પ્રિય મિત્રો,
આજે બે ચબરાકિયા આપણે માણીએ…
૧) ૨૦૦ કરોડનો આસામી ૨૨૦૦ રૂપિયા પગારવાળા માણસને પ્રેમથી ‘આવો શેઠ’ કહે ત્યારે સમજવું કે….
- ૨૦૦ કરોડના આસામીને બે પૈસા ફાયદો થવાનો હશે, અને
- ૨૦૦ કરોડનો આસામી ગુજરાતી હશે.
-લલિત લાડ, અભિયાન, વાર્ષિક અંકના એક લેખમાંથી…
૨) ૨૨૦સીસીની કરિઝ્મા હોય કે ૩૫૦સીસીની બુલેટ હોય કે પછી ૬૦૦સીસીની હોન્ડા સ્પોર્ટ્સ બાઈક હોય પણ તે ૮૦ સીસીને સ્કૂટીને ઓવરટેક ન કરી શકે..
- કારણ કે એ ૮૦ સીસીનું સ્કૂટી એક સુંદર છોકરી ચલાવતી હોય!
- અને ૨૦૦+ સીસી બાઈક કોઈ યુવાન દિલ ચલાવી રહ્યું હોય!
એક યુવાન તરફથી મળેલા ટ્વિટમાંથી!