પ્રિય મિત્રો,

ગુજરાતી બ્લૉગવિશ્વ (ગુજરાતી બ્લોગ એગ્રીગેટર) સરસ રીતે ચાલી રહ્યું છે. એકાદ અપવાદને બાદ કરતાં દરેક જાતનાં વર્ડપ્રેસ હોસ્ટેડ, સેક્ફ હોસ્ટેડ, બ્લોગસ્પોટ હોસ્ટેડ) બ્લોગ સફળતાથી ઉમેરી શકાયા છે. આજની સંખ્યા ૨૦૦ છે, હજી ઘણાં બ્લોગ ઉમેરવાના બાકી છે…. કામ ચાલુ છે.


બ્લોગ એગ્રીગેટર બહુ જ ઉપયોગી ટૂલ છે. બ્લોગ વાચકોને એક જ જગ્યાએ બધા બ્લોગ પરની તાજેતરમાં પોસ્ટ થયેલી રચનાની લિન્ક મળી જાય છે. વાચક પોતાને ગમતા બ્લોગ ઉમેરાવની કે અણગમતા બાદ કરવાની વિનંતી કરી શકે છે.

આ સેવા માટે ફીડ ક્લસ્ટરનો આભાર માનીએ તેટલો ઓછો છે, આટલી સુંદર વ્યવસ્થા તેમણે મફત ઉપલબ્ધ કરી આપી!

તમે પણ આ સુવિધાનો ઉપયોગ કરીને તમને ગમતા ચોક્કસ વિષયોના બ્લોગ એગ્રીગેટર બનાવી શકો છો. દા.ત. જૈન બ્લોગ એગ્રીગેટર.

કોઈ સારી અને મફત સેવા હોય તેનો સદ્‌ઉપયોગ કરનારાઓ હોય તેમ દૂરોપયોગ કરનારાઓ પણ હોય. દુઃખ સાથે કહેવાનું કે કેટલાક જન્મજાત નકલખોર કે જેઓ નકલ કરવા સિવાય કંઈ શીખ્યા ન હોય તેઓ ગુજરાતી બ્લૉગવિશ્વનો ક્લોન એગ્રીગેટર બનાવવામાં સમય વેડફી રહ્યા છે! ભગવાન તેમને સદબુદ્ધિ આપે!

ખેર! તમે તમારો બ્લોગ ‘ગુજરાતી બ્લૉગવિશ્વ‘માં ઉમેર્યો કે નહીં? ન ઉમેર્યો હોય તો અત્યારે જ ઉમેરી દો! તમારા બ્લોગ પર ‘વિજેટ’ મૂક્યું કે નહીં? ન મૂક્યું હોય તો અત્યારે જ મૂકી દો!

અને હા, ગુજરાતી બ્લૉગવિશ્વ ફીડ ક્લસ્ટર પર જેટલા બ્લોગ એગ્રીગેટર છે તેની યાદીમાં ટોપ ટેનમાં ક્યારનું આવી ગયું છે! ગઈકાલે સાંજે ૮વાગે ૭મોનંબર હતો, ઉપરથી!

-વિનય ખત્રી

 

હું ગુજ્બ્લોગ ગુજરાતી બ્લોગ એગ્રીગેટરમાં બ્લોગ ઉમેરવામાં વ્યસ્ત છું ત્યાં સુધી તમે માણો….

મોટર સાઈકલના ભાવમાં ફેરારીનો ઠાઠ? આ જુઓ…

 

અંતે સમગ્ર ગુજરાતી બ્લૉગવિશ્વની RSS ફીડ બનાવવામાં સફળતા મળશે એવું લાગે છે. જેની ઘણાં સમયથી રાહ જોતો હતો એવી RSS ફીડ સર્વિસ ફીડ ક્લસ્ટરની મદદથી બની શકે એમ લાગે છે.

ગુજરાતી બ્લૉગવિશ્વની RSS ફીડ માટે અહીં ક્લિક કરો. તમારો બ્લોગ તેમાં ઉમેરવા માટે ‘Add my blog’ પર ક્લિક કરો.

ઉપરની લિન્ક પર ક્લિક કરીને ગુજરાતી બ્લોગ જગતમાં પોસ્ટ થતા લેખ/કવિતાઓ વાંચો!


આ પ્રયોગ હાલ ટ્રાયલ ઉપર છે.

 

પ્રિય મિત્રો,

બ્લોગ જગતમાં થયેલી કેટલીક નવા-જૂની, ટૂંકમાં…

૧. તરૂણ પટેલનું ગુજરાતીબ્લોગર્સ.કોમ બંધ છે. કાર્તિક મિસ્ત્રી કહે છે કે ‘પ્રયત્ન સારો હતો…’

૨. રાજ મેકવાનનો બ્લોગ ગરવાગુજરાતી.કોમ પણ તેમણે બંધ જાહેર કર્યો છે.

૩. કાર્તિક મિસ્ત્રીએ પણ હમણાં થોડો સમય બ્લોગ પર પોસ્ટ ન મૂકવાનો નિયમ લીધો છે. થોડો એટલે કેટલો? તેઓ જ કહી શકે!

૪. વર્ડપ્રેસ બ્લોગ પર પહેલા સ્લાઈડ શો મૂકવા માટે અન્ય સાઈટની મદદ લેવી પડતી હતી, હવે જરૂર નહી પડે.

૫. અમિતભાઈ(અમીઝરણું)ના ઘેર પુત્ર જન્મ થયો છે.

૬. જયભાઈ (બંસીનાદ)ને પિતૄશોક થયો છે.

ભૂલચૂક લેવીદેવી…

-વિનય ખત્રી

 

થોડા સમય પહેલાં આપણે એક રજવાડી લેપટોપ જોયું જેની સામે એપલ મેકબુકનું ગોલ્ડ પ્લેટેડ વર્જન પણ ઝાંખું પડે. રજવાડી લેપટોપનું ચિત્ર બહુ બધા વાચકોને પસંદ આવ્યું. કેટલાક વાચકોએ ફરમાઈશ કરી કે હવે રજવાડી ડેસ્કટોપ રજુ કરો! નેટ પર ખાંખાખોળાં કરતાં ગોલ્ડ પ્લેટેડ લેપટોપના ઘણાં ચિત્રો મળ્યા પણ ગોલ્ડ પ્લેટેડ ડેસ્ક્ટોપના બહુ ઓછા. તેમાંય ‘રજવાડી’ કહી શકાય એવું એકેય નહીં. છેવટે આજે આ એક મળ્યું…

સ્ત્રોત: ફોર્વર્ડ મેઈલ

… જેને રજવાડી ડેસ્કટોપ કોમ્પ્યુટર કહી શકાય? મારી કંઈ ભૂલ થતી હોય તો કોમેન્ટ બોક્સ ક્લિક વગું જ છે!

(રજવાડી ડેસ્કટોપના ચિત્રને તમારા કોમ્પ્યુટરમાં ‘સેવ’ કરવા માટે અહીં ક્લિક કરો)

Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME