Dec 212010
 

પ્રિય મિત્રો,

ક્યારેક લાગણીઓ દર્શાવવા શબ્દો ઓછા પડે ત્યારે વિરામ ચિહ્નો સારું કામ આપી શકે! બે ટપકાં અને એક કૌંસ વડે :) સ્મિત દર્શાવી શકાય તેને સ્માઈલી કહે છે. ચૅટ કરતી વખતે કીબોર્ડ વડે ચહેરાના હાવભાવ અને લાગણીઓ દર્શાવવાની આ રીત બહુ જ પ્રચલિત અને ઉપયોગી છે. ૧૯૮૨માં સૌપ્રથમ વાર આવી રીતે લાગણીઓ દર્શાવવાનું શરૂ થયું (એમ વિકિપિડિયા કહે છે).  હવે ચૅટ ઉપરાંત લખાણ/એસએમએસ/બ્લોગ એમ દરેક જગ્યાએ આ રીત વપરાય છે.

વર્ડપ્રેસ બ્લોગ પર પણ સ્માઈલી દર્શાવી શકાય છે. કેવી રીતે તે જોઈએ…

વર્ડપ્રેસ સ્માઈલી વિશે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો. તેવી જ રીતે એમએસએન, યાહુ! અને ગૂગલ સ્માઈલી વિશે જાણો.

મારો આ લેખ વાંચ્યા પછી તમારો મૂડ કેવો છે તે સ્માઈલી વડે દર્શાવવું હોય કે શબ્દો વડે, કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

Powered By Indic IME