
ગૂગલ બીફોર યુ ટ્વીટ!
પ્રિય મિત્રો,
હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે અમારા નોટિસ બોર્ડ એક સુવિચાર અચૂક જોવા મળતું: વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય. લગભગ એવા જ અર્થવાળી અંગ્રેજી કહેવત પાછળથી જાણી, થીંક બીફોર યુ સ્પિક!
આજના ઈન્ટરનેટ, બ્લૉગ, ટ્વિટર અને ફેસબુકના જમાનામાં પણ આ કહેવત એટલી જ યથાર્થ છે. તેમાં જો થોડો ફેરફાર કરવામાં આવે તો એમ કહી શકાય કે ગૂગલ બીફોર યુ ટ્વીટ! આ મારો વિચાર નથી, આ મતલબનું લખાણ લખેલું તૈયાર અહીં મળે છે!
મને આ વિચાર બહુ જ ગમે છે અને દરેક વખતે તેનો અમલ પણ કરું છું. કોઈ પણ વિષય પર પોસ્ટ લખતાં પહેલા ગૂગલમાં સર્ચ કરી લઉં છું. આમ કરવાથી મને નવું નવું જાણવા પણ મળે છે અને જો કોઈએ એ જ વિષય પર પહેલા પોસ્ટ મૂકી દીધી હોય તો પોસ્ટ મૂકવાનો મારો સમય પણ બચે છે જે હું બીજી પોસ્ટ માટે ફાળવી શકું છું અને વધારે સારી પોસ્ટ કરી શકું છું.
ગૂગલમાં ખાંખાખોળા કરવા માટે તમારા બ્રાઉઝરમાં જે તે શબ્દને ‘સિલેક્ટ’ કરી ‘રાઈટ ક્લિક’ કરો, તમારું બ્રાઉઝર તમને ગૂગલમાં શોધવાનો વિકલ્પ દેખાડશે, તેના પર ક્લિક કરો અને પરિણામ હાજર!
આપના પ્રતિભાવ