Dec 082010
 

પ્રિય મિત્રો,

થીમ પરિચય પખવાડીયાનો ત્રીજો થીમ છે – મિસ્ટીક.

ડિઝિટલ નેચર તરફથી નામ પ્રમાણે રહસ્યપૂર્ણ અને રસપ્રદ એવો આ થીમ વિશેષતાઓથી ભરેલો છે. મજાની ડિઝાઈન, એક-બે-ત્રણ કૉલમ તેમજ લેઆઉટ પસંદ કરવાની સગવડ, વિજેટ દર્શાવવાની સગવડ, થીમ ઓપ્શન્સ પસંદ કરવા માટેનું સચિત્ર પાનું, ચોક્કસ પહોળાઈ તેમજ આપમેળે ગોઠવાતી પહોળાઈ, ડાબી કે જમણી બાજુએ સાઈડબાર મુકવાની સગવડ, પોતાની પસંદગી પ્રમાણેનું મથાળું, બેકગ્રાઉન્ડ જેવી સુવિધાઓ ઉપરાંત કૉમેન્ટ કરનારના દેશનો ધ્વજ દર્શાવવાની વિષેશ સગવડ ધરાવે છે.

આ થીમ જિજ્ઞેશભાઈ અધ્યારૂના બ્લોગ અક્ષરનાદ.કોમ પર શોભી રહ્યો છે!

Dec 082010
 

એક સાહિત્યકળારસિક પ્રેમીજને સુહાગરાતે પત્નીને ઇમ્પ્રેસ કરવા નિવેદન કર્યું: ‘હે મારી પ્રિયા, મારા હૃદયની રાણી… હવેથી તું જ મારી અંતરની ભાવના છો. તું જ વહેતા ઝરણામાંથી ફૂટતી ખુશીની કવિતા છો. તું જ મારી પ્રભાતની ઉષા સમયે થતી અર્ચના છો અને સંઘ્યાટાણે કરાતી પૂજાપ્રાર્થના છે. નિશાના અંધકારમાં તું મારી ઉર્મિઓને ઉષ્માથી ભરી દેતી ધારા છો. તારી સોનલવરણી કાયાની માયા જ મારી રિદ્ધિ-સિદ્ધિ છે. હું તારી જ આરતી ઉતારૂં અને તારી જ તૃષ્ણામાં….’ પત્ની તો જોર જોરથી રડવા લાગી! પતિએ મૂંઝાઈને કારણ પૂંછ્યું, તો ગુસ્સામાં કહે – ‘મને એ કહો આ બધી તમારી આવી કેટલી સગલીઓ છે, જેની સાથે મને સરખાવો છો? પ્રિયા, ભાવના, ઝરણા, ખુશી, કવિતા, ઉષા, અર્ચના, સંઘ્યા, પૂજા, પ્રાર્થના, નિશા, ઉર્મિ, ઉષ્મા, ધારા, સોનાલ, માયા, રિદ્ધિ, સિદ્ધિ, આરતી, તૃષ્ણા… અરરર! હું ક્યા ફસાઈ ગઈ! બરબાદ થઈ ગઈ! હાય રે હાય!’

જો અલંકારિક શબ્દોનો અર્થ પૂરો અને સાચો ન સમજાય, તો કાવ્ય ટૂચકો બની જાય! આ માત્ર શબ્દોની જ વાત નથી. દરેક કળાને લાગુ પડે એવી વાસ્તવિકતા છે. સીધી સાદી પ્રેમની વાતમાં પરાણે ડ્રામા ઉભો કરવા માટે આટલા બધા વાયડા વિશેષણો ઉમેરનાર પતિ બેવકૂફ હતો, તો એને પૂરી સમજ્યા વિના જ પોતાની અક્કલ(?) મુજબનો પ્રતિભાવ આપતી પત્ની એથી મોટી બેવકૂફ હતી! અંધે અંધ અંધારે મળ્યા, જ્યમ તલ-માંહી કોદરા ભળ્યા!

આજકાલ આપણી આસપાસ આવા ફિલસૂફીની ફેકમફેંક કરતા, વાંચનની વાછૂટ કરતા, કવિતાનો કાદવ ખૂંદતા, અઘ્યાત્મનું અથાણુ કરતા અઘૂરા ઘડાઓની વસતિમાં શેરબજારના સેન્સેક્સની પેઠે તેજી આવી છે. ટીવી-ઇન્ટરનેટ જેવા ઈઝી મિડિયાએ એક આખી જમાત ઉભી કરી દીધી છે. જેમાં લોકો પાસે અધકચરૂં જ્ઞાન આવી ગયું છે. પછી કાચીપાકી ખીચડી જેવી એમની કોમેન્ટસ બીજાના ગળે ઉતરાવીને એમને અપચો કરાવીને બધા દમ લે તેમ છે. કેવળ એક જ ધર્મનું ઉપરાણું લઈને સતત બીજા ધર્મને શિખામણ દેતા લુચ્ચા લોકો સ્યુડો સેક્યુલારિસ્ટસ કહેવાય, એમ માત્ર દેખાદેખીથી બીજા કરતા પોતાને ચડિયાતા સાબિત કરવા પિત્ઝા પરના કેપ્સીકમની અદાથી થોડા મોટા-મોટા નામો ભભરાવી પોતાના અવળચંડા અભિપ્રાયો ઠોકતા સ્યુડો આર્ટિસ્ટિક લોકો પેદા થવા લાગ્યા છે! Continue reading »

Dec 082010
 

પ્રિય મિત્રો,
ગુજબ્લોગ એટલે કે ગુજરાતી બ્લોગર્સ અને બ્લોગ રીડર્સ ગ્રૂપ હવે ફોરમ સ્વરૂપે પણ માણી શકો છો અને બ્લોગ સંબંધીત જાણકારી મેળવી શકો છો અને ચર્ચા કરી શકો છો: https://groups.google.com/forum/?fromgroups#forum/gujblog
૧) ઈમેઈલ અપડેટ્સ ટુ મી પર ક્લિક કરીને ઈમેઈલ દ્વારા અપડેટ્સ મેળવી શકાય છે અને ૨) જે તે પોસ્ટને ફોરમમાંથી જ રીપ્લાય કરી શકાય છે.
આ એક ગૂગલ તરફથી ઉમેરવામાં આવેલી સગવડ છે.
Powered By Indic IME