May 282010
 

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી વધુ ત્રણ નવા થીમ ઉમેરવામાં આવ્યા છે.

૧) એન્ટરપ્રાઈઝ (૧૩ મે)

સ્વચ્છ સુંદર અને મોટી કંપનીની વેબસાઈટ જેવા દેખાવ સાથે અને ડ્રોપ ડાઉન મેનુની સગવડ સાથેનો થીમ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો. Continue reading »

May 212010
 

પ્રિય મિત્રો,

પ્રત્યાયન (કોમ્યુનિકેશન) માટે ઈમેઈલ (એટલે કે ઈલેક્ટ્રોનિક્સ મેઈલ) સૌથી ઉત્તમ સાધન છે. ૪૦ વર્ષ પહેલા શોધાયેલી આ સગવડથી આજે કોઈ અજાણ નથી છતાં ઈમેઈલ વાપરવાના બે અગત્યના અને મને ગમતા કારણો રજુ કરવાની લાલચ રોકી શકતો નથી. ૧) મફત છે. ૨) પત્રવ્યવહાર સંગ્રહાયેલો રહે છે (મારી પાસે ૧૦ વર્ષ જૂના ઈમેઈલ છે!) ઑફિસમાં કે બ્લોગ જગતમાં કોઈ મારો મોબાઈલ નંબર માગે ત્યારે હું મોબાઈલને બદલે ઈમેઈલ વાપરવાનું કહું છું તે આ જ કારણોસર. ફોન પર લખાવેલી સૂચના/કામ વ્યસ્તતાને કારણે ભૂલી જઈ શકાય છે જ્યારે ઈમેઈલમાં આ સમસ્યા રહેતી નથી. ફૂરસદે જોઈ શકાય અને રીપ્લાય કરી શકાય!

શરૂઆતમાં બહુ મર્યાદિત સ્પેસવાળા ઈમેઈલ બોક્ષ મળતા હતા. પછી વચ્ચે ઈમેઈલ સેવાની કિંમત વસુલવાનું શરૂ થયું હતું. અમેરિકા ઑનલાઈને પોતાની સેવા પેઈડ કરી દીધી. માઈક્રોસોફ્ટ હોટમેઈલને પેઈડ કરવાનો વિચાર કરતો હતો ત્યાં જ ગૂગલનું જીમેઈલ આવ્યું અને ૮જીબી જેટલી જગ્યા મફતમાં આપીને ઈમેઈલની વ્યાખ્યા બદલી નાખી.

ત્યારે ૮જીબી જેટલી જગ્યા એટલે ‘અધધધ’ લાગતી હતી જે વપરાશ પછી હવે ઓછી પડવા લાગી છે! તમારું જીમેઈલનું બોક્ષ ભરાઈ ગયું હોય અથવા ભરાવા આવ્યું હોય તો તે માટેની કેટલીક ટિપ્સ રજુ કરું છું… Continue reading »

May 172010
 

પ્રિય મિત્રો,

આજે બે ચબરાકિયા આપણે માણીએ…

૧) ૨૦૦ કરોડનો આસામી ૨૨૦૦ રૂપિયા પગારવાળા માણસને પ્રેમથી ‘આવો શેઠ’ કહે ત્યારે સમજવું કે….

  • ૨૦૦ કરોડના આસામીને બે પૈસા ફાયદો થવાનો હશે, અને
  • ૨૦૦ કરોડનો આસામી ગુજરાતી હશે.

-લલિત લાડ, અભિયાન, વાર્ષિક અંકના એક લેખમાંથી…

૨) ૨૨૦સીસીની કરિઝ્મા હોય કે ૩૫૦સીસીની બુલેટ હોય કે પછી ૬૦૦સીસીની હોન્ડા સ્પોર્ટ્સ બાઈક હોય પણ તે ૮૦ સીસીને સ્કૂટીને ઓવરટેક ન કરી શકે..

  • કારણ કે એ ૮૦ સીસીનું સ્કૂટી એક સુંદર છોકરી ચલાવતી હોય!
  • અને ૨૦૦+ સીસી બાઈક કોઈ યુવાન દિલ ચલાવી રહ્યું હોય!

એક યુવાન તરફથી મળેલા ટ્વિટમાંથી!

May 132010
 

પ્રિય મિત્રો,

લેખની શરૂઆત એક ઉગતા નવોદિત કવિની  ’સ્વરચિત’ રચનાના એક શેરથી કરીએ તો?

શું જાણે મારા દિલને શું થયું?
હજી તો અહીં એ હતું ક્યાં ગયું?

શેર જોઈને વાહ! તો કહ્યું અને પછી છંદમેળ બરાબર છે કે નહીં તે ચકાશી લેવાનું કહેતો હતો ત્યાં જ બત્તી થઈ! મેં પૂછ્યું તમે યશરાજ ચોપરાની ફિલ્મો જુઓ છો? હા, કવિ ઉવાચ, દિલવાલે દુલ્હનિયા જોઈ’તી? ૩૦ વખત, કવિ બોલ્યા! મેં કહ્યું આને સ્વરચિત કવિતા ન કહેવાય આને પ્લેજરિઝમ કહેવાય! પ્લેજરીઝમ એટલે બીજાના વિચારને પોતાના નામે રજૂ કરવા તે. સાદી ભાષામાં કહીએ તો ચોરી, ઉઠાંતરી, તફડંચી. બ્લૉગ જગતમાં આ સમસ્યા બહુ જ વ્યાપક છે.

બીજો મુદ્દો છે તે લખાણ કૉપી-પેસ્ટનો. કોઈએ મહેનત કરીને લેખ શોધીને તેને ટાઈપ કરી, ભૂલો સુધારી બ્લૉગ પર મૂક્યું હોય અને બીજો બ્લૉગર એ રચના કૉપી કરી પોતાના બ્લૉગ પર મૂકી દે! લખાણ માટે સૌજન્ય ન દાખવે. આ સમસ્યા પણ એટલી જ વ્યાપક છે.

ત્રીજો મુદ્દો છે પ્રેરણાનો. કોઈની રચનામાંથી પ્રેરણા લઈને એક નવી મૌલિક રચના બનાવવામાં આવી હોય. રચનાની શરૂઆતમાં જ મૂળ રચનાનો ઉલ્લેખ કર્યો હોવો જોઈએ નહીં તો તે રચના પ્લેજરિઝમમાં ગણાઈ જવાનો ડર રહે! દા.ત. ગિરિજા માથુરની જાણીતી રચના ‘હમ હોંગે કામયાબ’ એ  ’વી શેલ ઓવર કમ’માંથી પ્રરણા લઈને લખવામાં આવી છે.

હવે આ ત્રણેય મુદ્દાનો સંગમ આજે મારા ધ્યાનમાં આવ્યો છે. ઈન્ટરનેટ પર ઘણાં સમયથી ફરતો મૂળ અંગ્રેજી સંવાદ ચૅટિંગ વીથ ગોડમાંથી પ્રેરણા લઈ ગોવિંદભાઈ શાહએ એક લેખ લખ્યો, ઈશ્વર સાથે ઑનલાઈન અને તે રીડગુજરાતી પર ૨૧ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયો. લેખની શરૂઆતમાં જ પ્રેરણા બાબત યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે. આમ ગોવિંદભાઈએ પ્રામાણિકતાથી પોતાના વિચારો રજુ કર્યા છે.

પહેલી એપ્રિલના આ જ લેખ કેતન દવેના નામે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો. આ જુઓ તેનો સ્ક્રિન શૉટ: Continue reading »

May 082010
 

પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ સતત પોતાને અપડેટેડ રાખે છે. તાજેતરમાં બીજા બે નવા થીમ ઉમેર્યા છે.

૧. વોસ્ટોક (Vostok)

Continue reading »

Powered By Indic IME