Jan 292011
 

પ્રિય મિત્રો,

ક્લિક્સ વિશે બ્લૉગ જગતમાં ગેરસમજ ચાલે છે (અથવા તો ચલાવવામાં આવે છે) કે ક્લિક્સ એટલે વાચક સંખ્યા. ખરેખર એવું નથી. બ્લૉગ પર વર્ડપ્રેસના વિજેટ વડે કે કોઇ અન્ય સાઈટ વડે દર્શાવાતા ‘કાઉન્ટર’એ તમારા બ્લૉગને મળેલી ક્લિક્સ દર્શાવે છે, નહીં કે વાચકની સંખ્યા. દા.ત. એક વાચક મારા બ્લૉગ પર આવી અલગ અલગ ૧૦ પોસ્ટ કે પાના પર ક્લિક કરે (અહીં ફરી, વાંચે એવી ગેરસમજ ન કરતા, પ્લીઝ!) એટલે મારા બ્લૉગની ક્લિક્સ ૧૦થી વધી જાય.

આ વાચકોની સંખ્યા(!) એટલે કે હિટ્સ અથવા ક્લિક્સ બહુ જ ભ્રામક સંખ્યા છે. કોઇ બ્લૉગને લાખ ક્લિક્સ મળે એટલે આપણે એમ સમજીએ કે એ બ્લોગ બહુ વંચાતો હશે, પણ ખરેખર એવું હોય એવું જરૂરી નથી. સૌ પ્રથમ આપણે જાણ્યું કે ક્લિક્સની સંખ્યાને વાંચવા સાથે કંઈ લેવાદેવા નથી. બીજું ચોક્ક્સ ક્લિક્સની સંખ્યા કેટલા સમયમાં મળી એ પણ જાણવું જરૂરી છે. ક્લિક્સની સંખ્યા બ્લૉગરને પ્રોત્સાહિત કરે છે પણ બ્લૉગ કેટલો વંચાયો તેનું પ્રમાણ દર્શવતી નથી. બે બ્લોગ કે વેબસાઈટ વચ્ચે સરખામણી કરવી હોય તો પ્રામાણિત માધ્યમ કયું તે જોઈએ તે પહેલા ક્લિક્સ કેવી રીતે વધારવી તે જાણી લઈએ… Continue reading »

Jan 242011
 

પ્રિય મિત્રો,

આજે આપણે અહીં નથી શકતો રદીફ તરીકે વપરાયા હોય તેવી ગઝલોની વાત કરીશું, જાણે એક મિની મુશાયરો કરીશું!

આ પોસ્ટ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો ટૂંકમાં જણાવી મૂળ વાત પર આવું. થોડા સમય પહેલા એક કૉપીકેટ બ્લૉગરે એક જાણીતા અને સમૃદ્ધ બ્લૉગની એક પોસ્ટની (ટાઈપ ભૂલો સહિત) નકલ કરીને પોતાના બ્લૉગ પર મૂકી હતી. આદત પ્રમાણે એ પોસ્ટના મૂળ વિશે ખાંખાખોળા કરવા જતાં ગૂગલ સર્ચમાં ગઝલના રદીફના શબ્દો મૂક્યા અને ગૂગલે એ રદીફવાળી ગઝલોનો ખડકલો કરી દીધો મારી સામે!

ચાલો માણીએ તેમાંથી કેટલીક ચૂંટેલી ગઝલો:

ઋષિ વાળી શકે છે એમ મન વાળી નથી શકતો,
કરુણતાને ગીતાના શ્લોકમાં ઢાળી નથી શકતો.

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.

- અમૃત ઘાયલ
સૌજન્ય: લયસ્તરો Continue reading »

Jan 212011
 

પ્રિય મિત્રો,

અમેરિકાના ગુજરાતીઓ અને તેમની ખાસિયતો વિશે એક મસ્ત મજાનો લેખ ચિત્રલેખાના ડાયમંડ જ્યુબિલી વિશેષાંકમાં જાણીતા સાહિત્યકાર મધુ રાય (મધુસૂદન ઠાકર)ની કલમે રજુ થયો હતો:

લેખ વાંચતી વખતે બ્લૉગર મિત્રો ચિરાગ પટેલ, વિજયભાઈ શાહ, મોના નાયક (ઊર્મિસાગર) અને જયશ્રી ભક્ત (ટહુકો)ના નામ દેખાયા એટલે થયું કે ચાલો અહીં ‘શેર’ કરું.

શિર્ષક પંક્તિ: ઉમાશંકર જોશી

Jan 192011
 

પ્રિય મિત્રો,

ગૂગલ સર્ચ વડે શબ્દો કે વાક્યો શોધવાનું બહુ જ સરળ છે તે આપણે જાણીએ જ છીએ. ગૂગલ સર્ચને કારણે આપણું લખાણ ઈન્ટરનેટ પર ક્યાં ક્યાં પ્રસિદ્ધ થયું છે તે જાણી શકાય છે. આપણાં લેખમાંના ચાવીરૂપ વાક્યો કે શબ્દો માટે ગૂગલ અલર્ટ પણ મૂકી શકાય છે, જે તે શબ્દ કે વાક્ય ક્યાંય પણ વપરાય તો આપણને ઈમેઈલ વડે જાણ થાય. (વધુ માહિતી માટે વાંચો નેટસેવિ વિભાગનો આ લેખ!)

આજે આપણે વાત કરવાના છીએ રીવર્સ ઈમેજ સર્ચ વિશે. રીવર્સ ઈમેજ સર્ચ એટલે ગૂગલનું ઈમેજ સર્ચ નહીં, જેમાં પતંગ લખો તો પતંગના ચિત્રો શોધી આપે. રીવર્સ ઈમેજ સર્ચ એટલે તેને એક ચિત્ર આપો એટલે તેના જેવું બીજું ચિત્ર શોધી આપે!

રીવર્સ ઈમેજ સર્ચ સેવાનું નામ છે: ટીનઆઈ!

Continue reading »

Jan 172011
 

પ્રિય મિત્રો,

રવિવાર તા. ૧૬/૧/૨૦૧૧ના ગુજરાત સમાચારની ‘નેટવર્ક’ કૉલમમાં ગુણવંત છોટાલાલ શાહએ પોતાના લેખ સાથે ડૉ. કે. આર. મોમિન ‘અશોક’ના નામે સોનેરી સૂત્રો રજુ કર્યા છે જે આ પ્રમાણે છે…

આ સોનેરી સૂત્રો વાંચીને આપને થયું હોય કે ક્યાંક વાંચ્યા છે તો તમારી ધારણા સાચી છે. આ સૂત્રો તમે ‘ચિત્રલેખા’ની ‘મુખવાસ’ કૉલમમાં ડો. દિલિપ મોદીના નામે વાંચ્યા હતા!!!

મૂળ અંગ્રેજી લખાણ ‘ટિપ્સ ટુ લાઈફ’નો આ બંદાએ કરેલો ગુજરાતી અનુવાદ જીવન જીવવાની જડીબુટ્ટી‘ બહુ વંચાયો, ગમ્યો, ફોર્વર્ડ થયો અને કેટલાય નામી-અનામી બ્લૉગ પર મૂકાયો.

ડૉ. દિલીપભાઈ મોદી પછી આ બીજા ડૉક્ટર છે જેમણે કોઈકનું લખેલું લખાણનું કોઈકે કરેલું ભાષાંતરને પોતાના પ્રિસ્ક્રિપશન તરીકે છપાવ્યું છે!

ગુજરાત સમાચારના નેટવર્ક કૉલમના લેખક શ્રી ગુણવંતભાઈ છોટાલાલ શાહનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે…!

Powered By Indic IME