પ્રિય મિત્રો,
સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, હેપ્પી ન્યુ યર!
આજે લાભ પાંચમ, વિક્રમ સંવત ૨૦૬૮ના નવા વર્ષના કામકાજનો પહેલો (વર્કિંગ) દિવસ. આજથી વેપાર/ધંધા/રોજગાર ધમધમતા થવાનો દિવસ. આજનો દિવસ કોઈ પણ કાર્ય શરુ કરવા માટે શુભ ગણાય છે અને મુહર્ત પૂછવાની જરૂર રહેતી નથી. આજના દિવસને સૌભાગ્ય પંચમી અથવા શ્રી પંચમી પણ કહેવાય છે. એટલું જ નહીં, આજનો દિવસ જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખાય છે. આમ, આજનો દિવસ લક્ષ્મી અને સરસ્વતી બંને દેવીઓનો છે. વેપાર અને વિદ્યા બંને માટે મહત્વનો દિવસ છે.
ગયા પખવાડીયે સર્ફગુજરાતી.કોમ માટે ટૂંકું અને ટચી ગુજરાતી નામ સૂચવવા માટે વિનંતી કરી હતી જેના માટે ઘણાં બધાં સૂચનો આવ્યા છે જેમાંથી એક મિત્રે ઈમેઈલ દ્વારા સૂચવેલું નામ વાહ પસંદ પડ્યું છે. ટૂકું પણ છે (અંગ્રેજીમાં ફક્ત ચાર અક્ષર vaah) તેમજ IN અને ME ડોમેઈન પર ઉપલબ્ધ પણ છે!
સર્ફગુજરાતી.કોમનું પ્રોગ્રામિંગ કાર્ય પુરજોશમાં ચાલુ છે, દિવાળીની રજાઓ જતી કર્યા છતાં ડેડલાઈન સાચવી શકાઈ નથી. નવી ડેડલાઈન નક્કી કર્યા વગર ટૂંક સમયમાં રજુ કરી શકાય તે માટેની તડામાર તૈયારી ચાલુ છે…
Aaje labhapaachamanaa divase aapane aapanu surf gujarati.comnu kam vina vighn sarsvati devi poorn
karavaani asim takat arpe ane jorshorthi ane zadapathi aagal vadhe tevi apekshaa sah ishvarane
abhyarthanaa.
જે મિત્રએ નામ સૂચવ્યું તેનું નામ જણાવવા વિનંતી
શ્રી વિનયભાઈ,
સર્ફગુજરતી.કોમ નું બાકી રહેલ કામ સત્વરે પરિપૂર્ણ થઇ જાઈ તેવી શુભેચ્છાઓ સાથે નૂતનવર્ષાભિનંદન !
મેં ફેસબુક ઉપર શેર કરેલ છે. આભાર…
Dear,
You are performing an execellent theme. Congrats!!
વાહ
જટ શરૂં થાય તેવી શુભકામના.
વાહ!
આપની આ અદભુત સેવા બદલ સહુ ગુજરાતી ગર્વ લેશે. શુભેચ્છા. અને આવી ઉમદા સેવા બદલ હાર્દિક અભિનંદન. અને
આપની ‘કોપી-પેસ્ટ’ ની ચળવળને પણ આપ પ્રજ્વલિત રાખશો.
Deat vinay bhai,
i think LOKGUJ.COM & IN & ORG ETC. its better.
because we are gujarati people. so its suitable title
[...] પંચમી પણ કહેવાય છે. એટલું જ નહીં, આજનો [...] [...]
વિનયભાઇ તમને એક સુચન પહોચતું કરૂ છું.
વાત સર્ફ ગુજરાતી માટેની છે. હાલ 950 જેટલા ગુજ.બ્લોગ છે. દરેક બ્લોગર તમના લેખનું ટાઇટલ અને તે ટાઇટલની લિંક મૂકે તે પરથી તેના બ્લોગમાં જઇ શકાય. વિકિપીડિયાની જેમ દરેક લેખ વિભાગ પ્રમાણે તેમજ ક્કાવારી પ્રમાણે ગોઠવાતાં જાય. વાચકને વાચનનો રસથાળ મળી જાય. દરેક બ્લોગ લેખકને લેખકનું એડમીન આપવામા આવે. ત્યાં કેટેગરી પ્રમાણે તેમના લેખની લિંક મૂકે.