પ્રિય મિત્રો,
આ પહેલાની પોસ્ટમાં આપણે જોયું કે કયા કયા પ્રશ્નોના જવાબ રૂપે સર્ફગુજરાતીનું સર્જન થઈ રહ્યું છે. જો એ બધા પ્રશ્નોનો મોટાભાગે ઉકેલ સર્ફગુજરાતી દ્વારા આવી જતો હોય તો તેનું નામ શું હોવું જોઈએ? સર્ફગુજરાતી નામ તો રહેશે જ ઉપરાંત બીજું એક ટંકું નામ સૂચવો (જે અવેલેબલ હોય!).
ગૂગલની જેમ ગુજરાતી સાહિત્ય સારી રીતે શોધી શકાશે એ જાણી એક મિત્રએ ‘gujgal’ સૂચવ્યું છે જે ગુજરાતી અને ગૂગલમાંથી બન્યું છે.
આપને પણ ફોઈ બનવાનો મોકો છે, સરસ મજાનું ટૂંકું અને ગુજરાતી નામ સૂચવો, શક્ય હોય તો અંગ્રેજી ચાર અક્ષરનું.
આપણી પાસે ૧૫ દિવસ જેવો સમય છે, વિચારીને જવાબ આપજો.