅ એને ખાનાર પશુઓને કતલખાને લઈ ગયા છે કે શું? તેમની ગેરહાજરીને કારણે છેવટે તબેલાનો માલિક બેઠોબેઠો શી પ્રવૃતિ કરી શકે એની સુંદર કલ્પનાને તાદ્રશ્ય થતી જોવા મળી. જીવંત બારાયણની પારાયણ છે મારા ભૈ!!!!