મને નવા વર્ષની શુભેચ્છાઓ આજ-કાલમાં આપતા નહીં. હું કચ્છી છું અને મારું નવું વર્ષ અષાઢી બીજના શરૂ થાય છે!
પ્રિય મિત્રો,
ઈન્ટરનેટ પર અને ખાસ કરીને ફેસબુક પર જે કાવ્ય પ્રકાર બહુ જ પ્રચલિત થયો છે તે છે પ્રતિકાવ્ય અને હઝલ. મારી સમજ પ્રમાણે પ્રતિકાવ્યમાં મૂળ કાવ્યનો છંદ જાળવવામાં આવે છે અને હઝલ એ હાસ્ય ગઝલનું ટૂંકું રૂપ છે જે છંદોદ્બદ્ધ હોય છે. આપણે અહીં જે પ્રતિકાવ્યોની વાત કરીએ છીએ તેમાં એક જ છંદ વપરાયો હોય છે, ‘સ્વછંદ’!
આજે આપણે એક નવો કાવ્ય પ્રકાર ‘ટીઝલ’ વિશે જાણીશું. ’ટીઝલ’ શબ્દ ‘ટીઝર’ અને ગઝલ પરથી બનાવ્યો છે. કારણ કે અહીં ‘ટીઝલ’ના નામે જે રચનાઓ મૂકી છે તેને ગઝલ ન કહી શકાય (છંદોદ્બદ્ધ નથી) તેમજ હાસ્ય ઉત્પન્ન ન થયું હોય તો ’હઝલ’ પણ કહી શકાય નહી, તેથી ‘ટીઝલ’.
નોંધ અને સ્પષ્ટતા: ‘ટીઝલ’માં ‘ટી’ ટીખળનો નથી, નથી, નથી જ!
આટલી પ્રસ્તાવના પછી માણીએ નિદા ફાઝલી સાહેબની મૂળ રચના અને પછી મારી ‘ટીઝલ’:
મીર ઔર ગાલિબ કે શેરોને કિસકા સાથ નિભાયા હૈ?
સસ્તી ગઝલેં લીખ કર હમને અપના ઘર બનાયા હૈ!
-નિદા ફાઝલી
(૧)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નિભાયા હૈ?
‘નાની બચત યોજના’મેં હમને સારા પૈસા લગાયા હૈ!
(૨)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
‘પાવશેર’ લગાકર હમને ‘સવાશેર’ હો કે દિખલાયા હૈ!
(૩)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
દેશ કે કોને કે એક ગાંવને હમેં સારી ઉમ્ર સંભાલા હૈ!
(૪)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
બકરીયાં ‘ચરા’ કર હમને અપના ‘ગુજરાન’ ચલાયા હૈ!
(૫)
મીર ઔર ગાલિબ કે શે’રોને કિસકા સાથ નિભાયા હૈ?
મીર ઔર ગાલિબ કે શે’રોંને કિસકા સાથ નીભાયા હૈ?
‘જોડકણાં’ બનાકર હમને અપના ‘ગાડા ગબડાયા’ હૈ!
-વિનય ખત્રી
શબ્દાર્થ: શે’ર = (૧) ભાગ, હિસ્સો, (૨) મણના ચાળીશમાં ભાગ જેટલું માપ, (૩) શહેર, (૪) વાઘ, સિંહ, ચિત્તો, (૫) કવિતાની કડી.
પ્રિય મિત્રો,
ફનએનગ્યાન.કોમના દરેક વાચક મિત્રોને નાતાલની શુભેચ્છાઓ!.
ગઈ કાલે નાતાલ હતી પણ અમારી ઑફિસ ચાલુ હતી. (હા, અમને નાતાલની કે ઈશુના નવા વર્ષની રજા હોતી નથી!) પણ શનિવાર હોવાથી બપોર પછી ઑફિસમાંથી રજા લેવાના વિચાર સાથે પ્રોગામ બનાવ્યો હતો પણ ઑફિસ પહોંચ્યા પછી ખબર પડી કે એક ગ્રાહકને કંઈક ટેક્નિકલ સહાયતા કરવાની છે. થોડી વારે ખબર પડી કે મારે અર્જન્ટ મુંબઈ જવું પડશે. ગ્રાહકની સહાયતા માટેની સાધન સામગ્રી લઈને હું પહોંચ્યો પુણે રેલ્વે સ્ટેશનના બસ સ્ટેન્ડ પર. અહી રાજ્ય ટ્રાન્સ્પોર્ટની એસી વૉલ્વો બસ દર અડધા કલાકે મુંબઈ (દાદર) માટે ઉપડે છે. શનિવાર અને રજાનો દિવસ હોવાથી લાંબી લાઈન હતી. અડધા કલાકે માંડ વારો આવ્યો. જાણવા મળ્યું કે વધારાની બસ ઉમેરવાથી અમારો નંબર ધાર્યા કરતાં જલ્દી લાગી ગયો હતો. આ માહિતી જાણતાં ખુશ થતાં બસમાં બેઠો. બસ સમય સર ઊપડી પણ ૫૦ કિમી. ગયા પછી એસી બંધ! થોડી વાર પછી બસ વાહકે (કંડકટરે) જાણ કરી કે બસનું એસી બંધ છે અને કહો તો વગર એસીએ લઈ જાઉં અને કહો તો બીજી બસ આવે તેની રાહ જોઈએ. બીજી બસ આવતાં દોઢ કલાક લાગશે. બધા પેસેન્જરોએ વગર એસી બસ લઈ જવા તૈયાર થયા અને અમારી સવારી આગળ ચાલી.
રસ્તા પર સારો એવો ટ્રાફિક હતો. મુંબઈના રસ્તાઓ ૪-૬-૮ લેનના થઈ ગયા છે પણ અમુક જગ્યાએ હજી ૨ લેન જ છે અને ત્યાં ટ્રાફિકનો જોરદાર ભરાવો થાય છે. છેવટે પાંચ કલાકે મુંબઈ પહોંચ્યો. ૮ વાગે કામ પત્યું અને ૯ વાગ્યાની ફરી એજ એસી વોલ્વો બસ પકડીને રાત્રે ૧ વાગ્યે પુણે (ઘરે)!
પુનામાં ઠંડીના માહોલે જમાવટ કરી છે. મારી પ્રિય ઋતુ શિયાળો છે.
કંપનીના જે કામ માટે મને અર્જન્ટ મોકલવામાં આવ્યો હતો તે નેટવર્કિંગને લગતું હતું! મને નેટવર્કિંગનો ‘ન’ આવડતો નથી! (મારું જ્ઞાન અને કામ પાવર ઈલેક્ટ્રોનિક્સને લગતું છે તે આપની જાણ માટે.)
આને કહેવાય મેરી કિસ્મત.
ફરી એક વાર તમામ મિત્રોને નાતાલની શુભેચ્છા…
પ્રિય મિત્રો,
ઈન્ટરનેટ પર વાંચતી વખતે ક્યારેક કોઈ વેબસાઈટ પરનો લેખ ગમી જાય કે કોઈ સમાચાર વાંચીને એમ થાય કે આ વાત પર પોસ્ટ લખીને બધાની સાથે ‘શેર’ કરવી જોઈએ. આ કામ કેવી રીતે કરીશું? નકલખોર વાંદરાઓ કહેશે કે સિમ્પલ છે, ગમતા લેખવાળા પાના પર ‘કંટ્રોલ એ’ પછી ‘કંટ્રોલ સી’ અને પોતાના બ્લોગ પર ‘કંટોલ વી’ અને પછી ‘પબ્લિશ!’
વર્ડપ્રેસ ગમતા લેખને પોતાના બ્લોગ પોસ્ટ કરવા માટે સ્માર્ટ સુવિધા સાથે હાજર છે: પ્રેસ ધીસ.
સૌપ્રથમ તમારા વર્ડપ્રેસ બ્લૉગની કંટ્રોલ પેનલમાં (ડાબી બાજુ) ‘ટૂલ્સ’ વિભાગમાં ‘ટૂલ્સ’ પર ક્લિક કરો. એક પાનું ખુલશે જેમાં પહેલા ફકરામાં ‘પ્રેસ ધીસ’ વિશે લખેલું . તેમાં આપેલી ‘પ્રેસ ધીસ’ની લિન્ક ‘ડ્રેગ’ કરીને તમારા બ્રાઉઝરના ‘બુકમાર્ક’ કે ‘ફેવરીટ’ પર લઈ જાઓ. હવે આ બટન અહી દેખાશે. પછી જ્યારે કોઈ વેબસાઈટ સર્ફ કરતી વખતે કોઈ લેખ ગમી જાય અને તેના પર પોસ્ટ બનાવવાનું મન થાય તો વર્ડપ્રેસ ખોલીને નવી પોસ્ટ બનાવીને જે તે લેખની લિન્ક પેસ્ટ કરવાની જરૂર નથી. બસ ગમતા લેખ વાંચતી વખતે ‘પ્રેસ ધીસ’નું બટન દબાવો. આપો આપ વર્ડપ્રેસ ખુલીને તેમાં એક નવી પોસ્ટ બની જશે અને તેમાં તમારા મનગમતા લેખની લિન્ક અપાઈ જશે!
‘પ્રેસ ધીસ’ સુવિધા વર્ડપ્રેસ તરફથી ‘નવા વર્ષની ટિપ્સ‘ લેખની પહેલી ટિપ છે.
પ્રિય મિત્રો,
ગઈકાલની કૉમેન્ટ મોડરેશન વિશેની પોસ્ટ કૉમેન્ટ મોડરેશન ટિપ્સ અને સ્માર્ટ સેટિંગમાંરહી ગયેલો એક નિયમ, સેલ્ફ હોસ્ટેડ અને વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ વચ્ચેનો ફરક અને કૉમેન્ટ્સમાં મિત્રોએ પૂછેલા પ્રશ્નોના જવાબ રૂપે આજે સ્માર્ટ સેટિંગનો ભાગ બીજો વાંચી રહ્યા છો.
કૉમેન્ટ મોડરેશન માટે વર્ડપ્રેસ કંટ્રોલ પેનલમાં (ડાબી બાજુએ) ‘સેટિંગ’માં ‘ડિસ્કશન’ પર ક્લિક કરવાનું છે. ‘ડિસ્કશન સેટિંગ’નું પાનું ખુલતાં જ ‘ડિફોલ્ટ આર્ટિકલ સેટિંગ્સ’ના ત્રણ સેટિંગ દેખાશે જે આ પ્રમાણે હશે:

- પહેલું સેટિંગ, કોઈ બ્લોગર પોતાની પોસ્ટમાં તમારી પોસ્ટની લિન્ક દર્શાવે તે તમને જાણ કરવાની કે કેમ? તે માટેનું છે. જવાબ છે, હા.
- બીજું સેટિંગ પિંગબેક અને ટ્રેકબેક દર્શાવવા બાબત છે. જવાબ છે હા.
- ત્રીજું સેટિંગ કૉમેન્ટની સગવડ રાખવી છે કે કેમ તેનું છે. જવાબ ઑફકોર્સ હા જ હોય ને? વો બ્લૉગ હી ક્યા જીસમેં કૉમેન્ટ (બોક્ષ) ન હો!
આપના પ્રતિભાવ