પ્રિય મિત્રો,

આ પહેલાની પોસ્ટમાં આપણે ક્યાંનું શું વખણાય? મથાળા હેઠળ પુણેની પાંચ સુપ્રસિદ્ધ વાનગીઓ વિશે જાણ્યું. આજે માણીએ પુણેરી મિસળ.

મિસળ પાવ એટલે કે મહારાષ્ટ્રની લગભગ દરેક જગ્યાએ મળતી અને નામ સાંભળીને મોઢામાં પાણી લાવી દેતી તીખી તમતમતી અને સ્વાદિષ્ટ વાનગી છે. ફણગાવેલા કઠોળ વડે બનેલા તીખા રસા (ગ્રેવી)માં પૌંઆ અને ફરસાણ ઉમેરી બનતી આ વાનગી પાઉં (બ્રેડ) સાથે પીરસાય છે અને એક વખત ખાનાર વ્યક્તિ બીજી વખત ખાવા અચૂક આવે છે…

આમ તો પુણેમાં લગભગ દરેક જગ્યાએ મિસળ મળતી હોય છે પણ સુપ્રસિદ્ધ મિસળવાળાઓની વાત જ અનેરી છે.

૧) શ્રી ઉપહાર ગૃહ

સરનામું = શનિપાર બસ સ્ટોપ પાસે, ઑફ લક્ષ્મી રોડ, પુણે

વિશેષતા = સ્વાદ. મારા મતે નં ૧ પુણેરી મિસળ, મધ્યમ તીખી.

૨) રામનાથ

સરનામું = સાહિત્ય પરિષદ પાસે, ટિળક રોડ, પુણે

વિશેષતા = તીખી (કોલ્હાપુરી) મિસળ.

૩) બેડેકર

સરનામું = ૪૧૮, મુંજોબાચા બોળ, નારાયણ પેઠ, ઑફ લક્ષ્મી રોડ, પુણે

વિશેષતા = મધ્યમ (તીખી), સ્વાદ.

૪) કટા કીર…

સરનામું = ગરવારે કૉલેજ સામે, કર્વે રોડ, પુણે

વિશેષતા = અસ્સ્લ કોલ્હાપુરી સ્વાદ (તીખી)

૫) શ્રીકૃષ્ણ

સરનામું = તુલસીબાગ લેન, પુણે

વિશેષતા = સ્વાદ

ટિપ = છાસની વ્યવસ્થા બધી જ જગ્યાએ છે અને તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. (તીખાશ માટે)!

પુણેરી મિસળની રેસિપી ફરી કોઈ વાર…!

  7 Responses to “ક્યાંનું શું વખણાય? પુણેની મિસળ”

  1. પ્રિય શ્રીવિનયભાઈ,

    મોંઢામાં પાણી આવે અને રેસિપી વગર લેખ અધુરો લાગે..!! આમતે કાંઈ ચાલે?

  2. પુનાની મિસળ યાત્રાએ તમે અમને લઈ જજો. અમે નાસિકની મુખ્ય બજારમાં ત્યાનું ફેમસ મિસળ ખાધું હતું. તીખું એવું કે આંખમાં પાણી આવે!અહીં મુંબઈમાં પ્રકાશ (શિવસેના ભવનની બાજુમાં, દાદર)નું દહીં મિસળ સ્કૂલના દિવસોથી ખાતા આવ્યા છીએ અને હજુ પણ મન થાય ત્યારે ખાસ જઈએ છીએ.

  3. કૉલેજ અને બીજે બધે બરાબર પણ સાહિત્ય પરિષદ પાસે ? લેખકો અને કવિઓ તો લખી વાંચીને ધરાઇ ગયા ન હોય ????
    લતા

  4. વિનયભાઈ,
    આભાર. આ માહિતી ક્યારેક તો કામ લાગશે જ!

  5. This is really cool dish. i have made this dish and all my family members like this dish.

  6. [...] (ગ્રેવી)માં પૌંઆ અને ફરસાણ ઉમેરી બનતી [...] [...]

  7. થાણા માં મામલેદાર કચેરી પાસે નું મિસળ પણ બહુ જ પ્રખ્યાત છે.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME