પ્રિય મિત્રો,

આજે આપણે સોસિયલ બુકમાર્ક સેવા ડિલિશિયસનો પરિચય કરીશું.

સૌપ્રથમ ડિલિશિયસમાં તમારું યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગઈન થાવ. તમે હજી સુધી તમારું ખાતું ખોલાવ્યું ન હોય તો અત્યારે જ ખોલાવી લો (કહેવાની જરૂર ખરી કે મફત છે!):, તે માટે અહીં ક્લિક કરો. તમારી પાસે તમારું જુનું ખાતું હોય અને તેનો પાસવર્ડ ભૂલી ગયા હો તો અહીં ક્લિક કરો.

તમે નવા રજીસ્ટર થયા હશો તો રજીસ્ટર થયા પછી આ પ્રમાણેના ત્રણ ‘બટન’ દેખાશે, જેમાંથી પહેલું બટન બુકમાર્કલેટ છે (જુઓ તીર):

ડિલિશિયસ -બુકમાર્કલેટ

અને જો તમે પહેલેથી ખાતું ધરાવતા હશો તો લોગઈન થયા પછી અહીં ક્લિક કરશો એટલે ‘Save on delicious’નું બુકમાર્કલેટ દેખાશે. આ ડિલિશિયસ બુકમાર્કલેટને ખેંચી (ડ્રેગ કરી) તમારા બ્રાઉઝરના બુકમાર્ક બાર પર લઈ જાઓ.

હવે આવું દેખાશે. દા.ત. ગૂગલ ક્રોમ:
ડિલિશિયસ - ગૂગલ ક્રોમ પર

દા.ત. ફાયરફોક્સ:
ડિલિશિયસ - ફાયરફોક્સ પર

આટલું કર્યું એટલે નવી લિન્ક ડિલિશિયસ પર શેર કરવા માટેની પૂર્વ તૈયારી થઈ ગઈ. જૂના લેખ/બ્લૉગ/વેબસાઈટ વગેરેની લિન્ક (બુકમાર્ક કે ફેવરીટ્સ) ડિલિશિયસમાં લાવવા માટે ‘Import’નું બટ્ન કામ લાગશે. અથવા અહીં ક્લિક કરો. તમારા બ્રાઉઝર પર તમે સેવ કરેલા તમારી ફેવરીટ સાઈટની લિન્ક્સ (બુકમાર્ક)ને એક્ષપોર્ટ કરી એક ફાઈલ બનાવવાની રહેશે, પછી તે ફાઈલ ડિલિશિયસમાં ઈમ્પોર્ટ કરવાની રહેશે! યાદ રાખો ઈમ્પોર્ટ થયેલા બધા બુકમાર્ક ખાનગી રાખવાના (ફક્ત તમને દેખાય) છે કે જાહેર કરવાના (બધાને દેખાય) છે તે પહેલેથી જણાવવું જરૂરી છે. (બ્રાઉઝર પર સેવ કરેલા બુકમાર્ક ડિલિશિયસમાં હમણાં ઈમ્પોર્ટ ન કરવા હોય તો વાંધો નહીં, ગમે ત્યારે કરી શકાય)

હવે તમને ગમતા બ્લૉગ પર જાઓ દા.ત. funngyan.com અને ફનએનગ્યાનનું પાનું ખુલી જાય એટલે તમારા બ્રાઉઝરના બુકમાર્ક બાર પર ‘Save to Delicious’નું બટન (બુકમાર્કલેટ) ખેચીને મૂક્યું હતું તેના પર ક્લિક કરો! હવે એક બોક્સ ખુલશે જે આવું દેખાશે:

ફનએનગ્યાન બ્લૉગને ઉમેરો

જેમાં તમે ૧) બ્લૉગનું નામ (બદલી શકાય, દા.ત. ગુજરાતીમાં પણ લખી શકાય) ૨) તે સાઈટ વિશે વર્ણન (લખવું હોય તો) ૩) તેને લગતા ટેગ્સ. બહુ જ ઉપયોગી. દા.ત. ગુજરાતી બ્લૉગ્સ, ૪) છેલ્લે ‘Save’નું બટન દબાવવાનું ભૂલતા નહીં.

તેવી જ રીતે લેખક રાઘવજી માધડ તમારા મનપસંદ લેખક છે તો તેમની વાર્તાઓ ગૂગલ પર શોધીને તે બધી વાર્તાઓને ‘રાઘવજી માધડ’ કે ‘raghavajimadhad’ ટેગ આપી સેવ કરો. આટલું કરશો એટલે આપના મનપસંદ લેખોની યાદી તૈયાર થશે. આ જુઓ…

ડિલિશિયસ યાદી

યાદી જોવા માટે ડિલિશિયસની સાઈટ પર જઈને પ્રોફાઈલ પર ક્લિક કરી, માય લિન્ક્સ પર ક્લિક કરો. અથવા ડિલિશિયસ પાછળ તમારું યુઝરનેમ લખો દા.ત. http://www.delicious.com/funngyan આ લિન્ક બધા સાથે શેર કરી શકાય. ચોક્ક્સ લેખ શેર કરવા માટે દા.ત. રાઘવજી માધડના લેખ શેર કરવા માટે http://delicious.com/funngyan/raghavjimadhad ટેગનો ઉપયોગ કરી શકાય.

આજે બસ આટલું જ આગળ ૧૭ જાન્યુઆરીએ

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME