Apr 032010
 

પ્રિય મિત્રો,

બ્લોગ જગતમાં થયેલી કેટલીક નવા-જૂની, ટૂંકમાં…

૧. તરૂણ પટેલનું ગુજરાતીબ્લોગર્સ.કોમ બંધ છે. કાર્તિક મિસ્ત્રી કહે છે કે ‘પ્રયત્ન સારો હતો…’

૨. રાજ મેકવાનનો બ્લોગ ગરવાગુજરાતી.કોમ પણ તેમણે બંધ જાહેર કર્યો છે.

૩. કાર્તિક મિસ્ત્રીએ પણ હમણાં થોડો સમય બ્લોગ પર પોસ્ટ ન મૂકવાનો નિયમ લીધો છે. થોડો એટલે કેટલો? તેઓ જ કહી શકે!

૪. વર્ડપ્રેસ બ્લોગ પર પહેલા સ્લાઈડ શો મૂકવા માટે અન્ય સાઈટની મદદ લેવી પડતી હતી, હવે જરૂર નહી પડે.

૫. અમિતભાઈ(અમીઝરણું)ના ઘેર પુત્ર જન્મ થયો છે.

૬. જયભાઈ (બંસીનાદ)ને પિતૄશોક થયો છે.

ભૂલચૂક લેવીદેવી…

-વિનય ખત્રી

Powered By Indic IME