પ્રિય મિત્રો,

ગુજરાતી બ્લૉગ જગતમાં થતા પ્લેજરીઝમ વિશે આ પોસ્ટના લખનારે અવાર નવાર બ્લોગ પોસ્ટ કે ગ્રૂપ પોસ્ટ વડે ધ્યાન દોર્યું છે.

આજે વાત કરવાની અંગ્રેજી બ્લોગ જગતમાં ચાલતા પ્લેજરીઝમ વિશે. ઈન્ડિબ્લૉગર સાઈટ પર આજે એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં એક જાણીતા અંગ્રેજી બ્લૉગરે કરેલી તફડંચીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બ્લોગર જે લખાણ/વિચારોને પોતાના ગણાવીને બ્લોગ પર મૂક્યા છે તે તેના પોતાના વિચાર નથી. અન્યના વિચાર પોતાના નામે મૂકીને આ બ્લોગરે હરિફાઈમાં ભાગ પણ લીધો છે લોકોના મત મેળવ્યા છે અને ઈનામ પણ મેળવ્યા છે!

ઉઠાંતરી કરનારને ઈનામો મળે એ વાત આપણે ત્યાં બહુ સામાન્ય છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો એવા કેટલાય ઉદાહરણો મળી રહેશે. અહીં એક ઉદાહરણની વાત કરીશું. સૂરજ બડજાત્યાની એક ફિલ્મ આવી હતી, મૈને પ્યાર કિયા. જેના શિર્ષક ગીત માટે બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ રામ લક્ષમણને મળ્યો હતો અને બેસ્ટ ગીત (શબ્દો)નો એવોર્ડ દેવ કોહલીને. (અન્ય એવોર્ડ પણ મળ્યા હતા જેની વાત અત્રે અસ્થાને છે.) આ ગીતના શબ્દો અને તેનું સંગીત સ્ટિવ વંડરનું ગીત આઇ જસ્ટ કોલ્ડ ટુ સે આઇ લવ યુની બેઠ્ઠી ઉઠાંતરી હતી! (સૌ: અસલી-નકલી)

ગુજરાતી બ્લોગ જગતમાં થતી ઉઠાંતરી વિશે આ બ્લોગ પર અવાર-નવાર લખ્યું છે તેથી પુનરાવર્તન કરતો નથી. ઈન્ડિબ્લોગરના લેખ વિશે વાત કરીએ તો પોસ્ટમાં મૂળ લેખ અને તેની ઉઠાંતરી વાળો લેખ એમ લિન્ક આપીને નવ લેખની પોલ ખોલવામાં આવી છે. લેખને અંતે બ્લોગરને એક પોસ્ટ લખી તેના વાચકોની માફી માગવા કહ્યું છે. ઉઠાંતરી દ્વારા બનાવેલી દરેક પોસ્ટ પર કૉમેન્ટ લખીને મૂળ લેખકનું નામ/લિન્ક આપવા કહ્યું છે જેથી અન્ય કૉમેન્ટ લખનારાઓને જાણ થાય કે લેખક બ્લોગર પોતે નથી પણ કોઈ બીજો છે! ફેસબુક ફ્રેન્ડ અને ટ્વિટર ફોલોઅર્સને જાણ કરવાનું તેમજ બ્લોગ માટે મેળવેલા ઈનામો પાછા કરવા કહ્યું છે.

સંપૂર્ણ લેખ અને તેના પરની ટિપ્પણીઓ વાંચવા માટે અહીં ક્લિક કરો. આપનું મંતવ્ય અહીં અથવા ત્યાં ચોક્ક્સ જણાવો.

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME