પ્રિય મિત્રો,
ઘણા સમય પછી બ્લૉગ અપડૅટ કરવા બેઠો છું. સર્વ કુશળ મંગળ છે, સમયને અભાવે બ્લૉગ અપડેટ કરી શક્યો નથી.
હમણાં એક રસપ્રદ સમાચાર વાંચવા મળ્યા: જેનીફર લોપેજ પોતાના વિડિયોમાં ભપ્પી લહેરીની બનાવેલી ધૂન વાપરી (વાંચો, તફડાવી)! મેં કહ્યું, વાહ! આને કહેવાય સમાચાર!
લેખ વાંચતા જાણવા મળ્યું કે જેનીફર લોપેજનો વિડિયો ઑન ધ ફ્લોરમાં ભપ્પી લહેરીએ ૧૯૯૦માં ઘાયલ ફિલ્મ માટે એક ગીત સંગીતબદ્ધ કર્યું હતું જેના શબ્દો હતા, સોચના ક્યા જોભી હોગા દેખા જાયેગા. આ ગીતની ધૂન જેનીફર લોપેજના ગીતમાં વાપરવામાં આવી છે અને ભપ્પી લહેરીએ તેની ક્રેડિટ દર્શાવવાનો દાવો જેનીફર લોપેજ પર કર્યો છે.
બ્લોગ જગતની જેમ ઉઠાંતરી ફિલ્મ જગતમાં બહુ જ વ્પાપેલી છે. પરિક્ષિતના બ્લોગ અસલી-નકલી પર આ બાબતની પુરાવા સહિત માહિતી મૂકવામાં આવી છે. (હાલ બ્લોગ પર અપડેટ થતો નથી, છેલ્લી પોસ્ટ મુન્ની બદનામ વિશેની છે.)
ભપ્પી લહેરીની એક ફિલ્મ ટૂંક સમયમાં આવવાની છે તેથી તેના પ્રચારના ભાગ રૂપે આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે કે પછી ખરેખર વાતમાં વજુદ છે તે જાણવા માટે ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે ભપ્પી લહેરીની આ ધૂન સ્વરચિત નથી પણ ફ્રેન્ચ પોપ ગ્રુપ કાઓમાનું ૧૯૮૯માં રજુ થયેલું આલ્બમ લાંબાડાના ગીતની ધૂનની બેઠ્ઠી ઉઠાંતરી છે! આ ગીતનો વિડિયો યુટ્યુબ પર જોઈ શકો છો.
- ભપ્પી લહેરીનો જેનીફર લોપેજ પર દાવો – એક સમાચાર
- ઑન ધ ફ્લોર (જેનીફર લોપેજ) વિડિયો
- સોચના ક્યા જોભી હોગા દેખા જાયેગા (ઘાયલ) વિડિયો
- લાંબાડા (કાઓમા) (વિડિયો)
- ભપ્પી લહેરીની વેબસાઈટ
આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. આ નિમિત્તે એક ચબરાકિયું રજુ કરું છું જે ગ્લોબલ વોર્મિંગ વિશેના એક પોસ્ટર પર વાંચ્યું હતું:
આ અર્થ (પૃથ્વી)નું કંઈક કરો નહિંતર અનર્થ (unearth) થઈ જશે!
આવતી કાલે વિશ્વ પુસ્તક અને કૉપીરાઈટ દિવસ છે તેની આગોતરી શુભેચ્છાઓ સાથે વિરમું છું.