પ્રિય મિત્રો,
ઈશુનું નવું વર્ષ ૨૦૧૧ આજથી શરૂ થઈ ગયું છે, શુભેચ્છાઓ.
નવા વર્ષના નવા સંકલ્પો કરીએ તે પહેલા ગયા વર્ષે કરેલા સંકલ્પ કેટલા પૂરા થયા તેનો તાળો મેળવી લઈએ.
ગયા વર્ષે કરેલા પાંચ સંકલ્પમાંથી નિયમિત બ્લૉગ લેખન (૫૦%), બાઈક પર ગોવા પ્રવાસ (૧૦૦%), પાસપોર્ટ (૦%), પોતાનું ઘર (૦%) ડેટાલોગર (૧૦૦%) પુરા થયા છે એકંદરે ૫૦% જેટલી સફળતા મળી છે.
આ વર્ષે નવા સંકલ્પ ન કરતાં ગયા વર્ષે રહી ગયેલા સંકલ્પ પુરા કરવાનો એક જ સંકલ્પ કરું છું.
બ્લૉગ જગત માટે ગુજરાતી બ્લૉગ્સ નામનું મોડરેશન વગરનું અને જાહેર ગ્રૂપ/ફોરમ તરતું મૂક્યું છે. આ ગ્રૂપ/ફોરમની પોલિસી જોઈને અન્ય ગ્રૂપ/ફોરમ ધરાવનારાઓએ પોતાની પોલિસી બદલાવી છે! ગુજબ્લોગ એક મહિના માટે પ્રાયોગિક ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે. પ્રયોગનું પરિણામ ૧લી ફેબ્રુઆરીએ અહીં જાહેર કરવામાં આવશે.
આ વર્ષે સમગ્ર બ્લૉગ જગતની અપડેટેડ યાદી તેમજ ૧૦૦ બેસ્ટ ગુજરાતી બ્લૉગની યાદી રજુ કરવાનો વિચાર છે, જોઈએ નવું વર્ષ કેવીક સમયની અનકૂળતાઓ આપે છે…
Have a Happy 2011 Vinaybhai,
નવું વર્ષ તમારા માટે ફળદાયી નીવડે તેવી આશા.
તમારી સ્ટીકી પોસ્ટ વાંચવાની રહી જ ગઈ. સોરી.
મને નવા વર્ષની શુભેચ્છાઓ આજ-કાલમાં આપતા નહીં. હું કચ્છી છું અને મારું નવું વર્ષ અષાઢી બીજના શરૂ થાય છે, તો પછી નવું વર્ષ કેવું ને સંકલ્પ કેવા..?
Ha..Ha..Ha
એપ્રિલથીમાર્ચ હિસાબ-કિતાબ વર્ષના ચોપડા દિવાળીમાં પૂજાય તેવા!
હા! હા!! હા!!!
Here in Australia we have July-June fiscal year but this applies to our Diwalis ditto! Ha Ha Ha!
તો પછી નવા સંકલ્પ લેવાનું અષાઢી બીજથી જ રાખો ને..
નવા વર્ષની શુભેચ્છા !
નવા વર્ષમાં જુના સંકલ્પો પૂરા કરો અને કશુક નવું પણ બ્લોગ જગતમાં નવા વર્ષમાં આપશો.
Dear Vinaybhai
Aanke naye varenji lakh lakh vadhaiyun. By the way I’ve registered my blog with Gujarati blog vishwa but I didn’t saw in the list please add my blog in it
Thanks and regards
Anshu Joshi
આભાર.
ગુજરાતી બ્લૉગવિશ્વની યાદી મેન્યુઅલી તૈયાર કરવામાં આવે છે, તેથી આપનો બ્લૉગ થોડા સમય પછી (જ્યારે યાદી અપડેટ થશે ત્યારે) દેખાશે.