Jun 302011
 

પ્રિય મિત્રો,

થોડી વ્યસ્તતાને કારણે આજે આપણે લેખને બદલે એક રમૂજી ચિત્ર માણીશું, કહેવાય છે ને કે એક ચિત્ર હજાર શબ્દોની ગરજ સારે છે.

આ ચિત્ર મસ્કત એરપોર્ટનું છે. ત્યાં આપમેળે ઉપર લઈ જતાં પગથિયાં (એસ્કેલેટર) પર એક એરલાઈન્સની જાહેરાત મૂકવામાં આવી છે. જાહેરાત જેવી રીતે મૂકવામાં આવી છે તે જોઇને એરલાઈન્સ કંપનીનું ભવિષ્ય સાફ દેખાય છે. ભવિષ્યમાં આ જાહેરખબર મૂકનાર એજન્સીની સેવા લેનાર કંપનીનું ‘ટેકઑફ્ફ’ પહેલા જ ‘લેન્ડીંગ’ એટલે કે ધબ્બાય નમઃ થવું સ્વાભાવિક છે. તમારું શું માનવું છે?

સ્ત્રોત અને સૌજન્યઃ ફ્લાઈટ.ઓર્ગ

Jun 282011
 

પ્રિય મિત્રો,

થોડા સમય પહેલા ઈન્ટરનેટ પર એક ટૂચકો ફરતો હતો, ફેસબુક વડે પૈસા કમાઓ! જેમાં ફેસબુકનું તમારું આઈડી ડિલિટ કરવાની રીત દર્શાવવામાં આવી હતી અને અંતે કામે લાગી જવાનું કહેવામાં આવ્યું હતું! ;)

સાચી વાત છે, ફેસબુકમાંથી નવરો થશે ત્યારે કામે લાગશે અને કામે લાગશે તો પૈસા આપોઆપ આવશે!

મૂળ વાત પર આવીએ તો શું કોઈ પણ સાઈટથી પીછો છોડાવવો સહેલો છે? ના, મોટાભાગની સાઈટ તમારું આઈડી ડિલિટ કરતી નથી પણ સસપેન્ડ કરી નાખે છે અને થોડા સમય પછી ફરી શરુ કરી દેતી હોય છે. ક્યારે તેઓ શરૂ કરી દેશે તે નાના ફોન્ટમાં ક્યાંક લખેલું હોય છે જે આપણને નં વંચાય કે આપણે તે ન વાંચીએ તેમાં જ આવી સાઈટની ભલાઈ રહેલી હોય છે!

તો આવી સાઈટથી પીછો કેવી રીતે છોડાવશો?

જવાબ છે અકાઉન્ટ કિલર.કોમ!

આ સાઈટ પર જાણીતી સાઈટ પરથી તમારું અકાઉન્ટ સંપૂર્ણ પણે કેવી રીતે દૂર કરવાનું તે માટેની વિધિ આપેલી છે. બહુ જ સરળ છે. અને, હા. તે માટે તમારે અકાઉન્ટકિલર.કોમ પર લોગઈન થવાની કે જે અકાઉન્ટથી પીછો છોડાવનો છે તેનો પાસવર્ડ આપવાની જરૂર પડતી નથી!

Jun 232011
 

પ્રિય મિત્રો,

તાજેતરમાં બે-ત્રણ મિત્રો તરફથી એવી એક ઈમેઈલ આવી હતી જેમાં ફક્ત એક લિન્ક હતી, જેના પર ક્લિક કરતાં કોઈ ભળતી જ સાઈટ પર લઈ જતી હતી. એ ઈમેલમાં આઠ-દસ બીજા આઈડી પણ હતા જેમને આ મેઈલ મોકલવામાં આવી હતી. ઈમેઈલ જોઈને ખ્યાલ આવી જ ગયો હતો કે આ મેઈલ મિત્ર તરફથી મને મોકલવામાં આવી નહોતી.

તમારા નામે અને તમારા આઈડી વડે તમારા મિત્રોને તમારી જાણ બહાર ઈમેઈલ્સ કોણ મોકલી શકે?

૧) તમારા કોમ્પ્યુટરમાં કોઈ વાયરસ (મેલવેર) હોય જે આ કામ કરી રહ્યો હોય.

૨) ભૂતકાળમાં કોઈ સાઈટ પર ફ્રેન્ડ ફાઈન્ડર સેવાનો ઉપયોગ કર્યો હોય.

આમ તો આપણે બધા જ હોશિયાર છીએ અને વણજોઈતી ઈમેઈલ્સ (સ્પામ) અને પાસવર્ડ બાબતની સલામતી વિશે જાણીએ છીએ તેમ છતાં કોઈ સાઈટ ફ્રેન્ડ ફાઈન્ડર સેવા વાપરવા માટે કહે તો આપણે ઉમળકાભેર તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ.

ફ્રેન્ડ ફાઈન્ડર એક એવી સેવા છે જે આપણી પાસેથી આપણો પાસવર્ડ* લઈને આપણી ઈમેઈલના ખાતામાં મિત્રોના ઈમેઈલ એડ્રેસ હોય તે જાણી લઈને કેટલા મિત્રો સાઈટ સાથે જોડાયેલા છે તે આપણને જણાવે અને બાકીના મિત્રોને સાઈટમાં જોડાવાનું આપણા વતી આમંત્રણ મોકલી આપે.

* જૂની ફ્રેન્ડ ફાઈન્ડર સેવા આપણી પાસેથી આપણા ઈમેઈલ અકાઉન્ટનો પાસવર્ડ માગતી હતી, આધુનિક ફ્રેન્ડ ફાઈન્ડર સેવા આપણે આપણા ઈમેઈલમાં લોગઈન થયેલા હોઈએ તો પાસવર્ડ પણ માગતી નથી! Continue reading »

Jun 212011
 

પ્રિય મિત્રો,

તીન બત્તી, ચાર રસ્તા વાળું શિર્ષક વાંચીને તમને ૧૯૫૩માં આવેલી ફિલ્મ યાદ આવી ગઈ હોય તો તમારી ધારણા સાચી છે, તેના પરથી જ આ પોસ્ટનું મથાળું બાંધ્યું છે.

તળ મુંબઈમાં મલબાર હિલ પર વાલકેશ્વર રોડ પર આવેલી એક જગ્યા હજી પણ તીન બત્તી તરીકે ઓળખાય છે અને ચાર રસ્તા તો દરેક જગ્યાએ જોવા મળશે. ગુજરાતમાં વળી ચાર રસ્તાને ‘ચોકડી’  કહેવામાં આવે છે!

તો આપણે વાત કરવાના છીએ ટ્રાફિક સિગ્નલની!

આપણે ભણતા હતા ત્યારે આપણે ટ્રાફિક સિગ્નલ વિશે શીખવાડવામાં આવ્યું હતું કે લીલી બત્તી એટલે રસ્તો ખુલ્લો છે (Go), પીળી બત્તી એટલે આજુબાજુ જુઓ (Look) ધીમે ચલાવો અને લાલ બત્તી એટલે થોભો (Stop). આ વાત આપણાં બધાના મગજમાં બરાબર બેઠેલી હશે.

આજકાલ ટ્રાફિક સિગ્નલ પર ઊભા ઊભા અવલોકન કરતાં એક નવી જ વાત જાણવા મળી! લાલ અને લીલી બત્તીનો અર્થ તો જાણે બરાબર પણ પીળી બત્તીનો અર્થ આજકાલ દોડધામની ધમાલવાળી જીંદગીમાં બદલાઈ ગયો છે. પીળી બત્તી જોઈને વાહનને ધીમા પાડવાને બદલે લોકોને (એમાં હું પણ આવી ગયો!) ઝડપ વધારતા જોયા છે. ટૂ વ્હિલર હોય કે ફોર વ્હિલર, ૪૦ની ઝડપે જતું વાહન પીળી લાઈટ જોઈને ૬૦ પર દોડતું જાય છે. સાયકલવાળા સુદ્ધાં પીળી બત્તી જોઈને વધુ જોરથી પેડલ મારતા જોવા મળે છે. કદાચ લાલ લાઈટ થઈ જશે અને આપણે રહી જશું અને અહીં થોભવું પડશે અને મોડા પડીશું વગેરે વિચારો સાથે આપણે ટ્રાફિક સિગ્નલનો મૂળ અર્થ બદલાવી દીધો છે અને જાતે જ આફતને આમંત્રણ આપતા હોઈએ એવું તમને નથી લાગતું?

Jun 182011
 

પ્રિય મિત્રો,

૨૦૦૭માં આવેલી ઈન્દ્રકુમારની સુપર ડુપર કૉમેડી હીટ ફિલ્મ ધમાલની સિક્વલ ડબલ ધમાલ ૨૪મી જુને આવી રહી છે.

આ ફિલ્મનું એક ગીત સાંભળીને તમને ૧૯૮૯માં આવેલી ફિલ્મ ત્રિદેવ યાદ આવી હશે. આ ફિલ્મના બહુ જ ગાજેલા શબ્દો ઓયે ઓયે તમને હજી પણ યાદ હશે. ત્રિદેવના સંગીતકાર કલ્યાણજી-આણંદજી શાહને આ ગીત માટે ફિલ્મફેર એવોર્ડ માટે તે સમયે નોમિનેટ કરવામાં આવ્યા હતા અને બહુ જ પ્રસંશા પામ્યા હતા. ડબલ ધમાલમાં ઓયે ઓયેની ધૂન વાપરવા માટે ત્રિદેવ અને તેના સંગીતકારને ક્રેડિટ પણ આપવામાં આવી છે.

અહીં સુધી બધું બરાબર છે એમ લાગતું હોય તો થોભો.

ઓયે ઓયે શબ્દો અને તેની ધુનના ખરા સર્જન અને ક્રેડિટના હકદાર કલ્યાણજી-આણંદજી નથી એમ અસલી-નકલીની આ પોસ્ટ કહે છે! ઓયે ઓયે આ શબ્દો અને તેની ધુન ૧૯૮૭માં આવેલા એક વિદેશી આલ્બમ રીધમ ઈઝ ગોન્ના ગેટ યુમાંથી લેવામાં આવી હતી!

પોસ્ટમાં ઉલ્લેખ કરેલા ગીતોની વિડિયો ક્લિપ જોવા માટે અહીં ક્લિક કરો:

Powered By Indic IME