પ્રિય મિત્રો,

છેલ્લે આપણે વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલા વર્ડપ્રેસ બ્લૉગ (દા.ત. yourname.wordpress.com) માટેના થીમની વાત કરી હતી તે પછી છ નવા થીમ ઉમેરાયા છે. આપણે તેનો ટૂંકો પરિચય કરી લઈએ.

૧) ઝેડબેન્ચ

સુવિધા સભર, ઘડાયેલી ડિઝાઈન અને ટેક્નિકલ દેખાવ વાળા આ થીમમાં બેકગ્રાઉન્ડનો રંગ બદલવાની કે ચિત્ર મુકવાની સગવડ છે. તેમજ મથાળામાં મનગમતું ચિત્ર મુકી શકાયછે. સ્પેશ્યલ ઈફ્ફેક્ટ સાથેના ડ્રોપડાઉન મેનુ, ફૂટરમાં વિજેટ મુકવાની સગવડ અને અલગ અલગ લેઆઉટના વિકલ્પ આપતો મજાનો થીમ છે.

૨) એલિગન્ટ ગ્રુન્જ

હાથે બનાવેલા કાગળ જેવો મૌલિક દેખાવ વાળો આ થીમ કલાત્મક અને માળખાગત છે. ફૂટરમાં વિજેટ દર્શાવવાની સગવડ, ફૂલ પેજ લેઆઉટ (સાઈડબાર વગર) ઉપરાંત બીજા ચાર વિકલ્પ સાથે મનગમતા મથાળા મુકવાની સગવડ વાળો કલાત્મક થીમ છે.

૩) સ્પેક્ટ્રમ

સ્વચ્છ સુંદર રંગીન અને તરોતાજા થીમ. મેનુ, બેકગ્રાઉન્ડ, મથાળાનું ચિત્ર (હેડર ઈમેજ) બદલીને પોતાને ગમતો દેખાવ મેળવી શકાય છે.

૪) ફ્યુઝન

સોફ્ટવેર કોડ હોય ટેક્નિકલ બ્લોગ હોય લાંબા લખાણો હોય કે મોટા ચિત્રો હોય, ફ્યુઝન થીમ બધા માટે ઉત્તમ છે. તમને પહોળો લેઆઉટ ગમે છે તો ફ્યુઝન તમારા માટે છે. ફૂટરમાં વિજેટ મૂકવાની સગવડ, હેડર ઈમેજ, મેનુ, લેઆઉટ પસંદગીના વિકલ્પો સાથેનો આ થીમ ડાબે/જમણે કે બંને બાજુએ સાઈડબાર મૂકી શકાય છે કે સાઈડબાર વગર પણ વાપરી શકાય છે.

૫) ઔલિપો

સ્વચ્છ સરળ અને એક પાનાના લેઆઉટ વાળો આ થીમ સાદગીમાં સુદરતા કહી શકાય તેવો છે. ફોટો બ્લોગ માટે પણ વાપરી શકાય. લાઈટ (સફેદ) તેમજ ડાર્ક (કાળા) બેકગ્રાઉન્ડ પસંદ કરી શકાય છે.

૬) પીલક્રો

તમારી પસંદગી પ્રમાણેની સગવડ ધરાવતો થીમ એટલે પીલક્રો. સ્વચ્છ, સુંદર સરળ અને અખબાર જેવો દેખાવ ધરાવતા આ થીમમાં છ અલગ અલગ લે આઉટ, ચાર અલગ અલગ જગ્યાએ વિજેટ મૂકવાની સગવડ અને સફેદ, કાળા, લાલ અને રાખોળી રંગની યોજનાઓ સાથેના ઘણાં બધા વિકલ્પો છે.

(માહિતી સ્ત્રોત અને ચિત્ર સૌજન્ય વર્ડપ્રેસ બ્લોગ)

આજે આપણે વર્ડપ્રેસ પર હોસ્ટ થયા હોય તે માટેના નવા થીમનો ટૂંકો પરિચય કર્યો, આવતી કાલે રજા રહેશે અને સોમવારે આપણે પોતાના સર્વર પર હોસ્ટ થયેલા હોય તેવા બ્લોગ (દા.ત. funngyan.com) માટેના વિવિધ થીમનો પરિચય કરીશું.

ગુડમોર્નિંગ અને ગુડ ડે!

  3 Responses to “વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલા નવા થીમ”

  1. નવી થીમ ના પરિચય માટે આભાર… મારા બ્લોગને ‘ફ્યુઝન’માં convert કરી દીધો…

  2. looking forward for

    પોતાના સર્વર પર હોસ્ટ થયેલા હોય તેવા બ્લોગ માટેના વિવિધ થીમનો પરિચય

  3. સરસ રીતે દરેક થીમ ની સારી બાબતો અને મુખ્ય આકર્ષક ફીચર રજુ કર્યા.. હું પણ થીમ બદલાવનું વિચારી રહ્યો હતો…પણ હવે તેના માટે માટે ફરી મારા બ્લોગ નું હેડર ચેન્જ કરવું પડે..હવે સમય મળશે તો પીલક્રો થીમ અપનાવીશ અને તેના માટે નું હેડર બનાવીશ.

    માહિતી બદલ આભાર.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME