Jun 062011
 

પ્રિય મિત્રો,

ગયા સોમવારે સામાન્ય જ્ઞાનના બે સવાલ કર્યા હતા. આ રહ્યા તેના જવાબ:

પહેલા પ્રશ્નનો જવાબ = પિતાનું તખલ્લુસ (પેનનેમ)

અમિતાભના નામ સાથે જોડાયેલો શબ્દ  ’બચ્ચન’ તેમના પિતાજીનું તખલ્લુસ (પેનનેમ) છે જેનો અર્થ થાય છે ‘બાળક જેવા’. બચ્ચન પરિવારની અટક છે શ્રીવાસ્તવ. અમિતાભને જ્યારે શાળામાં દાખલ કરવાના હતા ત્યારે એમના પિતાજી હરિવંશરાયે અમિતાભના નામની પાછળ અટક (શ્રીવાસ્તવ) ન લખાવતાં પોતાનું તખલ્લુસ (બચ્ચન) લખાવ્યું હતું. આમ કરવાનું કારણ એ હતું કે હરિવંશરાયજી જ્ઞાત/જાતમાં માનતા નહોતા. અટલ વાંચીને લોકો તરત જ્ઞાતી ઓળખી જતા હોય છે. આવું ન થાય તે માટે તેમણે અમિતાભ હરિવંશરાય શ્રીવાસ્તવ લખાવવાને બદલે અમિતાભ હરિવંશરાય બચ્ચન લખાવ્યું. અમિતાભ શ્રીવાસ્તવ કુટુંબની પહેલી વ્યક્તિ છે જે બચ્ચન તરીકે ઓળખાય છે.

આ વાત અમિતાભ બચ્ચન સાહેબે કૌન બનેગા કરોડપતિ સિઝન ૪માં કરી હતી, તેમના સ્વમુખે સાંભળવા માટે અહીં ક્લિક કરો. Continue reading »

Jun 032011
 

પ્રિય મિત્રો,

સહર્ષ જણાવવાનું કે આ મારી ૪૦૦મી પોસ્ટ છે. ચાલો, આજે થોડી ‘આંકડાબાજી’ કરીએ..

બ્લોગ શરૂ થયો = ૧૭ માર્ચ, ૨૦૦૭

આજ સુધીની ક્લિક્સ = ૨,૫૦,૦૦૦+

આજ સુધીની પોસ્ટ = ૪૦૦

આજ સુધી કૉમેન્ટ્સ = ૩૩૦૦+

એલિઝા રેન્ક (સમગ્ર વિશ્વમાં) = ૨,૭૦,૦૦૦

એલિઝા રેન્ક (ભારતમાં) = ૧૬,૫૫૭

http://www.alexa.com/siteinfo/funngyan.com

Continue reading »

Jun 012011
 

પ્રિય મિત્રો,

‘સમાજમાં રાંધીને ખાવાવાળા હોય છે તેમજ માગીને ખાવાવાળા પણ હોય છે, ડિટ્ટો બ્લોગ જગત. ‘ એક વખત એક બ્લોગ પર કૉપી-પેસ્ટ બાબત દલીલ કરતાં આ ઉપમા વાપરી તો બ્લોગરને બહુ માઠું લાગી ગયું: ‘વિનયભાઈએ અમને માગીને ખાવાવાળા કહ્યા!’

મને મારી ભૂલ સમજાણી, રવાની વાનગીના શોખીનો આગળ ‘ઉપમા’ની વાત ન કરાય. ;) એટલે મેં પછી રવાની ઉપમા બનાવવાને બદલે શીરો કર્યો ત્યારે તેમને મારી વાત ગળે ઊતરી. મેં કહ્યું: ઘરે આવેલા મહેમાનને યજમાન ઘરનું રાંધેલું ખવડાવી શકે છે તેવી જ રીતે બહારથી ખાવાનું લાવીને જમાડી શકે છે (તેનો વાંધો હોઈ જ ન શકે). વાંધો ત્યારે આવે જ્યારે યજમાન બહારથી લઈ આવેલું ભોજન ઘરે બનાવ્યું છે એવા આગ્રહ સાથે જમાડે.

આ જ બદમાશી કૉપીકેટ બ્લોગરો પોતાના વાચકો સાથે કરે છે. કોઈકના બ્લોગ/વેબસાઈટ પરથી લખાણ તફડાવી પોતાના બ્લોગ એવી રીતે મુકે જાણે પોતાનું જ લખાણ છે! પોતાના વાચકોની આંખમાં ધૂળ નાખીને પોતાને સર્જક તરીકે ઓળખાવતા આ કૉપીકેટરો પોતાની લખવાની આવડતને કેળવવાને બદલે ગમે તે ભોગે પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં નકલને રવાડે ચડીને પોતાની જાતને ચોર સાબિત કરવા લાગી જતા હોય છે. Continue reading »

Powered By Indic IME