પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ સતત પોતાને અપડેટેડ રાખે છે. તાજેતરમાં બીજા બે નવા થીમ ઉમેર્યા છે.

૧. વોસ્ટોક (Vostok)

વોસ્ટોક થીમ ડાર્ક બેક્ગ્રાઉન્ડ વાળો સરળ અને એકજ સ્થંભ (કૉલમ)નો થીમ છે. સરળ લેઆઉટ અને ઓછી માથકૂટના નિયમ પર ચાલતો આ થીમ સરળ અને મજાનો છે. વધુ માહિતી અને ફોટા માટે અહીં ક્લિક કરો.

૨. બ્યુનો (Bueno)

બ્યુનો થીમ એટલે જોતાં જ ગમી જાય તેવો, મોટા ફોન્ટ વાળો બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ થીમ. આ થીમમાં હેડર દર્શાવવાના વિકલ્પો છે, હેડરમાં ચિત્ર મૂકવું હોય તો મૂકી શકાય, બેકગ્રાઉન્ડનો રંગ બદલી શકાય, પાંચ છ અલગ અલગ રંગોની યોજનાઓની જમાવટ સાથે યોગ્ય સંયોજન કરીને બોલકા અને દેખાવડા આ થીમને પોતીકો બનાવી શકાય. ફીચર્ડ ઇમેજ, કસ્ટમ વિજેટ, કસ્ટમ પેજ ટેપ્લેટ અને ડ્રોપડાઉન મેનુની વિશેષ સગવડ ધરાવે છે. વધુ માહિતી અને ફોટા માટે અહીં ક્લિક કરો.

તાજેતરમાં જે સંખ્યામાં વર્ડપ્રેસ તરફથી નવા થીમ ઉમેરવામાં આવી રહ્યા છે તેના પરથી શકાં ઊભી થાય છે કે વર્ડપ્રેસ પણ નિંગ.કોમની જેમ સેવા માટે કિંમત લેવાનું વિચારી રહ્યો છે કે શું?


  4 Responses to “વર્ડપ્રેસ તરફથી બે નવા થીમ”

  1. બ્યુનો જોતાં જ ગમી ગયો એટલે તરત જ બદલી નાખ્યો.

  2. વડઁપ્રેસ નિંગ.કોમની જેમ જો સેવા માટે કિંમત લેશે તો આપણી જેવા બ્લોગર માટે માત્ર બ્લોગસ્પોટ.કોમ જ બાકી રહેશે..

  3. Aam to WordPress FREE blog service band kare e j saru che, jethi time pass vala Mafatiya blogger thi chhutkaro male…

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME