Jul 262011
 

પ્રિય મિત્રો,

આ પહેલાની પોસ્ટમાં આપણે ક્યાંનું શું વખણાય? મથાળા હેઠળ પુણેની પાંચ સુપ્રસિદ્ધ વાનગીઓ વિશે જાણ્યું. આજે માણીએ પુણેરી મિસળ.

મિસળ પાવ એટલે કે મહારાષ્ટ્રની લગભગ દરેક જગ્યાએ મળતી અને નામ સાંભળીને મોઢામાં પાણી લાવી દેતી તીખી તમતમતી અને સ્વાદિષ્ટ વાનગી છે. ફણગાવેલા કઠોળ વડે બનેલા તીખા રસા (ગ્રેવી)માં પૌંઆ અને ફરસાણ ઉમેરી બનતી આ વાનગી પાઉં (બ્રેડ) સાથે પીરસાય છે અને એક વખત ખાનાર વ્યક્તિ બીજી વખત ખાવા અચૂક આવે છે…

આમ તો પુણેમાં લગભગ દરેક જગ્યાએ મિસળ મળતી હોય છે પણ સુપ્રસિદ્ધ મિસળવાળાઓની વાત જ અનેરી છે.

૧) શ્રી ઉપહાર ગૃહ

સરનામું = શનિપાર બસ સ્ટોપ પાસે, ઑફ લક્ષ્મી રોડ, પુણે

વિશેષતા = સ્વાદ. મારા મતે નં ૧ પુણેરી મિસળ, મધ્યમ તીખી.

૨) રામનાથ

સરનામું = સાહિત્ય પરિષદ પાસે, ટિળક રોડ, પુણે

વિશેષતા = તીખી (કોલ્હાપુરી) મિસળ. Continue reading »

Jul 192011
 

પ્રિય મિત્રો,

તાજેતરમાં દિવ્ય ભાસ્કર પર એક લેખ પ્રસિદ્ધ થયો છે અને તેના પર અધધ કહી શકાય એટલા પ્રતિભાવ મળ્યા છે. અન્ય બ્લૉગ/વેબસાઈટ પરથી લખાણ લઈને (સૌજન્ય સાથે/વગર) પોતાનો બ્લૉગ સમૃદ્ધ કરતા કેટલાય પરોપજીવી બ્લૉગ પર પણ આ લેખ કૉપી-પેસ્ટ થયો છે. આ લેખની બીજી મજાની વાત એ છે કે વાચકો તરફથી કૉમેન્ટમાં મળતી પુરક માહિતી ઉમેરીને લેખને સતત અપડેટ કરવામાં આવી રહ્યો છે!

જાણો, ગુજરાતના ક્યા ક્યા શહેરની કઇ કઇ વસ્તુ વખણાય છે? – દિવ્ય ભાસ્કર

દિવ્ય ભાસ્કરના આ લેખની લિન્ક અહીં મૂકવાના બે ખાસ કારણો છે. પહેલું કારણ દેખીતું છે કે ગુજરાતના કયા શહેરની કઈ વાનગી, કયો જોઈન્ટ વખણાય તેની અપટુડેટ યાદી આપની સાથે શેર કરવા માટે. અને બીજું, બ્લૉગને લોકપ્રિય કેવી રીતે બનાવશો? એ પ્રશ્નનો ઉત્તર આ લેખ અને તેને મળેલા પ્રતિભાવો જોઈને મળી જાય છે!

વર્ષો પહેલા એક ગુજરાતી ફિલ્મ જોઈ હતી જેમાં એક ગીત હતું, ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી. મને યાદ છે ત્યાં સુધી જાણીતા હાસ્ય અભિનેતા રમેશ મહેતા પર આ ગીત ફિલ્માવવામાં આવ્યું હતું અને ગીતમાં ગુજરાતની જાણીતી વાનગીઓના નામ હતા. લો તમે પણ સાંભળો આ ગીત, વિનોદ રાઠોડના સ્વરમાં રણકાર.કોમ પર! Continue reading »

Jul 142011
 

પ્રિય મિત્રો,

આજે એક સાથે ત્રણ ટોપિક રજુ કરું છું:

૧) વર્ડપ્રેસ તરફથી વધુ એક નવો થીમ – Matala

છાપાળવી ભાષામાં કહીએ તો,  વર્ડપ્રેસ તરફથી જાહેર કરાયેલા એક થીમની જાહેરાતની શાહી સૂકાઈ નથી ત્યાં બીજા એક નવા થીમની જાહેરાત કરવામાં આવી છે!

આ પહેલા રજુ થયેલા થીમ Château કરતાં એકદમ અલગ ડિઝાઈનનો આ નવો થીમ ચળકતા રંગો અને રમતિયાળ દેખાવ ધરાવે છે. આ થીમની મૂળ ડિઝાઈન Nicolò Volpato એ કરી હતી.

આ થીમમાં ત્રણ જગ્યાએ (જમણી બાજુએ સાઈડબારમાં અને લખાણની નીચે) વિજેટ મૂકવાની સગવડ છે. એકાદ ચિત્ર હોય તેવા લેખને સાઈડબાર વગર (એટલે કે આખા પાના પર )દેખાડી શકાય એવી સુવિધા ધરાવે છે. ઉપરાંત  aside, status, quote, video, image અને gallery એમ છ અલગ અલગ રીતે પોસ્ટ દર્શાવવા માટેના વિકલ્પો ધરાવે છે.

થીમ વિશે અહીં વધુ લખવા કરતાં તમે આ થીમ બ્લૉગ બુકલેટ પર જાતે જોઈ શકો છો: Continue reading »

Jul 092011
 

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી એક મસ્ત મજાના સરળ, સ્વચ્છ અને સુંદર અક્ષરોવાળા નવા થીમ Châteauની ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે.

સરળ, સ્વચ્છ, સુઘડ લખાણ અને જીણવટ ભરી ડિઝાઈનવાળું આ થીમ ઈગ્નેશિયો રીકીએ બનાવ્યું છે. વાચકનું ધ્યાન ફક્ત લખાણ પર જાય એવા આ થીમમાં થીમનો મુખ્ય રંગ (અહીં ઈંટ જેવો લાલ રંગ લીધો છે), લાઈટ (સફેદ) અને ડાર્ક (કાળી) એમ બે કલર સ્કિમ, ડાબે અથવા જમણે અથવા વિના સાઈડબાર એમ ત્રણ પ્રકારના લેઆઉટ, મનપસંદ શિર્ષક ચિત્ર (હેડર ઈમેજ), મનપસંદ બેકગ્રાઉન્ડ, છ જગ્યાએ વિજેટ મૂકવાની સગવડ અને ત્રણ પ્રકારની (Aside, Gallery અને Image) પોસ્ટ મૂકવાની સગવડ* સાથેનું આ થીમ બ્લૉગ બુકલેટ પર આવું દેખાય છે: Continue reading »

Jul 072011
 

પ્રિય મિત્રો,

ગયા પખવાડિયે આપણે તીન બત્તી ચાર રસ્તા એટલે કે ટ્રાફિક સિગ્નલ વિશે અવલોકન કર્યું. કૉમેન્ટ બોક્ષમાં ચિરાગભાઈ ઠક્કરે લંડનના બાળકો અને કિશોરોને સિગ્નલની સમજ કેવી રીતે આપવામાં આવે છે તે જણાવ્યું:

Red = Stop
Yellow = Slow Down
Green = Look & Go

આ વાત વાંચતાં જ મને લાગ્યું કે બરાબર છે. આમ જ હોવું જોઈએ. ગયા વખતના અવલોકનમાં આપણે જોયું કે લોકો પીળી બત્તી જોઈને ગાડીને ધીમી પાડવાને બદલે વધુ ઝડપથી દોડાવે છે અને તેથી જ લીલી બત્તીવાળાઓને જોઈને ચાલવું પડે.

બીજું, અહીં પુણેમાં જોયું કે મોટાભાગનાં વાહન ચાલકો સિગ્નલ સિસ્ટમ પ્રમાણે ચાલે છે પણ અમુક લોકો એક તરફનું સિગ્નલ લાલ થઈ ગયું હોય અને બીજી તરફનું સિગ્નલ હજી લીલું થવાનું હોય તેની વચ્ચેના સમય દરમ્યાન (‘રેસ્ટ’ પિરિયડમાં) પોતાનું વાહન સિગ્નલ તોડીને ચલાવી લેતા હોય છે. ટૂંકમાં કેટલાક ‘રેસ્ટલેસ’ લોકો ‘રેસ્ટ પિરિયડ’નો ફાયદો લઈને એ સમયમાં સિગ્નલ તોડી પોતાનો સમય બચાવી લેતા હોય છે… અને એટલે જ, લીલી બત્તી થયા પછી પણ ડાબે જમણે જોઈને પછી જ વાહન હંકારવામાં સલામતી રહેલી છે!

Powered By Indic IME