પ્રિય મિત્રો,

દિવાળી પતે એટલે જાત-જાતના મેળાઓની સિઝન શરુ થઈ જાય. આ મેળા એટલે સાતમ-આઠમના મેળાની વાત નથી. આ છે પ્રદર્શન મેળાની. પ્રદર્શન કમ સેલ (જ્યાદા) વાળા મેળાઓની. આ મેળાઓમાં ફન સાથે જ્ઞાન મળતું હોય છે એટલે તેનો અહીં ઉલ્લેખ ન કરું તો કેમ ચાલે?

દર વર્ષે હું ફોટોગ્રાફી (ફોટોફેર, મુંબઈ), ઈલેક્ટ્રોનિક્સ (ઈલેક્રમા, મુંબઈ) અને કોમ્પ્યુટર (આઈટી એક્ષ્પો, પુણે) પ્રદર્શન મેળાની મુલાકાત એકલો અથવા મિત્ર સાથે અને ફ્લાવર તેમજ કન્ઝ્યુમર પ્રદર્શન મેળાની મુલાકાત પત્ની સાથે અચૂક લેતો હોઉં છું.

આપણાં ધંધાના કે રસના કે શોખના વિષયના કયા પ્રદર્શન મેળા દેશ-વિદેશમાં ક્યાં ચાલી રહ્યા છે તેનો ચિતાર આપતી વેબસાઈટ છે http://expoua.com/Exhibition/lang/en/

ઉપરાંત ગૂગલ સર્ચમાં પણ આપણા શહેરનું નામ લખી Exhibition લખી સર્ચ કરી શકાય. આ માહિતી આપને કેવી લાગી? આ ઉપરાંત કોઈ સાઈટ આપના ધ્યાનમાં હોય તો કોમેન્ટ બોક્ષમાં જણાવી શકો છો…!

  3 Responses to “ઉપયોગી વેબસાઈટ – પ્રદર્શન મેળા”

  1. શ્રી.વિનયભાઈ,
    સાવ નવું જાણવા મળ્યું. ત્યાં દેશ, શહેરનું નામ વગેરેથી બહુ સરસ માહિતી મળે છે.
    જેમ કે, અમદાવાદ : http://expoua.com/Exhibition/lang/en/region/147/country/156/city/10101/
    સ___રસ !

  2. શ્રી વિનયભાઈ,

    ખૂબજ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપવા બદલ ધન્યવાદ !

  3. ઉપયોગી માહિતી આપવા બદલ વિનયભાઈ આપનો આભાર.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME