પ્રિય મિત્રો,
છેલ્લે આપણે વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલા વર્ડપ્રેસ બ્લૉગ (દા.ત. yourname.wordpress.com) માટેના થીમની વાત કરી હતી તે પછી છ નવા થીમ ઉમેરાયા છે. આપણે તેનો ટૂંકો પરિચય કરી લઈએ.
૧) ઝેડબેન્ચ

સુવિધા સભર, ઘડાયેલી ડિઝાઈન અને ટેક્નિકલ દેખાવ વાળા આ થીમમાં બેકગ્રાઉન્ડનો રંગ બદલવાની કે ચિત્ર મુકવાની સગવડ છે. તેમજ મથાળામાં મનગમતું ચિત્ર મુકી શકાયછે. સ્પેશ્યલ ઈફ્ફેક્ટ સાથેના ડ્રોપડાઉન મેનુ, ફૂટરમાં વિજેટ મુકવાની સગવડ અને અલગ અલગ લેઆઉટના વિકલ્પ આપતો મજાનો થીમ છે. Continue reading »