May 172010
પ્રિય મિત્રો,
આજે બે ચબરાકિયા આપણે માણીએ…
૧) ૨૦૦ કરોડનો આસામી ૨૨૦૦ રૂપિયા પગારવાળા માણસને પ્રેમથી ‘આવો શેઠ’ કહે ત્યારે સમજવું કે….
- ૨૦૦ કરોડના આસામીને બે પૈસા ફાયદો થવાનો હશે, અને
- ૨૦૦ કરોડનો આસામી ગુજરાતી હશે.
-લલિત લાડ, અભિયાન, વાર્ષિક અંકના એક લેખમાંથી…
૨) ૨૨૦સીસીની કરિઝ્મા હોય કે ૩૫૦સીસીની બુલેટ હોય કે પછી ૬૦૦સીસીની હોન્ડા સ્પોર્ટ્સ બાઈક હોય પણ તે ૮૦ સીસીને સ્કૂટીને ઓવરટેક ન કરી શકે..
- કારણ કે એ ૮૦ સીસીનું સ્કૂટી એક સુંદર છોકરી ચલાવતી હોય!
- અને ૨૦૦+ સીસી બાઈક કોઈ યુવાન દિલ ચલાવી રહ્યું હોય!
એક યુવાન તરફથી મળેલા ટ્વિટમાંથી!
આવું તમારી રોજીંદિ જિંદગીમાં તો નથી બનતુંને વિનયભાઇ?;-)
આવું એટલે કેવું અજનબીભાઈ!
હું ૨૦૦ કરોડનો આસામી નથી કે ૨૨૦૦ના પગારવાળો નથી એટલે પૂછ્યું…!
પગાર કે રૂપિયા મહત્વના નથી વિનયભાઇ. મહત્વ ઓવરટેકનું છે. એટલે મેં પૂછ્યું હતું કે આવું તમારી જિંદગીમાં તો નથી બનતુંને? કેમકે મને ખબર છેકે તમારી પાસે મોટર બાઇક છે.:)
છે પણ ૧૦૦સીસીની જ છે તેની પણ નોંધ લેશો.
nice one .. !!
યુવાનો જ્યારે પોતાની વાત કરે ત્યારે એમાં જરૂર યુવાનોની પોતાની વાતો ઝીલાતી હોય છે. ગમ્યું.
૨) સાથે અમે સંમત નથી. અમારી ૦ સીસીની સાયકલ પણ ભલભલી સ્કુટીને ઓવરટેક કરી જાય તેવી છે
ઈ વાત બરોબર,પણ સાયકલમાં એન્જિન[મગજ] નથી હોતું..અને અહીં એન્જિનવાળા વાહનની વાત કરી છે.
ગમ્યાં !
“સ્કુટી ચલાવતી સુંદર છોકરીને, સાયકલ દ્વારા પણ, ઓવરટેઇક કરીને નિકળી જાય તે કદાચ ’સેનસેક્સ’માં વધુ રસ ધરાવતો ગુજરાતી જ હોય!”
બહુ સુંદર વાત કરી છે અશોકભાઈ તમે. ૧૦૦% સત્ય હકીકત.
સરસ હળવું અને માર્મિક હાસ્ય !!
Cool Blog.