પ્રિય મિત્રો,
બ્લૉગિંગના શરૂઆતના દિવસોમાં મેં જોયું કે કોઈ બ્લૉગર કૉમેન્ટ મોડરેશન કરતું નહોતું. પછી કોઈ એક મુદ્દે ગરમાગરમી થઈ અને ઘણાં બધા બ્લોગરો કૉમેન્ટ મોડરેશન કરવા લાગ્યા. આજકાલ મોટાભાગના બ્લૉગરો દરેક કૉમેન્ટ મોડરેશનમાં જાય તેવી ગોઠવણ રાખે છે, જે મારી દૃષ્ટિએ યોગ્ય નથી. આપણા જ મિત્રોને આપણે આમંત્રણ આપીને કૉમેન્ટ કરવા બોલાવ્યા હોય અને તેમને કૉમેન્ટ કર્યા પછી જોવા મળે કે ‘your comment is waiting for moderation’ તે મને લાગે છે કે બરાબર નથી. તેવી જ રીતે કૉમેન્ટ મોડરેશન ન કરીએ તો સ્પામરો, એલફેલ બોલનારાઓ અને કૉમેન્ટ બોક્ષને વોશબેસિન સમજીને ઉલ્ટી કરી જનારાઓને મોકળું મેદાન મળી જાય. તે પણ યોગ્ય નથી. તો કરવું શું?
વર્ડપ્રેસ બ્લૉગ સોફ્ટવેરનું કૉમેન્ટ મોડરેશનની સેટિંગનું પાનું બરાબર સમજ્યા પછી હું એવા નિર્ણય પર પહોંચ્યો કે જાણીતી વ્યક્તિઓની કૉમેન્ટ વગર મોડરેશન મૂકાય. અજાણ્યાઓની અને ચોક્ક્સ વ્યક્તિઓની કૉમેન્ટ મોડરેશનમાં જાય. આમ કરવાથી સ્પામરોને રોકી શકાય, મિત્રોને મોડરેશનની રાહ જોવી ન પડે અને ચોક્ક્સ વ્યક્તિઓની કૉમેન્ટ મોડરેટ થયા પછી જ મૂકાય. તે માટે મેં મારું સેટિંગ આવી રીતે કર્યું: Continue reading »