પ્રિય મિત્રો,
વર્ડપ્રેસ બ્લોગ સુવિધા અંગે અહીં અવારનવાર લખતો રહું છું. ક્યારેક વાચકો પણ મને અવનવી સુવિધા વિશે પૂછપરછ કરતા હોય છે.
આજે આપણે જોઈશું કે વર્ડપ્રેસ બ્લોગનો બેકઅપ કેવી રીતે લેશો?
આમ તો વર્ડપ્રેસ બહુ જ ભરોસાપાત્ર સુવિધા છે અને તેઓ નિયમિત રીતે આપણા બ્લોગનો બેકઅપ લેતા જ હોય છે* તેમ છતાં આપણા બ્લોગની સલામતી માટે બ્લોગનો નિયમિત બેકઅપ લેવો જરૂરી છે.
સૌપ્રથમ વર્ડપ્રેસમાં લોગઈન થઈને તમારા બ્લૉગની કંટ્રોલ પેનલમાં ડાબી બાજુએ જુઓ. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે Tools (૧) પર ક્લિક કરો, એક સબમેનુ ખુલશે જેમાં Export (૨) પર ક્લિક કરો.

Export માટેનું પાનું ખુલશે જેમાં ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે Export (૩) પર ક્લિક કરો.

હવે, બીજું એક Exportનું પાનું ખુલશે.

જેમાં કયા મહિના (૪)થી કયા મહિના(૫) સુધીનો બેકઅપ લેવો છે. કયા કયા લેખકોનો (૬) બેકઅપ લેવો છે. કયા કયા વિભાગનો (૭) બેકઅપ લેવો છે. વગેરે વિકલ્પ હશે. જોઈતા વિકલ્પ પસંદ કરી અથવા ‘ડિફોલ્ટ’ વિકલ્પ (ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે, બધા વિકલ્પમાં All) સિલેક્ટ કરી Download Export Fileનું બટન (૧૦) દબાવો. એક XML ફાઈલ ડાઉનલોડ થશે તેને સીડી કે ડિવિડી પર સંગ્રહ કરી સાચવી રાખો. હાર્ડડિસ્ક પર બેકઅપ ફાઈલ રાખવી બહુ સલામત નથી, કારણ કે હાર્ડડિસ્ક પોતે પણ ક્યારેક ફેઈલ થઈ શકે છે અથવા વાયરસનો શિકાર બની શકે છે.
ટિપ: તમારા બ્લોગ પર બહુ બધી પોસ્ટ હોય તો આખા બ્લૉગના બેકઅપની એક ફાઈલ (જે મોટી થશે) બનાવવાને બદલે ત્રણ-ત્રણ મહિનાનો બેકઅપ લેવો લેવો હિતાવહ છે.
*નોંધ: જેમનો બ્લૉગ વર્ડપ્રેસ પર હોસ્ટેડ છે તેમની વાત છે, જેમનો બ્લૉગ સેલ્ફ હોસ્ટેડ છે તેમણે તેમના બ્લોગનો નિયમિત બેકઅપ લેવો બહુ જ જરૂરી છે.
આભાર !!
સરસ જાણકારી આપી વિનયભાઈ….
આભાર.
બહુ સારી માહિતી આપી.
SARAS MAHITI CHHE..
ઉપયોગી માહિતિ – આભાર.
આભાર.
બહુ જ સરસ માહિતી આપી વિનયભાઇ … આભાર
સરસ, ઉપયોગી માહિતી આપવા બદલ હૃદયથી આભાર.
Thank you …Thank you …… Thankyou very much. I was sure….. you’ll surely reply and help.
aabhaar
aa bahu jaruri chhe. thank you.
હંમેશની જેમ સરસ ઉપ્ય્તોગી જાણકારી આપવા બદલ ધન્યવાદ !
Very useful information. Thanks.
Saras Upyogi Mahiti Muki Chhe
Dhanyavad
કશુંક નવું યુઝફુલ જાણવા અને શિખવા પણ મળ્યું આભાર.
નમસ્કાર વિનયભાઇ
તમારા બ્લોગ પર અચાનક ભૂલો પડો પણ મને લાગ્યુકે આવી ભૂલ ધણા સમય પહેલા કેમ ન થઇ સરસ માહિતી જ્ઞાન સભર આપના લેખો ખૂબજ ઉપયોગી છે.