પ્રિય મિત્રો,

થોડા સમય પહેલા ઈન્ટરનેટ પર એક ટૂચકો ફરતો હતો, ફેસબુક વડે પૈસા કમાઓ! જેમાં ફેસબુકનું તમારું આઈડી ડિલિટ કરવાની રીત દર્શાવવામાં આવી હતી અને અંતે કામે લાગી જવાનું કહેવામાં આવ્યું હતું! ;)

સાચી વાત છે, ફેસબુકમાંથી નવરો થશે ત્યારે કામે લાગશે અને કામે લાગશે તો પૈસા આપોઆપ આવશે!

મૂળ વાત પર આવીએ તો શું કોઈ પણ સાઈટથી પીછો છોડાવવો સહેલો છે? ના, મોટાભાગની સાઈટ તમારું આઈડી ડિલિટ કરતી નથી પણ સસપેન્ડ કરી નાખે છે અને થોડા સમય પછી ફરી શરુ કરી દેતી હોય છે. ક્યારે તેઓ શરૂ કરી દેશે તે નાના ફોન્ટમાં ક્યાંક લખેલું હોય છે જે આપણને નં વંચાય કે આપણે તે ન વાંચીએ તેમાં જ આવી સાઈટની ભલાઈ રહેલી હોય છે!

તો આવી સાઈટથી પીછો કેવી રીતે છોડાવશો?

જવાબ છે અકાઉન્ટ કિલર.કોમ!

આ સાઈટ પર જાણીતી સાઈટ પરથી તમારું અકાઉન્ટ સંપૂર્ણ પણે કેવી રીતે દૂર કરવાનું તે માટેની વિધિ આપેલી છે. બહુ જ સરળ છે. અને, હા. તે માટે તમારે અકાઉન્ટકિલર.કોમ પર લોગઈન થવાની કે જે અકાઉન્ટથી પીછો છોડાવનો છે તેનો પાસવર્ડ આપવાની જરૂર પડતી નથી!

  8 Responses to “જાણીતી નેટવર્ક સાઈટથી પીછો કેવી રીતે છોડાવશો?”

  1. સરસ માહિતી. પીછો છોડાવવાની પણ સાઈટ છે તેની આજે ખબર પડી. :-)

  2. ઉપયોગી અને સરસ માહિતી…

  3. આ સાવ નવું જાણ્યું, આભાર.
    (આપે આપેલી સાઇટ ખુલતી નથી, ’The site could be temporarily unavailable or too busy. Try again in a few
    moments.’ એવું જ બતાવે છે. આ સમસ્યા માટે કોઇ સલાહ ?)

  4. આ તો બહુ કામની વાત.. હું યે ફેસબુકથી થાકી ગઇ છું. મારે હવે ત્યાંથી ડિલિટ થવું છે !!

    લતા

  5. આભાર, આવીજ માહિતી આપતા રહેશો.

  6. Excellent and useful information. Thanks for sharing this.

    How to get rid of some nonsence sites sending invitations repeatedly?

  7. WordPress is also shown as blacklisted here.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME