પ્રિય મિત્રો,
ગુજરાતી બ્લૉગવિશ્વ (ગુજરાતી બ્લોગ એગ્રીગેટર) સરસ રીતે ચાલી રહ્યું છે. એકાદ અપવાદને બાદ કરતાં દરેક જાતનાં વર્ડપ્રેસ હોસ્ટેડ, સેક્ફ હોસ્ટેડ, બ્લોગસ્પોટ હોસ્ટેડ) બ્લોગ સફળતાથી ઉમેરી શકાયા છે. આજની સંખ્યા ૨૦૦ છે, હજી ઘણાં બ્લોગ ઉમેરવાના બાકી છે…. કામ ચાલુ છે.
બ્લોગ એગ્રીગેટર બહુ જ ઉપયોગી ટૂલ છે. બ્લોગ વાચકોને એક જ જગ્યાએ બધા બ્લોગ પરની તાજેતરમાં પોસ્ટ થયેલી રચનાની લિન્ક મળી જાય છે. વાચક પોતાને ગમતા બ્લોગ ઉમેરાવની કે અણગમતા બાદ કરવાની વિનંતી કરી શકે છે.
આ સેવા માટે ફીડ ક્લસ્ટરનો આભાર માનીએ તેટલો ઓછો છે, આટલી સુંદર વ્યવસ્થા તેમણે મફત ઉપલબ્ધ કરી આપી!
તમે પણ આ સુવિધાનો ઉપયોગ કરીને તમને ગમતા ચોક્કસ વિષયોના બ્લોગ એગ્રીગેટર બનાવી શકો છો. દા.ત. જૈન બ્લોગ એગ્રીગેટર.
કોઈ સારી અને મફત સેવા હોય તેનો સદ્ઉપયોગ કરનારાઓ હોય તેમ દૂરોપયોગ કરનારાઓ પણ હોય. દુઃખ સાથે કહેવાનું કે કેટલાક જન્મજાત નકલખોર કે જેઓ નકલ કરવા સિવાય કંઈ શીખ્યા ન હોય તેઓ ગુજરાતી બ્લૉગવિશ્વનો ક્લોન એગ્રીગેટર બનાવવામાં સમય વેડફી રહ્યા છે! ભગવાન તેમને સદબુદ્ધિ આપે!
ખેર! તમે તમારો બ્લોગ ‘ગુજરાતી બ્લૉગવિશ્વ‘માં ઉમેર્યો કે નહીં? ન ઉમેર્યો હોય તો અત્યારે જ ઉમેરી દો! તમારા બ્લોગ પર ‘વિજેટ’ મૂક્યું કે નહીં? ન મૂક્યું હોય તો અત્યારે જ મૂકી દો!
અને હા, ગુજરાતી બ્લૉગવિશ્વ ફીડ ક્લસ્ટર પર જેટલા બ્લોગ એગ્રીગેટર છે તેની યાદીમાં ટોપ ટેનમાં ક્યારનું આવી ગયું છે! ગઈકાલે સાંજે ૮વાગે ૭મોનંબર હતો, ઉપરથી!

-વિનય ખત્રી
very nice ..congratulations for 7th rank.
ખૂબ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છો.અભિનંદન.
ગુજ્બ્લોગ એગ્રીગેટર ની સફળતા માટે અભિનંદન! એક સૂચન છે, બ્લોગસૂચી ના કોઇ બ્લોગના શીર્ષક પર ક્લિક કરતાં બ્લોગ એક જ ટેબ માં ખુલે છે તેને બદલે બીજી ટેબ માં ખુલે તેમ થાય તો સુગમ પડે. (નીપ્રા માં આમ થાય છે.) લંગરની જેમ એગ્રીગેટર ખોલીને વેબ-સાગરની સફર માણી શકાય.
Vinay,
your work will help the bloggers.
Rajendra
જબરદસ્ત રમકડું બનાવ્યું છે..
અભિનંદન…..
From છેલછબીલો ગુજરાતી ગ્રુપ…
ખુબ ખુબ અભિનન્દન …!!