May 302011
 

પ્રિય મિત્રો,

બ્લોગ પર વાચકો પાસેથી માહિતી મેળવીને એકઠી કરવી હોય તો શું કરશો?

બ્લોગ પર ઉખાણું પૂછી જવાબો મેળવવા હોય અને સાચો જવાબ નિશ્ચિત સમયે પ્રસિદ્ધ કરવો હોય તો શું કરશો?

ઉખાણું પૂછવા માટે કૉમેન્ટ બોક્ષનો ઉપયોગ કરીએ તો જેમની કૉમેન્ટ ઓટો મોડરેટ થતી હોય તેમના જવાબ મૂકાઈ જાય અને ઉખાણું ઉખાણું ન રહે. બધી જ કૉમેન્ટ મોડરેટ કરીએ તો કોમેન્ટ કરવાની મજા ચાલી જાય. કોઈ એક ચોક્ક્સ પોસ્ટની કૉમેન્ટ મોડરેટ થઈ શકે એવી સુવિધા મારા ધ્યાનમાં આવી નથી, તો કરવું શું?

જવાબ છે વર્ડપ્રેસ કોન્ટેક્ટ ફોર્મ!

કોન્ટેક્ટ ફોર્મ આમતો વાચકોની સંપર્ક સંબંધી માહિતી એકઠી કરવા માટે છે જેનો આપણે અલગ અલગ અરીતે ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ રૂપે આપણે વાચકોને સામાન્ય જ્ઞાનના બે પ્રશ્નો પૂછી જવાબ મેળવીએ. સાચો જવાબ આવતા સોમવારે રજુ કરીશું. Continue reading »

May 282011
 

પ્રિય મિત્રો,

જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટના લેખોમાં જેમ ગીધુકાકાનો ઉલ્લેખ આવે છે તેમ અમારે પણ એક ખીચીકાકા છે. ના, તેઓ કોઈ પણ રીતે ખીચી (-ના પાપડ) સાથે સંકડાયેલા નથી. તેમનું નામ ખીમજીભાઈ ચીમનલાલ છે એટલે ટૂંકમાં ખીચીકાકા તરીકે ઓળખાય છે. તેમની ઉંમર ૯૦ પ્લસ. વર્ષોથી મુંબઈમાં રહે છે. એકાઉન્ટન્ટ તરીકે સેવા આપી હાલ નિવૃત જીવન ગાળે છે. નવરાસના સમયમાં બ્લૉગ વાંચે છે. તેમના દિકરાઓએ મોટી સાઈઝના મોનિટરવાળું કોમ્પ્યુટર વસાવ્યું છે. ટેલી પ્રોમ્ટરમાં હોય એવા મોટા ફોન્ટમાં અક્ષરો વંચાય એવી સેટિંગ કરી રાખી છે.

કૉપી-પેસ્ટ વિશે ઉપરા ઉપરી બે પોસ્ટ કરી તો તેમનો મને ફોન આવ્યો. મને કહ્યું: ‘વિનય, એક પોસ્ટમાં તું નકલકારોને વાનર સાથે સરખાવે છે અને બીજી પોસ્ટમાં તેમને કૉપીકેટ એટલે કે બિલાડી નકલ કહે છે. પણ મને લાગે છે કે તારી આ બંને ઉપમાઓ ખોટી છે.’

‘મને પૂછીશ તો હું તેમને ઘેટાની ઉપમા આપીશ. એન્થની (અમિતાભ) અને ગજની (આમીર) એ બ્લોગ બનાવ્યો એટલે આપણે પણ બ્લોગ બનાવવો. બ્લોગ માટેની આવડત કે મહેનત કરવાની તૈયારી હોય કે ન હોય.’

‘અથવા તો તેમને રખડુ જાનવરની ઉપમા આપી શકાય. જ્યાં કંઈક સારું દેખાયું ત્યાં મોઢું નાખી દેવાનું. પોતાનું કરી લેવાનું. કોઈ વાંધો લે તો કહેવાનું કે ગમતાનો કરીએ ગુલાલ!’ Continue reading »

May 262011
 

પ્રિય મિત્રો,

ગઈકાલે આપણે વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ માટે અનુક્રમણિકા કેવી રીતે બનાવવી તે જાણ્યું. આજે આપણે સેલ્ફ હોસ્ટેડ બ્લોગ માટે અનુક્રમણિકાનું પાનું કેવી રીતે બનાવવું તે જાણીશું.

અનુક્રમણિકાનું પાનું બનાવવા માટે એક પ્લગઈન ઈન્સ્ટોલ કરવું પડશે.

નોંધ અને ચેતવણી:

  • પ્લગઈન ઈન્સ્ટોલ કરતાં પહેલા બ્લોગનો (ડેટા+સોફ્ટવેર) બેકઅપ લેવો બહુ જ જરૂરી છે.
  • પ્લગઈન ઈન્સ્ટોલ કરવા માટે સોફ્ટવેરની જાણકારી હોવી જરૂરી છે, જાણકારી ન હોય તો જાણકાર માણસની મદદ લેવી.
  • અજમાવ્યું અને ગમ્યું તેથી અહીં ટિપ્સ રૂપે રજુ કર્યું છે, અણધાર્યા પરિણામની જવાબદારી ઈન્સ્ટોલ કરનારની પોતાની રહેશે.

તો ચાલો, સૌ પ્રથમ આપણે અનુક્રમણિકા માટે અર્પિત શાહનું પ્લગઈન ઈન્સ્ટોલ કરી લઈએ. Continue reading »

May 252011
 

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ બ્લોગ સુવિધા અને તેની ખાસિયતો વિશે અહીં લખું છું ત્યારે વાચકો તરફથી પણ વિવિધ ફરમાઈશ આવતી હોય છે જેમાંથી આજે આપણે વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ માટે અનુક્રમણિકા કેમ બનાવવી એ વિશે જાણીશું.

અનુક્રમણિકા બનાવવી બહુ જ સરળ છેઃ

એક સરસ મજાની અનુક્રમણિકા તૈયાર.

અનુક્રમણિકા વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

સેલ્ફ હોસ્ટેડ બ્લોગ માટે અનુક્રમણિકા કેવી રીતે બનાવશો? આવતી કાલે!

May 232011
 

પ્રિય મિત્રો,

લખવું છે તેમના માટે વર્ડપ્રેસમાં એકએકથી ચડિયાતી સુવિધાઓ ઉમેરાતી રહે છે. તાજેતરમાં વર્ડપ્રેસ બ્લૉગ પર કેટલીક નવી સુવિધાઓની ‘વર્ડપ્રેસ હવે પહેલા કરતાં વધુ સુવિધાઓ, લખતા રહો‘ મથાળું બાંધીને જાહેરાત કરવામાં આવી છે. લખતી વખતે બે બાબતો બહુ જ અગત્યની હોય છે ૧) ફોકસ (ધ્યાન કેન્દ્રિત કરવું) અને ૨) ડિસ્ટ્રકશન (વિક્ષેપ/ખલેલથી બચવું) આ બે બાબતોને ધ્યાનમાં રાખીને વર્ડપ્રેસ તરફથી કેટલાક સુધારા-વધારા કરવામાં આવ્યા છે, તેનો આપણે અહીં ટૂંકમા પરિચય કરીએ.

૧) ફ્રેશ અને ફાસ્ટ ડેશબોર્ડ

ડેશબોર્ડમાં થોડા ફેરફારો કરવામાં આવ્યા છે જેથી સરળતાથી, વધારે સારી રીતે અને ઝડપથી સંચાલન થઈ શકે. મેનુબારમાં ‘New Post’ની જગ્યાએ હવે ‘Add New’ આવી ગયું છે. Continue reading »

Powered By Indic IME